Jamone Jamadu Re

જમો ને જમાડું રે જીવન મારા, 

હરિ રંગમાં રમાડું રે, જીવન મારા ૧

Jamo ne jamāḍu re jīvan mārā, 

Hari rangmā ramāḍu re, jīvan mārā... 1

Maharaj, please eat as I serve you.

Maharaj, I will play different games with you...1

 

વા’લાજી મારા સોનાનો થાળ મંગાવું, 
મોતીડે વધાવું રે, જીવન મારા ૨

Vā’lājī mārā sonāno thāḷ mangāvu, 

Motiḍe vadhāvu re, jīvan mārā... 2

My beloved Maharaj, I ordered a golden plate for you,

Maharaj, I welcome you with pearls...2

 

વા’લાજી મારા ઘેબર જલેબી ને લાડુ, 

જમો ને થાય ટાઢું રે, જીવન મારા ૩

Vā’lājī mārā ghebar jalebī ne lāḍu, 

Jamo ne thāy ṭāḍhu re, jīvan mārā... 3

My beloved Maharaj, please eat the sweets - jalebi and lādu 

before they get cold...3

 

વા’લાજી મારા ગૌરીનાં ઘૃત મંગાવું,

માંહી સાકર નંખાવું રે, જીવન મારા ૪

Vā’lājī mārā gaurinā ghrut mangāvu, 

Māhī sākar nankhāvu re, jīvan mārā... 4

My beloved Maharaj, I will order milk from the cow Gauri,  Maharaj, I add sugar to it...4

 

વા’લાજી મારા દૂધ કઢેલાં ભલી ભાતે,

 જમો ને આવી ખાંતે રે, જીવન મારા ૫

Vā’lājī mārā dūdh kaḍhelā bhalī bhāte, 

Jamo ne āvī khānte re, jīvan mārā... 5

My beloved Maharaj, I have boiled the milk in a good way, happily come and eat Maharaj...5

 

વા’લાજી મારા પાપડ પતાસાં ને પોળી,

 જમો ને ગળી મોળી રે, જીવન મારા ૬

Vā’lājī mārā pāpaḍ patāsā ne poḷī, 

Jamo ne gaḷī moḷī re, jīvan mārā... 6

My beloved Maharaj, eat pāpad, patāsā, and poli

Maharaj, please eat sweet and plain puri...6

 

વા’લાજી મારા તુવેરની દાળ ચઢી ભારે,

 વિશેષે વઘારી રે, જીવન મારા ૭

Vā’lājī mārā tuvernī dāḷ chaḍhī bhāre, 

Visheshe vaghārī re, jīvan mārā... 7

My beloved Maharaj, I have cooked for you pigeon peas dāl well,

 Maharaj, I have spiced them uniquely...7 

 

વા’લાજી મારા કઢી કરી છે બહુ સારી, 

જમો ને ગિરધારી રે, જીવન મારા ૮

Vā’lājī mārā kaḍhī karī chhe bahu sārī, 

Jamo ne Girdhārī re, jīvan mārā... 8

My beloved Maharaj, I have made very nice kadhi; oh life of mine, please eat it...8

 

વા’લાજી મારા આદાં કેરીનાં અથાણાં, 

છે વાલ ને વટાણા રે, જીવન મારા ૯

Vā’lājī mārā ādā kerīnā athāṇā, 

Chhe vāl ne vaṭāṇā re, jīvan mārā... 9

My beloved Maharaj, there is ginger and mango pickle, there are beans and peas...9

 

વા’લાજી મારા જે જે જોઈએ તે માગી લેજો, 

ખારું ને મોળું કહેજો રે, જીવન મારા ૧૦

Vā’lājī mārā je je joī te māgī lejo,

 Khāru ne moḷu kahejo re, jīvan mārā... 10

My beloved Maharaj whatever you want, just ask for it, and please tell me if it is salty or tasteless...10

 

વા’લાજી મારા જળ રે જમુનાની ભરી ઝારી, 

ઊભા છે બ્રહ્મચારી રે, જીવન મારા ૧૧

Vā’lājī mārā jaḷ re jamunānī bharī jhārī, 

Ubhā chhe Brahmachārī re, jīvan mārā... 11

My beloved Maharaj, I have filled a cup of water from the Jamuna river, this Brahmchari is standing. Maharaj I...11

 

વા’લાજી મારા લવિંગ સોપારી તજ તાજાં, 

જમો ને લાવું ઝાઝાં રે, જીવન મારા ૧૨

Vā’lājī mārā laving sopārī taj tājā, 

Jamo ne lāvu jhājhā re, jīvan mārā... 12

My beloved Maharaj, I offer you fresh cloves, betel nuts, and cinnamon and I will bring plenty more for you...12

 

વા’લાજી મારા પ્રેમાનંદના સ્વામી, 

છો અંતરયામી રે, જીવન મારા ૧૩

Vā’lājī mārā Premānandnā Swāmī,

 Chho antaryāmī re, jīvan mārā... 13

My beloved Maharaj, you are for Premanand Swami, 

you are all-knowing, oh life of mine. 13