Click here for revision notes
Shlok 116
નિજાઽઽત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્।
વિભાવ્યોપાસનં કાર્યં સદૈવ પરબ્રહ્મણઃ॥૧૧૬॥
Nijā’tmānam brahmarūpam
deha-traya-vilakṣhaṇam ।
Vibhāvyopāsanam kāryam
sadaiva Parabrahmaṇaha ॥116॥
ત્રણ દેહથી વિલક્ષણ એવા પોતાના આત્માને વિષે બ્રહ્મરૂપની વિભાવના કરી સદૈવ પરબ્રહ્મની ઉપાસના કરવી. (૧૧૬)
Traṇ dehthī vilakṣhaṇ evā potānā ātmāne viṣhe brahmarūpnī vibhāvanā karī sadaiv Parabrahmanī upāsanā karavī. (116)
Identify one’s ātmā, which is distinct from the three bodies, as brahmarup and always offer upāsanā to Parabrahman. (116)
Shlok 117
અક્ષરાધિપતેર્ભક્તિં સધર્મામાચરેત્ સદા।
ધર્મેણ રહિતાં નૈવ ભક્તિં કુર્યાત્ કદાચન॥૧૧૭॥
Akṣharādhipater bhaktim
sa-dharmām ācharet sadā ।
Dharmeṇa rahitām naiva
bhaktim kuryāt kadāchana ॥117॥
અક્ષરાધિપતિ પરમાત્માની ભક્તિ સદા ધર્મે સહિત કરવી. ક્યારેય ધર્મે રહિત ભક્તિ ન કરવી. (૧૧૭)
Akṣharādhipati Paramātmānī bhakti sadā dharme sahit karavī. Kyārey dharme rahit bhakti na karavī. (117)
One should offer devotion to Paramatma, the sovereign of Akshar, while always upholding dharma. One should never perform bhakti without dharma. (117)
Shlok 118
ભક્તિં વા જ્ઞાનમાલમ્બ્ય નૈવાઽધર્મં ચરેજ્જનઃ।
અપિ પર્વવિશેષં વાઽઽલમ્બ્ય નાઽધર્મમાચરેત્॥૧૧૮॥
Bhaktim vā gnānam ālambya
naivā’dharmam charej-janaha ।
Api parva-visheṣham vā’
lambya nā’dharmam ācharet ॥118॥
ભક્તિનું કે જ્ઞાનનું આલંબન લઈને કે કોઈ પર્વનું આલંબન લઈને પણ મનુષ્યએ અધર્મનું આચરણ ન કરવું. (૧૧૮)
Bhaktinu ke gnānnu ālamban laīne ke koī parvanu ālamban laīne paṇ manuṣhyae adharmanu ācharaṇ na karavu. (118)
One should not behave immorally even under the pretext of devotion, wisdom or festivals. (118)
Shlok 119
ભઙ્ગાસુરાદિપાનં વા દ્યૂતાદિક્રીડનં તથા।
ગાલિદાનાદિકં નૈવ પર્વસ્વપિ સમાચરેત્॥૧૧૯॥
Bhangā-surādi-pānam vā
dyūtādi-krīḍanam tathā ।
Gāli-dānādikam naiva
parvasvapi samācharet ॥119॥
પર્વને વિષે પણ ભાંગ, દારૂ વગેરેનું પાન કરવું, જુગાર વગેરે રમવું, ગાળો બોલવી ઇત્યાદિ ન કરવું. (૧૧૯)
Parvane viṣhe paṇ bhāng, dārū vagerenu pān karavu, jugār vagere ramavu, gāḷo bolavī ityādi na karavu. (119)
Even during festivities, one should abstain from bhang, alcohol and other such substances, as well as gambling, swearing and other such activities. (119)
Shlok 120
પરસ્માદ્ બ્રહ્મણોઽન્યસ્મિન્નક્ષરાદ્ બ્રહ્મણસ્તથા।
પ્રીત્યભાવો હિ વૈરાગ્યમ્ અઙ્ગં ભક્તેઃ સહાયકમ્॥૧૨૦॥
Parasmād Brahmaṇo’
nyasmin-nakṣharād Brahmaṇas-tathā ।
Prītyabhāvo hi vairāgyam
angam bhakteh sahāyakam ॥120॥
પરબ્રહ્મ તથા અક્ષરબ્રહ્મ સિવાય અન્યત્ર પ્રીતિ ન હોવી તે વૈરાગ્ય છે. તે ભક્તિનું સહાયક અંગ છે. (૧૨૦)
Parabrahma tathā Akṣharbrahma sivāya anyatra prīti na hovī te vairāgya chhe. Te bhaktinu sahāyak ang chhe. (120)
Vairāgya is to not have love for anything or anyone other than Parabrahman and Aksharbrahman. It serves to support bhakti. (120)
Shlok 121
નિન્દાલજ્જાભયાઽઽપદ્ભ્યઃ સત્સઙ્ગં ન પરિત્યજેત્।
સ્વામિનારાયણં દેવં તદ્ભક્તિં કર્હિચિદ્ ગુરુમ્॥૧૨૧॥
Nindā-lajjā-bhayā’padbhyah
satsangam na pari-tyajet ।
Swāminārāyaṇam Devam
tad-bhaktim karhichid gurum ॥121॥
નિંદા, લજ્જા, ભય કે મુશ્કેલીઓને લીધે ક્યારેય સત્સંગ, સ્વામિનારાયણ ભગવાન, તેમની ભક્તિ અને ગુરુનો ત્યાગ ન કરવો. (૧૨૧)
Nindā, lajjā, bhay ke mushkelīone līdhe kyārey satsang, Swāminārāyaṇ Bhagwān, temanī bhakti ane guruno tyāg na karavo. (121)
When faced with criticism, shame, fear or difficulty, one should never abandon satsang, Swaminarayan Bhagwan, devotion towards him, or the guru. (121)
Shlok 122
સેવા હરેશ્ચ ભક્તાનાં કર્તવ્યા શુદ્ધભાવતઃ।
મહદ્ભાગ્યં મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષહેતુના॥૧૨૨॥
Sevā Haresh-cha bhaktānām
kartavyā shuddha-bhāvataha ।
Mahad-bhāgyam mamāstīti
matvā sva-mokṣha-hetunā ॥122॥
ભગવાન અને ભક્તોની સેવા શુદ્ધભાવે, મારાં મોટાં ભાગ્ય છે એમ માનીને પોતાના મોક્ષ માટે કરવી. (૧૨૨)
Bhagwān ane bhaktonī sevā shuddhabhāve, mārā moṭā bhāgya chhe em mānīne potānā mokṣha māṭe karavī. (122)
One should serve Bhagwan and his devotees with pure intentions, believing it to be one’s great fortune and with the goal of attaining one’s moksha. (122)
Shlok 123
નેયો ન વ્યર્થતાં કાલઃ સત્સઙ્ગં ભજનં વિના।
આલસ્યં ચ પ્રમાદાદિ પરિત્યાજ્યં હિ સર્વદા॥૧૨૩॥
Neyo na vyarthatām kālah
satsangam bhajanam vinā ।
Ālasyam cha pramādādi
pari-tyājyam hi sarvadā ॥123॥
સત્સંગ અને ભજન વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. આળસ તથા પ્રમાદ વગેરેનો હંમેશાં પરિત્યાગ કરવો. (૧૨૩)
Satsang ane bhajan vinā vyartha kāḷ nirgamavo nahī. Āḷas tathā pramād vagereno hammeshā parityāg karavo. (123)
One should not let time pass wastefully without satsang or devotion. One should always give up laziness and negligence. (123)
Shlok 124
કુર્યાદ્ધિ ભજનં કુર્વન્ ક્રિયા આજ્ઞાઽનુસારતઃ।
ક્રિયાબન્ધઃ ક્રિયાભારઃ ક્રિયામાનસ્તતો નહિ॥૧૨૪॥
Kuryāddhi bhajanam kurvan
kriyā āgnā’nusārataha ।
Kriyā-bandhah kriyā-bhārah
kriyāmānas-tato na hi ॥124॥
ભજન કરતાં કરતાં ક્રિયા કરવી. આજ્ઞા અનુસારે કરવી. આમ કરવાથી ક્રિયાનું બંધન ન થાય, ક્રિયાનો ભાર ન લાગે અને ક્રિયાનું માન ન આવે. (૧૨૪)
Bhajan karatā karatā kriyā karavī. Āgnā anusāre karavī. Ām karavāthī kriyānu bandhan na thāy, kriyāno bhār na lāge ane kriyānu mān na āve. (124)
One should perform tasks while engaging in devotion and according to āgnā. By doing so, one will not become attached to one’s actions, be burdened by them or develop ego because of them. (124)
Shlok 125
સેવયા કથયા સ્મૃત્યા ધ્યાનેન પઠનાદિભિઃ।
સુફલં સમયં કુર્યાદ્ ભગવત્કીર્તનાદિભિઃ॥૧૨૫॥
Sevayā kathayā smṛutyā
dhyānena paṭhanādibhihi ।
Sufalam samayam kuryād
Bhagavat-kīrtanādibhihi ॥125॥
સેવા, કથા, સ્મરણ, ધ્યાન, પઠનાદિ તથા ભગવત્કીર્તન વગેરેથી સમયને સુફળ કરવો. (૧૨૫)
Sevā, kathā, smaraṇ, dhyān, paṭhanādi tathā bhagwat-kīrtan vagerethī samayne sufaḷ karavo. (125)
One should fruitfully use time by performing sevā, listening to discourses, smruti, meditating, studying, singing kirtans of Bhagwan and engaging in other such activities. (125)
Shlok 126
સ્વદુર્ગુણાન્ અપાકર્તું સંપ્રાપ્તું સદ્ગુણાંસ્તથા।
સત્સઙ્ગાઽઽશ્રયણં કાર્યં સ્વસ્ય પરમમુક્તયે॥૧૨૬॥
Sva-dur-guṇān apā-kartum
sam-prāptum sad-guṇāns-tathā ।
Satsangā’shrayaṇam kāryam
svasya parama-muktaye ॥126॥
સત્સંગનો આશરો પોતાના દુર્ગુણોને ટાળવા, સદ્ગુણોને પ્રાપ્ત કરવા અને પોતાના પરમ કલ્યાણ માટે કરવો. (૧૨૬)
Satsangno āsharo potānā durguṇone ṭāḷavā, sadguṇone prāpt karavā ane potānā param kalyāṇ māṭe karavo. (126)
One should take the refuge of satsang to rid oneself of flaws, acquire virtues and attain ultimate moksha. (126)
Shlok 127
પ્રસન્નતાં સમાવાપ્તું સ્વામિનારાયણપ્રભોઃ।
ગુણાતીતગુરૂણાં ચ સત્સઙ્ગમાશ્રયેત્ સદા॥૧૨૭॥
Prasannatām samāvāptum
Swāminārāyaṇa-Prabhoho ।
Guṇātīta-gurūṇām cha
satsangam āshrayet sadā ॥127॥
સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સદા સત્સંગનો આશરો કરવો. (૧૨૭)
Swāminārāyaṇ Bhagwān tathā guṇātīt guruonī prasannatā prāpt karavā sadā satsangno āsharo karavo. (127)
One should forever take the refuge of satsang to attain the pleasure of Swaminarayan Bhagwan and the Gunatit gurus. (127)
Shlok 128
અહો ઇહૈવ નઃ પ્રાપ્તાવક્ષરપુરુષોત્તમૌ।
તત્પ્રાપ્તિગૌરવાન્નિત્યં સત્સઙ્ગાનન્દમાપ્નુયાત્॥૧૨૮॥
Aho ihaiva nah prāptāv-
Akṣhara-Puruṣhottamau ।
Tat-prāpti-gauravān-nityam
satsang-ānandam āpnuyāt ॥128॥
અહો! આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને અહીં જ મળ્યા છે. તેમની પ્રાપ્તિના કેફથી સત્સંગના આનંદને સદાય માણવો. (૧૨૮)
Aho! Āpaṇne Akṣhar ane Puruṣhottam banne ahī ja maḷyā chhe. Temanī prāptinā kefthī satsangnā ānandne sadāy māṇavo. (128)
O! We have attained both Akshar and Purushottam here [in this life]. With the joy of having attained them, one should always relish the bliss of satsang. (128)
Shlok 129
સેવાભક્તિકથાધ્યાનતપોયાત્રાદિ સાધનમ્।
માનતો દમ્ભતો નૈવ કાર્યં નૈવેર્ષ્યયા તથા॥૧૨૯॥
Sevā-bhakti-kathā-dhyāna
tapo-yātrādi sādhanam ।
Mānato dambhato naiva
kāryam naiverṣhyayā tathā ॥129॥
સેવા, ભક્તિ, કથા, ધ્યાન, તપ તથા યાત્રા ઇત્યાદિ સાધન કરીએ તે માને કરીને, દંભે કરીને, ઈર્ષ્યાએ કરીને, સ્પર્ધાએ કરીને, દ્વેષે કરીને કે પછી લૌકિક ફળની ઇચ્છાથી ન જ કરવું. પરંતુ શ્રદ્ધાએ સહિત, શુદ્ધભાવથી અને ભગવાનને રાજી કરવાની ભાવનાથી કરવું. (૧૨૯-૧૩૦)
Sevā, bhakti, kathā, dhyān, tap tathā yātrā ityādi sādhan karīe te māne karīne, dambhe karīne, īrṣhyāe karīne, spardhāe karīne, dveṣhe karīne ke pachhī laukik faḷnī ichchhāthī na ja karavu. Parantu shraddhāe sahit, shuddha-bhāvthī ane Bhagwānne rājī karavānī bhāvanāthī karavu. (129-130)
One should never perform sevā, devotion, discourses, meditation, austerities, pilgrimages and other endeavors out of vanity, pretense, jealousy, competition, enmity or for the attainment of worldly fruits. However, they should be performed with faith, pure intentions and the wish to please Bhagwan. (129–130)
Shlok 130
સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિકફલેચ્છયા।
શ્રદ્ધયા શુદ્ધભાવેન કાર્યં પ્રસન્નતાધિયા॥૧૩૦॥
Spardhayā dveṣhato naiva
na laukika-falechchhayā ।
Shraddhayā shuddha-bhāven
kāryam prasannatā-dhiyā ॥130॥
સેવા, ભક્તિ, કથા, ધ્યાન, તપ તથા યાત્રા ઇત્યાદિ સાધન કરીએ તે માને કરીને, દંભે કરીને, ઈર્ષ્યાએ કરીને, સ્પર્ધાએ કરીને, દ્વેષે કરીને કે પછી લૌકિક ફળની ઇચ્છાથી ન જ કરવું. પરંતુ શ્રદ્ધાએ સહિત, શુદ્ધભાવથી અને ભગવાનને રાજી કરવાની ભાવનાથી કરવું. (૧૨૯-૧૩૦)
Sevā, bhakti, kathā, dhyān, tap tathā yātrā ityādi sādhan karīe te māne karīne, dambhe karīne, īrṣhyāe karīne, spardhāe karīne, dveṣhe karīne ke pachhī laukik faḷnī ichchhāthī na ja karavu. Parantu shraddhāe sahit, shuddha-bhāvthī ane Bhagwānne rājī karavānī bhāvanāthī karavu. (129-130)
One should never perform sevā, devotion, discourses, meditation, austerities, pilgrimages and other endeavors out of vanity, pretense, jealousy, competition, enmity or for the attainment of worldly fruits. However, they should be performed with faith, pure intentions and the wish to please Bhagwan. (129–130)
Shlok 131
દૃશ્યો ન માનુષો ભાવો ભગવતિ તથા ગુરૌ।
માયાપરૌ યતો દિવ્યાવક્ષરપુરુષોત્તમૌ॥૧૩૧॥
Dṛashyo na mānuṣho bhāvo
Bhagavati tathā gurau ।
Māyā-parau yato divyāv
Akṣhara-Puruṣhottamau ॥131॥
ભગવાન તથા ગુરુને વિષે મનુષ્યભાવ ન જોવો. કારણ કે અક્ષર અને પુરુષોત્તમ બંને માયાથી પર છે, દિવ્ય છે. (૧૩૧)
Bhagwān tathā gurune viṣhe manuṣhyabhāv na jovo. Kāraṇ ke Aṣhar ane Puruṣhottam banne māyāthī par chhe, divya chhe. (131)
One should not perceive human traits in Bhagwan or the guru, since both Akshar and Purushottam are beyond māyā and divine. (131)
Shlok 132
વિશ્વાસઃ સુદૃઢીકાર્યો ભગવતિ તથા ગુરૌ।
નિર્બલત્વં પરિત્યાજ્યં ધાર્યં ધૈર્યં હરેર્બલમ્॥૧૩૨॥
Vishvāsah su-dṛaḍhī-kāryo
Bhagavati tathā gurau ।
Nirbalatvam pari-tyājyam
dhāryam dhairyam Harer balam ॥132॥
ભગવાન તથા ગુરુને વિષે વિશ્વાસ દૃઢ કરવો, નિર્બળતાનો ત્યાગ કરવો, ધીરજ રાખવી તથા ભગવાનનું બળ રાખવું. (૧૩૨)
Bhagwān tathā gurune viṣhe vishvās dṛuḍh karavo, nirbaḷtāno tyāg karavo, dhīraj rākhavī tathā Bhagwānnu baḷ rākhavu. (132)
One should develop firm faith in Bhagwan and the guru, renounce feebleness, have patience and derive strength from Bhagwan. (132)
Shlok 133
કાર્યં લીલાચરિત્રાણાં સ્વામિનારાયણપ્રભોઃ।
શ્રવણં કથનં પાઠો મનનં નિદિધ્યાસનમ્॥૧૩૩॥
Kāryam līlā-charitrāṇām
Swāminārāyaṇa-Prabhoho ।
Shravaṇam kathanam pāṭho
mananam nidi-dhyāsanam ॥133॥
સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રોનું શ્રવણ, કથન, વાંચન, મનન તથા નિદિધ્યાસન કરવું. (૧૩૩)
Swāminārāyaṇ Bhagwānnā līlā-charitronu shravaṇ, kathan, vānchan, manan tathā nididhyāsan karavu. (133)
One should listen to, recite, read, reflect upon and repeatedly recall the incidents of Swaminarayan Bhagwan. (133)
Shlok 134
પ્રસઙ્ગઃ પરયા પ્રીત્યા બ્રહ્માઽક્ષરગુરોઃ સદા।
કર્તવ્યો દિવ્યભાવેન પ્રત્યક્ષસ્ય મુમુક્ષુભિઃ॥૧૩૪॥
Prasangah parayā prītyā
Brahmā’kṣhara-guroh sadā ।
Kartavyo divya-bhāvena
pratyakṣhasya mumukṣhubhihi ॥134॥
મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્યભાવથી કરવો. (૧૩૪)
Mumukṣhuoe pratyakṣh Akṣharbrahma guruno prasang sadā param prīti ane divyabhāvthī karavo. (134)
Mumukshus should always associate with the manifest Aksharbrahman guru with supreme love and divyabhāv. (134)
Shlok 135
બ્રહ્માઽક્ષરે ગુરૌ પ્રીતિર્દૃઢૈવાઽસ્તિ હિ સાધનમ્।
બ્રહ્મસ્થિતેઃ પરિપ્રાપ્તેઃ સાક્ષાત્કારસ્ય ચ પ્રભોઃ॥૧૩૫॥
Brahmā’kṣhare gurau prītir
dṛaḍhaivā’sti hi sādhanam ।
Brahma-sthiteh pari-prāpteh
sākṣhāt-kārasya cha Prabhoho ॥135॥
અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુને વિષે દૃઢ પ્રીતિ એ જ બ્રાહ્મી સ્થિતિ તથા ભગવાનના સાક્ષાત્કારને પામવાનું સાધન છે. (૧૩૫)
Akṣharbrahma-swarūp gurune viṣhe dṛuḍh prīti e ja brāhmī sthiti tathā Bhagwānnā sākṣhātkārne pāmavānu sādhan chhe. (135)
Intense affection for the Aksharbrahman guru is the only means to attaining the brāhmic state and realizing Bhagwan. (135)
Shlok 136
બ્રહ્મગુણસમાવાપ્ત્યૈ પરબ્રહ્માઽનુભૂતયે।
બ્રહ્મગુરોઃ પ્રસઙ્ગાનાં કર્તવ્યં મનનં સદા॥૧૩૬॥
Brahma-guṇa-samāvāptyai
Parabrahmā’nubhūtaye ।
Brahma-guroh prasangānām
kartavyam mananam sadā ॥136॥
અક્ષરબ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત્ કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષરબ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. (૧૩૬)
Akṣharbrahma gurunā guṇo ātmasāt karavā māṭe tathā Parabrahmanī anubhūti māṭe Akṣharbrahma gurunā prasangonu sadāy manan karavu. (136)
To imbibe the virtues of the Aksharbrahman guru and to experience Parabrahman, one should always reflect on the incidents of the Aksharbrahman guru. (136)
Shlok 137
મનસા કર્મણા વાચા સેવ્યો ગુરુહરિઃ સદા।
કર્તવ્યા તત્ર પ્રત્યક્ષનારાયણસ્વરૂપધીઃ॥૧૩૭॥
Manasā karmaṇā vāchā
sevyo Guruharih sadā ।
Kartavyā tatra pratyakṣha
Nārāyaṇa-svarūpa-dhīhi ॥137॥
મન-કર્મ-વચને ગુરુહરિનું સદા સેવન કરવું અને તેમને વિષે પ્રત્યક્ષ નારાયણસ્વરૂપની ભાવના કરવી. (૧૩૭)
Man-karma-vachane guruharinu sadā sevan karavu ane temane viṣhe pratyakṣh Nārāyaṇswarūpnī bhāvanā karavī. (137)
One should associate with one’s guruhari through thought, word and deed and should realize him as ‘Narayanswarup’ – the manifest form of Narayan [Parabrahman]. (137)
Shlok 138
શૃણુયાન્ન વદેન્નાઽપિ વાર્તાં હીનાં બલેન ચ।
બલપૂર્ણાં સદા કુર્યાદ્ વાર્તાં સત્સઙ્ગમાસ્થિતઃ॥૧૩૮॥
Shṛuṇuyān-na vaden-nā’pi
vārtām hīnām balena cha ।
Bala-pūrṇām sadā kuryād
vārtām satsangam āsthitaha ॥138॥
સત્સંગીએ ક્યારેય બળરહિત વાત સાંભળવી નહીં અને કરવી પણ નહીં. હંમેશાં બળ ભરેલી વાતો કરવી. (૧૩૮)
Satsangīe kyārey baḷ-rahit vāt sāmbhaḷavī nahī ane karavī paṇ nahī. Hammeshā baḷ bharelī vāto karavī. (138)
A satsangi should never listen to or speak discouraging words. One should always speak encouraging words. (138)
Shlok 139
વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મપરમબ્રહ્મણોઃ।
તત્સમ્બન્ધવતાં ચાઽપિ સસ્નેહમાદરાત્ સદા॥૧૩૯॥
Vārtā kāryā mahimno hi
Brahma-Parama-brahmaṇoho ।
Tat-sambandha-vatām chā’pi
sa-sneham ādarāt sadā ॥139॥
પ્રેમે કરીને તથા આદર થકી બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની તથા તેમના સંબંધવાળાના મહિમાની વાતો નિરંતર કરવી. (૧૩૯)
Preme karīne tathā ādar thakī Brahma ane Parabrahmanā mahimānī tathā temanā sambandh-vāḷānā mahimānī vāto nirantar karavī. (139)
With affection and reverence, one should continuously speak of the glory of Brahman and Parabrahman and the greatness of those who are associated with them. (139)