Click here for revision notes
Shlok 240
સ્વામિનારાયણે ભક્તિં પરાં દૃઢયિતું હૃદિ।
ગુરુહરેઃ સમાદેશાચ્ચાતુર્માસ્યે વ્રતં ચરેત્॥૨૪૦॥
Swāminārāyaṇe bhaktim
parām dṛaḍhayitum hṛadi ।
Guruhareh samādeshāch
chāturmāsye vratam charet ॥240॥
સ્વામિનારાયણ ભગવાનને વિષે હૃદયમાં પરાભક્તિ દૃઢ કરવા ગુરુહરિના આદેશથી ચાતુર્માસમાં વ્રત કરવું. (૨૪૦)
Swāminārāyaṇ Bhagwānne viṣhe hṛudaymā parā-bhakti dṛuḍh karavā guruharinā ādeshthī Chāturmāsmā vrat karavu. (240)
To reinforce profound devotion towards Swaminarayan Bhagwan in one’s heart, one should observe vows during chāturmās according to the guru’s instructions. (240)
Shlok 241
ચાન્દ્રાયણોપવાસાદિર્મન્ત્રજપઃ પ્રદક્ષિણાઃ।
કથાશ્રુતિર્દણ્ડવચ્ચ પ્રણામા અધિકાસ્તદા॥૨૪૧॥
Chāndrāyaṇopavāsādir
mantra-japah pradakṣhiṇāhā ।
Kathā-shrutir-daṇḍavach-cha
praṇāmā adhikās-tadā ॥241॥
તેમાં ચાંદ્રાયણ, ઉપવાસ વગેરે તથા મંત્રજપ, પ્રદક્ષિણા, કથાશ્રવણ, અધિક દંડવત્ પ્રણામ કરવા ઇત્યાદિરૂપે શ્રદ્ધાએ કરીને, પ્રીતિપૂર્વક અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા વિશેષ ભક્તિનું આચરણ કરવું. (૨૪૧-૨૪૨)
Temā chāndrāyaṇ, upavās vagere tathā mantra-jap, pradakṣhiṇā, kathā-shravaṇ, adhik danḍavat praṇām karavā ityādirūpe shraddhāe karīne, prīti-pūrvak ane Bhagwānno rājīpo prāpt karavā visheṣh bhaktinu ācharaṇ karavu. (241-242)
This includes observing chāndrāyan and other fasts, as well as chanting the [Swaminarayan] mantra, performing pradakshinās, listening to spiritual discourses, offering extra dandvat pranāms, and additional devotion with faith, love and the wish to please Bhagwan. (241–242)
Shlok 242
ઇત્યેવમાદિરૂપેણ શ્રદ્ધયા પ્રીતિપૂર્વકમ્।
હરિપ્રસન્નતાં પ્રાપ્તું વિશેષાં ભક્તિમાચરેત્॥૨૪૨॥
Ityevam ādirūpeṇa
shraddhayā prīti-pūrvakam ।
Hari-prasannatām prāptum
visheṣhām bhaktim ācharet ॥242॥
તેમાં ચાંદ્રાયણ, ઉપવાસ વગેરે તથા મંત્રજપ, પ્રદક્ષિણા, કથાશ્રવણ, અધિક દંડવત્ પ્રણામ કરવા ઇત્યાદિરૂપે શ્રદ્ધાએ કરીને, પ્રીતિપૂર્વક અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા વિશેષ ભક્તિનું આચરણ કરવું. (૨૪૧-૨૪૨)
Temā chāndrāyaṇ, upavās vagere tathā mantra-jap, pradakṣhiṇā, kathā-shravaṇ, adhik danḍavat praṇām karavā ityādirūpe shraddhāe karīne, prīti-pūrvak ane Bhagwānno rājīpo prāpt karavā visheṣh bhaktinu ācharaṇ karavu. (241-242)
This includes observing chāndrāyan and other fasts, as well as chanting the [Swaminarayan] mantra, performing pradakshinās, listening to spiritual discourses, offering extra dandvat pranāms, and additional devotion with faith, love and the wish to please Bhagwan. (241–242)
Shlok 243
સમ્પ્રદાયસ્ય શાસ્ત્રાણાં પઠનં પાઠનં તદા।
યથારુચિ યથાશક્તિ કુર્યાદ્ નિયમપૂર્વકમ્॥૨૪૩॥
Sampradāyasya shāstrāṇām
paṭhanam pāṭhanam tadā ।
Yathā-ruchi yathā-shakti
kuryād niyama-pūrvakam ॥243॥
ત્યારે પોતાની રુચિ તથા શક્તિ પ્રમાણે સંપ્રદાયનાં શાસ્ત્રોનું નિયમપૂર્વક પઠન-પાઠન કરવું. (૨૪૩)
Tyāre potānī ruchi tathā shakti pramāṇe sampradāynā shāstronu niyam-pūrvak paṭhan-pāṭhan karavu. (243)
During this time, one should also regularly read and teach the Sampraday’s shastras according to one’s preference and ability. (243)
Shlok 244
સર્વૈઃ સત્સઙ્ગિભિઃ કાર્યાઃ પ્રીતિં વર્ધયિતું હરૌ।
ઉત્સવા ભક્તિભાવેન હર્ષેણોલ્લાસતસ્તથા॥૨૪૪॥
Sarvaih satsangibhih kāryāh
prītim vardhayitum Harau ।
Utsavā bhakti-bhāvena
harṣheṇollāsatas-tathā ॥244॥
ભગવાનને વિષે પ્રીતિ વધારવા સારુ સર્વે સત્સંગીઓએ હર્ષ અને ઉલ્લાસથી ભક્તિભાવે ઉત્સવો કરવા. (૨૪૪)
Bhagwānne viṣhe prīti vadhāravā sāru sarve satsangīoe harṣh ane ullāsthī bhaktibhāve utsavo karavā. (244)
To increase one’s love for Bhagwan, all satsangis should celebrate festivals with great joy and devotion. (244)
Shlok 245
જન્મમહોત્સવા નિત્યં સ્વામિનારાયણપ્રભોઃ।
બ્રહ્માઽક્ષરગુરૂણાં ચ કર્તવ્યા ભક્તિભાવતઃ॥૨૪૫॥
Janma-mahotsavā nityam
Swāminārāyaṇa-Prabhoho ।
Brahmā’kṣhara-gurūṇām cha
kartavyā bhakti-bhāvataha ॥245॥
ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ ગુરુઓના જન્મમહોત્સવો ભક્તિભાવથી હંમેશાં ઉજવવા. (૨૪૫)
Bhagwān Swāminārāyaṇ tathā Akṣharbrahma guruonā janma-mahotsavo bhakti-bhāvthī hammeshā ujavavā. (245)
The birth festivals of Bhagwan Swaminarayan and the Aksharbrahman gurus should always be celebrated with devotion. (245)
Shlok 246
હરેર્ગુરોર્વિશિષ્ટાનાં પ્રસઙ્ગાનાં દિનેષુ ચ।
સત્સઙ્ગિભિર્યથાશક્તિ કાર્યાઃ પર્વોત્સવા જનૈઃ॥૨૪૬॥
Harer guror vishiṣhṭānām
prasangānām dineṣhu cha ।
Satsangibhir yathā-shakti
kāryāh parvotsavā janaihi ॥246॥
સત્સંગી જનોએ શ્રીહરિ તથા ગુરુના વિશિષ્ટ પ્રસંગોને દિવસે યથાશક્તિ પર્વોત્સવો કરવાં. (૨૪૬)
Satsangī janoe Shrīhari tathā gurunā vishiṣhṭa prasangone divase yathā-shakti parvotsavo karavā. (246)
According to their means, satsangis should celebrate festivals to commemorate the special days related to Shri Hari and the gurus. (246)
Shlok 247
સવાદ્યં કીર્તનં કાર્યં પર્વોત્સવેષુ ભક્તિતઃ।
મહિમ્નશ્ચ કથાવાર્તા કરણીયા વિશેષતઃ॥૨૪૭॥
Sa-vādyam kīrtanam kāryam
parvotsaveṣhu bhaktitaha ।
Mahimnash-cha kathā-vārtā
karaṇīyā visheṣhataha ॥247॥
પર્વોત્સવોને વિષે ભક્તિએ કરીને સવાદ્ય કીર્તન કરવું અને વિશેષ કરીને મહિમાની વાતો કરવી. (૨૪૭)
Parvotsavone viṣhe bhaktie karīne savādya kīrtan karavu ane visheṣh karīne mahimānī vāto karavī. (247)
During festivals, satsangis should devoutly sing kirtans to the accompaniment of instruments and especially discourse on the glory [of God and guru]. (247)
Shlok 248
ચૈત્રશુક્લનવમ્યાં હિ કાર્યં શ્રીરામપૂજનમ્।
કૃષ્ણાઽષ્ટમ્યાં તુ કર્તવ્યં શ્રાવણે કૃષ્ણપૂજનમ્॥૨૪૮॥
Chaitra-shukla-navamyām hi
kāryam Shrī-Rāma-pūjanam ।
Kṛiṣhṇā’ṣhṭamyām tu kartavyam
Shrāvaṇe Kṛiṣhṇa-pūjanam ॥248॥
ચૈત્ર સુદ નોમને દિવસે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું. શ્રાવણ વદ આઠમને દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. (૨૪૮)
Chaitra sud nomne divase Rāmchandra Bhagwānnu pūjan karavu. Shrāvaṇ vad āṭhamne divase Kṛuṣhṇa Bhagwānnu pūjan karavu. (248)
On the day of Chaitra sud 9, one should offer pujan to Ramchandra Bhagwan. On the day of Shravan vad 8, one should offer pujan to Krishna Bhagwan. (248)
Shlok 249
શિવરાત્રૌ હિ કર્તવ્યં પૂજનં શઙ્કરસ્ય ચ।
ગણેશં ભાદ્રશુક્લાયાં ચતુર્થ્યાં પૂજયેત્ તથા॥૨૪૯॥
Shiva-rātrau hi kartavyam
pūjanam Shankarasya cha ।
Gaṇesham Bhādra-shuklāyām
chaturthyām pūjayet tathā ॥249॥
શિવરાત્રિને વિષે શંકર ભગવાનનું પૂજન કરવું. ભાદરવા સુદ ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવું. (૨૪૯)
Shiva-rātrine viṣhe Shankar Bhagwānnu pūjan karavu. Bhādarvā sud chothne divase Gaṇpatinu pūjan karavu. (249)
On Shivratri, one should offer pujan to Shankar Bhagwan. On Bhadarva sud 4, one should offer pujan to Ganpati. (249)
Shlok 250
મારુતિમ્ આશ્વિને કૃષ્ણ-ચતુર્દશ્યાં હિ પૂજયેત્।
માર્ગે મન્દિરસંપ્રાપ્તૌ તદ્દેવં પ્રણમેદ્ હૃદા॥૨૫૦॥
Mārutim Āshvine kṛuṣhṇa-
chaturdashyām hi pūjayet ।
Mārge mandira-samprāptau
tad-devam praṇamed hṛadā ॥250॥
આસો વદ ચૌદશને દિવસ હનુમાનજીનું પૂજન કરવું. માર્ગે જતાં કોઈ મંદિર આવે તો તે દેવને ભાવથી પ્રણામ કરવા. (૨૫૦)
Āso vad chaudashne divas Hanumānjīnu pūjan karavu. Mārge jatā koī mandir āve to te devne bhāvthī praṇām karavā. (250)
On Aso vad 14, one should offer pujan to Hanumanji. One should devoutly bow to the deities of any mandir that one comes across. (250)
Shlok 251
વિષ્ણુશ્ચ શઙ્કરશ્ચૈવ પાર્વતી ચ ગજાનનઃ।
દિનકરશ્ચ પઞ્ચૈતા માન્યાઃ પૂજ્યા હિ દેવતાઃ॥૨૫૧॥
Viṣhṇush-cha Shankarash-chaiva
Pārvatī cha Gajānanaha ।
Dina-karash-cha panchaitā
mānyāh pūjyā hi devatāhā ॥251॥
વિષ્ણુ, શંકર, પાર્વતી, ગણપતિ તથા સૂર્ય એ પાંચ દેવતા પૂજ્યપણે માનવા. (૨૫૧)
Viṣhṇu, Shankar, Pārvatī, Gaṇpati tathā Sūrya e pānch devatā pūjyapaṇe mānavā. (251)
Vishnu, Shankar, Parvati, Ganpati and Surya – these five deities should be revered. (251)
Shlok 252
પરિરક્ષેદ્ દૃઢાં નિષ્ઠામ્ અક્ષરપુરુષોત્તમે।
તથાઽપિ નૈવ કર્તવ્યં દેવતાઽન્તરનિન્દનમ્॥૨૫૨॥
Pari-rakṣhed dṛaḍhām niṣhṭhām
Akṣhara-Puruṣhottame ।
Tathā’pi naiva kartavyam
devatā’ntara-nindanam ॥252॥
અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે દૃઢ નિષ્ઠા રાખવી. તેમ છતાં કોઈ પણ અન્ય દેવોની નિંદા ન કરવી. (૨૫૨)
Akṣhar-Puruṣhottam Mahārājne viṣhe dṛuḍh niṣhṭhā rākhavī. Tem chhatā koī paṇ anya devonī nindā na karavī. (252)
One should have firm conviction in Akshar-Purushottam Maharaj. However, one should not disrespect any other deity. (252)
Shlok 253
ધર્મા વા સંપ્રદાયા વા યેઽન્યે તદનુયાયિનઃ।
ન તે દ્વેષ્યા ન તે નિન્દ્યા આદર્તવ્યાશ્ચ સર્વદા॥૨૫૩॥
Dharmā vā sampradāyā vā
ye’nye tad-anuyāyinaha ।
Na te dveṣhyā na te nindyā
ādartavyāsh-cha sarvadā ॥253॥
અન્ય ધર્મો, સંપ્રદાયો કે તેમના અનુયાયીઓને વિષે દ્વેષ ન કરવો. તેમની નિંદા ન કરવી. તેમને સદા આદર આપવો. (૨૫૩)
Anya dharmo, sampradāyo ke temanā anuyāyīone viṣhe dveṣh na karavo. Temanī nindā na karavī. Temane sadā ādar āpavo. (253)
One should not have contempt for other religions, sampradāys or their followers. One should never criticize them and should always treat them with respect. (253)
Shlok 254
મન્દિરાણિ ચ શાસ્ત્રાણિ સન્તસ્તથા કદાચન।
ન નિન્દ્યાસ્તે હિ સત્કાર્યા યથાશક્તિ યથોચિતમ્॥૨૫૪॥
Mandirāṇi cha shāstrāṇi
santas-tathā kadāchana ।
Na nindyāste hi satkāryā
yathā-shakti yathochitam ॥254॥
મંદિરો, શાસ્ત્રો અને સંતોની ક્યારેય નિંદા ન કરવી. પોતાની શક્તિ પ્રમાણે તેમનો યથોચિત સત્કાર કરવો. (૨૫૪)
Mandiro, shāstro ane santonī kyārey nindā na karavī. Potānī shakti pramāṇe temano yathochit satkār karavo. (254)
One should never disrespect mandirs, shastras or sadhus. One should honour them appropriately according to one’s capacity. (254)
Shlok 255
સંયમનોપવાસાદિ યદ્યત્તપઃ સમાચરેત્।
પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ્॥૨૫૫॥
Sanyam-anopavāsādi
yad-yat-tapah samācharet ।
Prasādāya Hares-tat tu
bhaktyartham eva kevalam ॥255॥
સંયમ, ઉપવાસ ઇત્યાદિ જે જે તપનું આચરણ કરવું તે તો કેવળ ભગવાનને રાજી કરવા તથા ભક્તિ માટે જ કરવું. (૨૫૫)
Sanyam, upavās ityādi je je tapnu ācharaṇ karavu te to kevaḷ Bhagwānne rājī karavā tathā bhakti māṭe ja karavu. (255)
Whichever acts of self-control, fasts and other austerities are undertaken, they should be performed only as bhakti and with the intent to solely please Bhagwan. (255)
Shlok 256
એકાદશ્યા વ્રતં નિત્યં કર્તવ્યં પરમાદરાત્।
તદ્દિને નૈવ ભોક્તવ્યં નિષિદ્ધં વસ્તુ કર્હિચિત્॥૨૫૬॥
Ekādashyā vratam nityam
kartavyam param-ādarāt ।
Tad-dine naiva bhoktavyam
niṣhiddham vastu karhichit ॥256॥
એકાદશીનું વ્રત સદાય પરમ આદર થકી કરવું. તે દિવસે નિષિદ્ધ વસ્તુ ક્યારેય ન જમવી. (૨૫૬)
Ekādashīnu vrat sadāy param ādar thakī karavu. Te divase niṣhiddha vastu kyārey na jamavī. (256)
One should always observe the ekādashi fast with utmost reverence. On this day, prohibited items should never be consumed. (256)
Shlok 257
ઉપવાસે દિવાનિદ્રાં પ્રયત્નતઃ પરિત્યજેત્।
દિવસનિદ્રયા નશ્યેદ્ ઉપવાસાત્મકં તપઃ॥૨૫૭॥
Upavāse divā-nidrām
prayatnatah pari-tyajet ।
Divasa-nidrayā nashyed
upavāsātmakam tapaha ॥257॥
ઉપવાસને વિષે દિવસની નિદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. દિવસે લીધેલી નિદ્રાથી ઉપવાસરૂપી તપ નાશ પામે છે. (૨૫૭)
Upavāsne viṣhe divasnī nidrāno prayatna-pūrvak tyāg karavo. Divase līdhelī nidrāthī upavāsrūpī tap nāsh pāme chhe. (257)
While fasting, one should endeavor to give up sleep during daytime. Sleeping during daytime destroys the merits earned by the austerity of fasting. (257)
Shlok 258
સ્વામિનારાયણેનેહ સ્વયં યદ્ધિ પ્રસાદિતમ્।
ગુરુભિશ્ચાઽક્ષરબ્રહ્મ-સ્વરૂપૈર્યત્ પ્રસાદિતમ્॥૨૫૮॥
Swāminārāyaṇeneha
swayam yaddhi prasāditam ।
Gurubhish-chā’kṣhara-Brahma-
swarūpair yat prasāditam ॥258॥
ભગવાન સ્વામિનારાયણે પોતે જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુઓએ જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, તે સ્થાનોની યાત્રા કરવાની ઇચ્છા હોય તેણે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે કરવી. (૨૫૮-૨૫૯)
Bhagwān Swāminārāyaṇe pote je sthānone prasādībhūt karyā chhe, Akṣharbrahma-swarūp guruoe je sthānone prasādībhūt karyā chhe, te sthānonī yātrā karavānī ichchhā hoy teṇe potānī shakti ane ruchi pramāṇe karavī. (258-259)
If one desires to go on a pilgrimage to the places sanctified by Bhagwan Swaminarayan or the Aksharbrahman gurus, one should do so according to one’s means and preferences. (258–259)
Shlok 259
તેષાં સ્થાનવિશેષાણાં યાત્રાં કર્તું ય ઇચ્છતિ।
તદ્યાત્રાં સ જનઃ કુર્યાદ્ યથાશક્તિ યથારુચિ॥૨૫૯॥
Teṣhām sthāna-visheṣhāṇām
yātrām kartum ya ichchhati ।
Tad yātrām sa janah kuryād
yathā-shakti yathā-ruchi ॥259॥
ભગવાન સ્વામિનારાયણે પોતે જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુઓએ જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, તે સ્થાનોની યાત્રા કરવાની ઇચ્છા હોય તેણે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે કરવી. (૨૫૮-૨૫૯)
Bhagwān Swāminārāyaṇe pote je sthānone prasādībhūt karyā chhe, Akṣharbrahma-swarūp guruoe je sthānone prasādībhūt karyā chhe, te sthānonī yātrā karavānī ichchhā hoy teṇe potānī shakti ane ruchi pramāṇe karavī. (258-259)
If one desires to go on a pilgrimage to the places sanctified by Bhagwan Swaminarayan or the Aksharbrahman gurus, one should do so according to one’s means and preferences. (258–259)
Shlok 260
અયોધ્યાં મથુરાં કાશીં કેદારં બદરીં વ્રજેત્।
રામેશ્વરાદિ તીર્થં ચ યથાશક્તિ યથારુચિ॥૨૬૦॥
Ayodhyām Mathurām Kāshīm
Kedāram Badarīm vrajet ।
Rāmeshvarādi tīrtham cha
yathā-shakti yathā-ruchi ॥260॥
અયોધ્યા, મથુરા, કાશી, કેદારનાથ, બદરીનાથ તથા રામેશ્વર ઇત્યાદિ તીર્થોની યાત્રાએ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે જવું. (૨૬૦)
Ayodhyā, Mathurā, Kāshī, Kedārnāth, Badrīnāth tathā Rāmeshvar ityādi tīrthonī yātrāe potānī shakti ane ruchi pramāṇe javu. (260)
One may go on a pilgrimage to Ayodhya, Mathura, Kashi, Kedarnath, Badrinath, Rameshwar and other sacred places according to one’s means and preferences. (260)
Shlok 261
મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મન્દિરમાગતૈઃ।
નાર્યો નૈવ નરૈઃ સ્પૃશ્યા નારીભિશ્ચ નરાસ્તથા॥૨૬૧॥
Maryādā pālanīyaiva
sarvair mandiram āgataihi ।
Nāryo naiva naraih spṛushyā
nārībhish-cha narās-tathā ॥261॥
મંદિરમાં આવેલ સૌ કોઈએ મર્યાદાનું પાલન અવશ્ય કરવું. મંદિરને વિષે આવેલ પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. (૨૬૧)
Mandirmā āvel sau koīe maryādānu pālan avashya karavu. Mandirne viṣhe āvel puruṣhoe strīno sparsh na karavo tathā strīoe puruṣhno sparsh na karavo. (261)
After arriving at the mandir, all should certainly follow its disciplines. Males should not touch females and females should not touch males. (261)
Shlok 262
નિયમમનુસૃત્યૈવ સત્સઙ્ગસ્ય તુ મન્દિરે।
વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુમ્ભિશ્ચ સર્વદા॥૨૬૨॥
Niyamam anusṛutyaiva
satsangasya tu mandire ।
Vastrāṇi pari-dheyāni
strībhih pumbhish-cha sarvadā ॥262॥
સ્ત્રીઓ તથા પુરુષોએ હંમેશાં સત્સંગના નિયમ અનુસાર મંદિરને વિષે વસ્ત્રો પહેરવાં. (૨૬૨)
Strīo tathā puruṣhoe hammeshā satsangnā niyam anusār mandirne viṣhe vastro paheravā. (262)
At the mandir, males and females should always dress according to the norms of satsang. (262)
Shlok 263
ગચ્છેદ્ યદા દર્શનાર્થં ભક્તજનો હરેર્ગુરોઃ।
રિક્તેન પાણિના નૈવ ગચ્છેત્ તદા કદાચન॥૨૬૩॥
Gachchhed yadā darshanārtham
bhakta-jano Harer guroho ।
Riktena pāṇinā naiva gachchhet
tadā kadāchana ॥263॥
ભક્તજને ભગવાન કે ગુરુનાં દર્શને ક્યારેય ખાલી હાથે ન જવું. (૨૬૩)
Bhaktajane Bhagwān ke gurunā darshane kyārey khālī hāthe na javu. (263)
A devotee should never go empty-handed for the darshan of Bhagwan or the guru. (263)
Shlok 264
આદિત્યચન્દ્રયોર્ગ્રાહ-કાલે સત્સઙ્ગિભિઃ સમૈઃ।
પરિત્યજ્ય ક્રિયાઃ સર્વાઃ કર્તવ્યં ભજનં હરેઃ॥૨૬૪॥
Āditya-chandrayor grāha-
kāle satsangibhih samaihi ।
Pari-tyajya kriyāhā sarvāh
kartavyam bhajanam Harehe ॥264॥
સર્વે સત્સંગીઓએ સૂર્ય કે ચન્દ્રના ગ્રહણ કાળે સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું. તે સમયે નિદ્રા તથા ભોજનનો ત્યાગ કરીને એક સ્થળે બેસીને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ભગવત્કીર્તનાદિ કરવું. (૨૬૪-૨૬૫)
Sarve satsangīoe sūrya ke chandranā grahaṇ kāḷe sarva kriyāono tyāg karī Bhagwānnu bhajan karavu. Te samaye nidrā tathā bhojanno tyāg karīne ek sthaḷe besīne grahaṇ pūrṇa thāy tyā sudhī bhagwat-kīrtanādi karavu. (264-265)
During a solar or lunar eclipse, all satsangis should discontinue all activities and engage in Bhagwan’s bhajan. During that time, one should not sleep or eat, but sit in one place to sing kirtans dedicated to Bhagwan and undertake other forms of devotion until the eclipse is over. (264– 265)
Shlok 265
નિદ્રાં ચ ભોજનં ત્યક્ત્વા તદૈકત્રોપવિશ્ય ચ।
કર્તવ્યં ગ્રાહમુક્ત્યન્તં ભગવત્કીર્તનાદિકમ્॥૨૬૫॥
Nidrām cha bhojanam tyaktvā
tadaikatropavishya cha ।
Kartavyam grāha-muktyantam
Bhagavat-kīrtanādikam ॥265॥
સર્વે સત્સંગીઓએ સૂર્ય કે ચન્દ્રના ગ્રહણ કાળે સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું. તે સમયે નિદ્રા તથા ભોજનનો ત્યાગ કરીને એક સ્થળે બેસીને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ભગવત્કીર્તનાદિ કરવું. (૨૬૪-૨૬૫)
Sarve satsangīoe sūrya ke chandranā grahaṇ kāḷe sarva kriyāono tyāg karī Bhagwānnu bhajan karavu. Te samaye nidrā tathā bhojanno tyāg karīne ek sthaḷe besīne grahaṇ pūrṇa thāy tyā sudhī bhagwat-kīrtanādi karavu. (264-265)
During a solar or lunar eclipse, all satsangis should discontinue all activities and engage in Bhagwan’s bhajan. During that time, one should not sleep or eat, but sit in one place to sing kirtans dedicated to Bhagwan and undertake other forms of devotion until the eclipse is over. (264– 265)
Shlok 266
ગ્રાહમુક્તૌ સવસ્ત્રં હિ કાર્યં સ્નાનં સમૈર્જનૈઃ।
ત્યાગિભિશ્ચ હરિઃ પૂજ્યો દેયં દાનં ગૃહસ્થિતૈઃ॥૨૬૬॥
Grāha-muktau sa-vastram hi
kāryam snānam samair janaihi ।
Tyāgibhish-cha Harihi pūjyo
deyam dānam gṛuhasthitaihi ॥266॥
ગ્રહણની મુક્તિ થયે સર્વ જનોએ સવસ્ત્ર સ્નાન કરવું. ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી અને ગૃહસ્થોએ દાન કરવું. (૨૬૬)
Grahaṇnī mukti thaye sarva janoe savastra snān karavu. Tyāgīoe Bhagwānnī pūjā karavī ane gṛuhasthoe dān karavu. (266)
When the eclipse is over, all should bathe and soak the clothes they are wearing. Thereafter, renunciants should perform puja and householder devotees should give donations. (266)
Shlok 267
જન્મનો મરણસ્યાઽપિ વિધયઃ સૂતકાદયઃ।
સત્સઙ્ગરીતિમાશ્રિત્ય પાલ્યાઃ શ્રાદ્ધાદયસ્તથા॥૨૬૭॥
Janmano maraṇasyā’pi
vidhayah sūtakādayaha ।
Satsanga-rītim-āshritya
pālyāh shrāddhā-dayas-tathā ॥267॥
જન્મ-મરણની સૂતક તથા શ્રાદ્ધ વગેરે વિધિઓ સત્સંગની રીતને અનુસરી પાળવી. (૨૬૭)
Janma-maraṇnī sūtak tathā shrāddha vagere vidhio satsangnī rītne anusarī pāḷavī. (267)
One should perform rituals related to birth, death and shrāddh according to the Satsang tradition. (267)