Click here for revision notes
Shlok 51
સત્સઙ્ગિભિઃ પ્રબોદ્ધવ્યં પૂર્વં સૂર્યોદયાત્ સદા।
તતઃ સ્નાનાદિકં કૃત્વા ધર્તવ્યં શુદ્ધવસ્ત્રકમ્॥૫૧॥
Satsangibhih praboddhavyam
pūrvam sūryodayāt sadā ।
Tatah snānādikam kṛutvā
dhartavyam shuddha vastrakam ॥51॥
સત્સંગીઓએ સદા સૂર્ય ઊગ્યા પૂર્વે જાગવું. ત્યાર બાદ સ્નાનાદિક કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાં. (૫૧)
Satsangīoe sadā sūrya ūgyā pūrve jāgavu. Tyār bād snānādik karī shuddha vastro dhāraṇ karavā. (51)
Satsangis should always wake up before sunrise. After bathing and other morning routines, they should put on clean clothes. (51)
Shlok 52
પૂર્વસ્યામુત્તરસ્યાં વા દિશિ કૃત્વા મુખં તતઃ।
શુદ્ધાઽઽસનોપવિષ્ટઃ સન્ નિત્યપૂજાં સમાચરેત્॥૫૨॥
Pūrvasyām uttarasyām vā
dishi kṛutvā mukham tataha ।
Shuddhā’sanopaviṣhṭah san-
nitya-pūjām samācharet ॥52॥
ત્યાર બાદ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી, શુદ્ધ આસન ઉપર બેસી નિત્યપૂજા કરવી. (૫૨)
Tyār bād pūrva dishāmā athavā uttar dishāmā mukh rākhī, shuddha āsan upar besī nitya-pūjā karavī. (52)
Thereafter, one should sit on a clean āsan and perform personal daily puja facing east or north. (52)
Shlok 53
પ્રભુપૂજોપયુક્તેન ચન્દનેનોર્ધ્વપુણ્ડ્રકમ્।
ભાલે હિ તિલકં કુર્યાત્ કુઙ્કુમેન ચ ચન્દ્રકમ્॥૫૩॥
Prabhu-pūjopa-yuktena chandanenordhva puṇḍrakam ।
Bhāle hi tilakam kuryāt kumkumena cha chandrakam ॥53॥
સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં તથા ગુરુનું સ્મરણ કરતાં કરતાં ભાલને વિષે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને કુંકુમ વડે ચાંદલો કરવો તથા છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક-ચાંદલો કરવો. (૫૩-૫૪)
Swāminārāyaṇ mantrano jāp karatā tathā gurunu smaraṇ karatā karatā bhālne viṣhe Bhagwānnī pūjāthī prasādībhūt thayel chandan vaḍe ūrdhva-punḍra tilak karavu ane kumkum vaḍe chāndalo karavo tathā chhātī ane banne bhujāo par chandanthī tilak-chāndalo karavo. (53-54)
While chanting the Swaminarayan mantra and remembering the guru, apply a U-shaped tilak made from chandan that has been sanctified by having been offered to Bhagwan and a kumkum chandlo to the forehead. One should also apply a tilak-chandlo of chandan to the chest and both arms. (53–54)
Shlok 54
ઉરસિ હસ્તયોશ્ચન્દ્રં તિલકં ચન્દનેન ચ।
સ્વામિનારાયણં મન્ત્રં જપન્ કુર્યાદ્ ગુરું સ્મરન્॥૫૪॥
Urasi hastayosh-chandram
tilakam chandanena cha ।
Swāminārāyaṇam mantram
japan kuryād gurum smaran ॥54॥
સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં તથા ગુરુનું સ્મરણ કરતાં કરતાં ભાલને વિષે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને કુંકુમ વડે ચાંદલો કરવો તથા છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક-ચાંદલો કરવો. (૫૩-૫૪)
Swāminārāyaṇ mantrano jāp karatā tathā gurunu smaraṇ karatā karatā bhālne viṣhe Bhagwānnī pūjāthī prasādībhūt thayel chandan vaḍe ūrdhva-punḍra tilak karavu ane kumkum vaḍe chāndalo karavo tathā chhātī ane banne bhujāo par chandanthī tilak-chāndalo karavo. (53-54)
While chanting the Swaminarayan mantra and remembering the guru, apply a U-shaped tilak made from chandan that has been sanctified by having been offered to Bhagwan and a kumkum chandlo to the forehead. One should also apply a tilak-chandlo of chandan to the chest and both arms. (53–54)
Shlok 55
કેવલં ચન્દ્રકઃ સ્ત્રીભિઃ કર્તવ્યસ્તિલકં નહિ।
કુઙ્કુમદ્રવ્યતો ભાલે સ્મરન્તીભિર્હરિં ગુરુમ્॥૫૫॥
Kevalam chandrakah strībhih
kartavyas-tilakam na hi ।
Kumkuma dravyato bhāle
smarantībhir harim gurum ॥55॥
સ્ત્રીઓએ ભગવાન તથા ગુરુનું સ્મરણ કરતાં ભાલને વિષે કેવળ કુંકુમનો ચાંદલો કરવો. તિલક ન કરવું. (૫૫)
Strīoe Bhagwān tathā gurunu smaraṇ karatā bhālne viṣhe kevaḷ kumkumno chāndalo karavo. Tilak na karavu. (55)
While remembering Bhagwan and the guru, women should imprint only a kumkum chandlo to their foreheads. They should not apply a tilak. (55)
Shlok 56
તતઃ પૂજાઽધિકારાય ભક્તઃ સત્સઙ્ગમાશ્રિતઃ।
કુર્યાદાત્મવિચારં ચ પ્રતાપં ચિન્તયન્ હરેઃ॥૫૬॥
Tatah pūjā’dhikārāya
bhaktah satsangam āshritaha ।
Kuryād ātma-vichāram cha
pratāpam chintayan harehe ॥56॥
ત્યાર બાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ’ એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. પોતાના આત્માને વિષે અક્ષરબ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ, એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી. (પ૬-૫૮)
Tyār bād satsangne āshrit bhakte pūjānā adhikār māṭe Bhagwānnā pratāpnu chintavan karatā karatā ātma-vichār karavo. Prasanna chitte ane bhakti-bhāv-pūrvak ‘Akṣharam aham Puruṣhottama-dāsosmi’ e pavitra mantranu uchchāraṇ karavu. Potānā ātmāne viṣhe Akṣharbrahmanī vibhāvanā karavī ane shānt thaī, ekāgra chitte mānasī pūjā karavī. (56-58)
Thereafter, to gain the privilege to perform puja, a devotee who has taken the refuge of satsang should meditate on their ātmā while contemplating upon the glory of Bhagwan. The sacred mantra ‘Aksharam-aham Purushottam-dāso’smi’ should be recited with joy and devotion. One should identify one’s ātmā with Aksharbrahman and perform mānsi puja with a calm and focused mind. (56–58)
Shlok 57
અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્નચેતસા।
પુરુષોત્તમદાસોઽસ્મિ મન્ત્રમેતં વદેચ્છુચિમ્॥૫૭॥
Akṣharam-aham ityevam
bhaktyā prasanna chetasā ।
Puruṣhottama dāso’smi
mantram etam vadech-chhuchim ॥57॥
ત્યાર બાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ’ એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. પોતાના આત્માને વિષે અક્ષરબ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ, એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી. (પ૬-૫૮)
Tyār bād satsangne āshrit bhakte pūjānā adhikār māṭe Bhagwānnā pratāpnu chintavan karatā karatā ātma-vichār karavo. Prasanna chitte ane bhakti-bhāv-pūrvak ‘Akṣharam aham Puruṣhottama-dāsosmi’ e pavitra mantranu uchchāraṇ karavu. Potānā ātmāne viṣhe Akṣharbrahmanī vibhāvanā karavī ane shānt thaī, ekāgra chitte mānasī pūjā karavī. (56-58)
Thereafter, to gain the privilege to perform puja, a devotee who has taken the refuge of satsang should meditate on their ātmā while contemplating upon the glory of Bhagwan. The sacred mantra ‘Aksharam-aham Purushottam-dāso’smi’ should be recited with joy and devotion. One should identify one’s ātmā with Aksharbrahman and perform mānsi puja with a calm and focused mind. (56–58)
Shlok 58
અક્ષરબ્રહ્મરૂપત્વં સ્વસ્યાઽઽત્મનિ વિભાવયેત્।
કુર્યાચ્ચ માનસીં પૂજાં શાન્ત એકાગ્રચેતસા॥૫૮॥
Akṣharabrahma rūpatvam
svasyā’tmani vibhāvayet ।
Kuryāch-cha mānasīm pūjām
shānta ekāgra chetasā ॥58॥
ત્યાર બાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ’† એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. પોતાના આત્માને વિષે અક્ષરબ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ, એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી. (પ૬-૫૮)
†મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે: અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું.
Tyār bād satsangne āshrit bhakte pūjānā adhikār māṭe Bhagwānnā pratāpnu chintavan karatā karatā ātma-vichār karavo. Prasanna chitte ane bhakti-bhāv-pūrvak ‘Akṣharam aham Puruṣhottama-dāsosmi’† e pavitra mantranu uchchāraṇ karavu. Potānā ātmāne viṣhe Akṣharbrahmanī vibhāvanā karavī ane shānt thaī, ekāgra chitte mānasī pūjā karavī. (56-58)
†Mantra upar lakhyā pramāṇe ja bolavo. Mantrano tātparyārth ā pramāṇe chhe: Akṣhar evo hu Puruṣhottamno dās chhu.
Thereafter, to gain the privilege to perform puja, a devotee who has taken the refuge of satsang should meditate on their ātmā while contemplating upon the glory of Bhagwan. The sacred mantra ‘Aksharam-aham Purushottam-dāso’smi’9 should be recited with joy and devotion. One should identify one’s ātmā with Aksharbrahman and perform mānsi puja with a calm and focused mind. (56–58)
Shlok 59
હરિર્બ્રહ્મગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકૌ।
તયોરેવ હિ કર્તવ્યં ધ્યાનં માનસપૂજનમ્॥૫૯॥
Harir Brahma-gurush-chaiva
bhavato mokṣha-dāyakau ।
Tayor eva hi kartavyam
dhyānam mānasa-pūjanam ॥59॥
ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુ જ મોક્ષદાતા છે. તેમનાં જ ધ્યાન તથા માનસી પૂજા કરવાં. (૫૯)
Bhagwān ane brahmaswarūp guru ja mokṣha-dātā chhe. Temanā ja dhyān tathā mānasī pūjā karavā. (59)
Only Bhagwan and the Brahmaswarup guru can bestow moksha. Therefore, one should only meditate upon them and perform their mānsi puja. (59)
Shlok 60
સ્થાપયેચ્ચિત્રમૂર્તીશ્ચ શુચિવસ્ત્રોપરિ તતઃ।
દર્શનં સ્યાદ્ યથા સમ્યક્ તથા હિ ભક્તિભાવતઃ॥૬૦॥
Sthāpayech-chitra-mūrtīsh-cha
shuchi vastropari tataha ।
Darshanam syād yathā samyak
tathā hi bhakti-bhāvataha ॥60॥
ત્યાર બાદ પવિત્ર વસ્ત્ર ઉપર ચિત્રપ્રતિમાઓનું સારી રીતે દર્શન થાય તેમ ભક્તિભાવપૂર્વક સ્થાપન કરવું. (૬૦)
Tyār bād pavitra vastra upar chitra-pratimāonu sārī rīte darshan thāy tem bhakti-bhāv-pūrvak sthāpan karavu. (60)
Thereafter, devoutly place the pictorial murtis on a clean cloth in a way that one can easily do their darshan. (60)
Shlok 61
મધ્યે તુ સ્થાપયેત્તત્ર હ્યક્ષરપુરુષોત્તમૌ।
સ્વામિનં હિ ગુણાતીતં મહારાજં ચ તત્પરમ્॥૬૧॥
Madhye tu sthāpayet tatra
hyakṣhara-Puruṣhottamau ।
Swāminam hi Guṇātītam
Mahārājam cha tat param ॥61॥
તેમાં મધ્યમાં અક્ષર તથા પુરુષોત્તમની મૂર્તિ પધરાવવી એટલે કે ગુણાતીતાનંદ સ્વામી તથા તેમનાથી પર એવા મહારાજને પધરાવવા. (૬૧)
Temā madhyamā Akṣhar tathā Puruṣhottamnī mūrti padharāvavī eṭale ke Guṇātītānand Swāmī tathā temanāthī par evā Mahārājne padharāvavā. (61)
In the center, one should arrange the murtis of Akshar and Purushottam, that is, Gunatitanand Swami and the one who transcends him, [Shriji] Maharaj. (61)
Shlok 62
પ્રમુખસ્વામિપર્યન્તં પ્રત્યેકગુરુમૂર્તયઃ।
પ્રસ્થાપ્યાઃ સેવિતાનાં ચ પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયમ્॥૬૨॥
Pramukha-Swāmi-paryantam
pratyeka-guru-mūrtayaha ।
Prasthāpyāh sevitānām cha
pratyakṣham mūrtayah svayam ॥62॥
ત્યાર બાદ પ્રમુખસ્વામી મહારાજ પર્યંત પ્રત્યેક ગુરુઓની મૂર્તિઓ પધરાવવી તથા પોતે પ્રત્યક્ષ સેવ્યા હોય તે ગુરુઓની મૂર્તિઓ પધરાવવી. (૬૨)
Tyār bād Pramukh Swāmī Mahārāj paryant pratyek guruonī mūrtio padharāvavī tathā pote pratyakṣh sevyā hoya te guruonī mūrtio padharāvavī. (62)
One should then place the murtis of each guru up to Pramukh Swami Maharaj and the murtis of the gurus whom one has personally served. (62)
Shlok 63
આહ્વાનશ્લોકમુચ્ચાર્ય હરિં ચ ગુરુમાહ્વયેત્।
હસ્તૌ બદ્ધ્વા નમસ્કારં કુર્યાદ્ધિ દાસભાવતઃ॥૬૩॥
Āhvāna-Shlokm uchchārya
Harim cha gurum āhvayet ।
Hastau baddhvā namaskāram
kuryāddhi dāsa-bhāvataha ॥63॥
ત્યાર બાદ આહ્વાન શ્લોક બોલીને મહારાજ તથા ગુરુઓનું આહ્વાન કરવું. બે હાથ જોડી દાસભાવે નમસ્કાર કરવા. (૬૩)
Tyār bād āhvān shlok bolīne Mahārāj tathā Guruonu āhvān karavu. Be hāth joḍī dāsbhāve namaskār karavā. (63)
Thereafter, one should invite [Shriji] Maharaj and the gurus by reciting the Ahvan Mantra.10 One should bow with folded hands and with dāsbhāv. (63)
10. The Ahvan Mantra is a verse recited to invite Bhagwan into one’s puja.
Shlok 64
આહ્વાનમન્ત્રશ્ચૈવંવિધઃ
ઉત્તિષ્ઠ સહજાનન્દ શ્રીહરે પુરુષોત્તમ।
ગુણાતીતાઽક્ષર બ્રહ્મન્નુત્તિષ્ઠ કૃપયા ગુરો॥૬૪॥
Āhvāna-mantrash-chaivam vidhaha:
Uttiṣhṭha Sahajānanda
Shrī-Hare Puruṣhottama ।
Guṇātītā’kṣhara Brahmann-
uttiṣhṭha kṛupayā guro ॥64॥
આહ્વાન મંત્ર આ પ્રમાણે છે:
ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।
ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો॥
આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।
સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥ (૬૪-૬૫)
Āhvān mantra ā pramāṇe chhe:
Uttiṣhṭha Sahajānanda Shrī-Hare Puruṣhottama ।
Guṇātītākṣhara brahmann-uttiṣhṭha kṛupayā guro ॥
Āgamyatām hi pūjārtham āgamyatām mad-ātmatah ।
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama ॥ (64-65)
The Ahvan Mantra is as follows:
Uttishtha Sahajānanda Shri-Hare Purushottama;
Gunātitā’kshara brahmann-uttishtha krupayā guro.
Āgamyatām hi pujārtham āgamyatām mad-ātmataha;
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama. (64–65)
Shlok 65
આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।
સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥૬૫॥
Āgamyatām hi pūjārtham āgamyatām mad-ātmataha ।
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama ॥65॥
આહ્વાન મંત્ર આ પ્રમાણે છે:
ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।
ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો॥
આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।
સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥† (૬૪-૬૫)
†મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે: હે સહજાનંદ શ્રીહરિ! હે પુરુષોત્તમ! કૃપા કરીને ઉઠો. હે અક્ષરબ્રહ્મ ગુણાતીત ગુરુ! કૃપા કરીને ઉઠો. મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્મામાંથી પધારો. આપના દિવ્ય સાંનિધ્ય અને દર્શનથી મારું સૌભાગ્ય વધે છે.
Āhvān mantra ā pramāṇe chhe:
Uttiṣhṭha Sahajānanda Shrī-Hare Puruṣhottama ।
Guṇātītākṣhara brahmann-uttiṣhṭha kṛupayā guro ॥
Āgamyatām hi pūjārtham āgamyatām mad-ātmatah ।
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama ॥ (64-65)
The Ahvan Mantra is as follows:
Uttishtha Sahajānanda Shri-Hare Purushottama;
Gunātitā’kshara brahmann-uttishtha krupayā guro.
Āgamyatām hi pujārtham āgamyatām mad-ātmataha;
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama.11 (64–65)
11. This mantra should be recited as written. The meaning of this mantra is as follows: “O Sahajanand Shri Hari! O Purushottam! O Aksharbrahman Gunatit gurus! Please shower compassion [upon me] and awaken. Please come forth from my ātmā, to accept my puja. I become more blessed due to your divine presence and darshan.”
Shlok 66
માલામાવર્તયેદ્ મન્ત્રં સ્વામિનારાયણં જપન્।
મહિમ્ના દર્શનં કુર્વન્ મૂર્તીનાં સ્થિરચેતસા॥૬૬॥
Mālām āvartayed mantram
Swāminārāyaṇam japan ।
Mahimnā darshanam kurvan
mūrtīnām sthira-chetasā ॥66॥
ત્યાર બાદ સ્થિર ચિત્તે તથા મહિમા સાથે મૂર્તિઓનાં દર્શન કરતાં કરતાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં માળા ફેરવવી. ત્યાર બાદ એક પગે ઊભા રહી, હાથ ઊંચા રાખી મૂર્તિઓનાં દર્શન કરતાં તપની માળા ફેરવવી. (૬૬-૬૭)
Tyār bād sthir chitte tathā mahimā sāthe mūrtionā darshan karatā karatā Swāminārāyaṇ mantrano jāp karatā māḷā feravavī. Tyār bād ek page ūbhā rahī, hāth ūnchā rākhī mūrtionā darshan karatā tapnī māḷā feravavī. (66-67)
Thereafter, with mahimā and a steady mind, one should perform mālā while chanting the Swaminarayan mantra and having darshan of the murtis. Afterwards, while continuing to do darshan of the murtis, one should stand on one leg with arms raised and perform tapni mālā. (66–67)
Shlok 67
એકપાદોત્થિતો ભૂત્વા માલામ્ આવર્તયેત્ તતઃ।
તપસ ઊર્ધ્વહસ્તઃ સન્ કુર્વાણો મૂર્તિદર્શનમ્॥૬૭॥
Eka-pādotthito bhūtvā
mālām āvartayet tataha ।
Tapasa ūrdhva-hastah san
kurvāṇo mūrti-darshanam ॥67॥
ત્યાર બાદ સ્થિર ચિત્તે તથા મહિમા સાથે મૂર્તિઓનાં દર્શન કરતાં કરતાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં માળા ફેરવવી. ત્યાર બાદ એક પગે ઊભા રહી, હાથ ઊંચા રાખી મૂર્તિઓનાં દર્શન કરતાં તપની માળા ફેરવવી. (૬૬-૬૭)
Tyār bād sthir chitte tathā mahimā sāthe mūrtionā darshan karatā karatā Swāminārāyaṇ mantrano jāp karatā māḷā feravavī. Tyār bād ek page ūbhā rahī, hāth ūnchā rākhī mūrtionā darshan karatā tapnī māḷā feravavī. (66-67)
Thereafter, with mahimā and a steady mind, one should perform mālā while chanting the Swaminarayan mantra and having darshan of the murtis. Afterwards, while continuing to do darshan of the murtis, one should stand on one leg with arms raised and perform tapni mālā. (66–67)
Shlok 68
તતઃ સંચિન્તયન્ કુર્યાદ્ અક્ષરપુરુષોત્તમમ્।
વ્યાપકં સર્વકેન્દ્રં ચ પ્રતિમાનાં પ્રદક્ષિણાઃ॥૬૮॥
Tatah sanchintayan kuryād
Akṣhara-Puruṣhottamam ।
Vyāpakam sarva kendram cha
pratimānām pradakṣhiṇāhā ॥68॥
ત્યાર બાદ સર્વના કેન્દ્ર સમાન અને વ્યાપક એવા અક્ષરપુરુષોત્તમ મહારાજને સંભારતાં પ્રતિમાઓની પ્રદક્ષિણા કરવી. (૬૮)
Tyār bād sarvanā kendra samān ane vyāpak evā Akṣhar-Puruṣhottam Mahārājne sambhāratā pratimāonī pradakṣhiṇā karavī. (68)
One should then perform pradakshinās of the murtis while contemplating upon Akshar- Purushottam Maharaj, who is pervasive and the focus of all. (68)
Shlok 69
સાષ્ટાઙ્ગા દણ્ડવત્ કાર્યાઃ પ્રણામાઃ પુરુષૈસ્તતઃ।
નારીભિસ્તૂપવિશ્યૈવ પઞ્ચાઙ્ગા દાસભાવતઃ॥૬૯॥
Sāṣhṭāngā daṇḍavat kāryāh
praṇāmāh puruṣhais-tatah ।
Nārībhis-tūpavishyaiva
panchāngā dāsa-bhāvataha ॥69॥
ત્યાર બાદ દાસભાવે પુરુષોએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા અને સ્ત્રીઓએ બેસીને પંચાંગ પ્રણામ કરવા. (૬૯)
Tyār bād dāsbhāve puruṣhoe sāṣhṭāng danḍavat praṇām karavā ane strīoe besīne panchāng praṇām karavā. (69)
Thereafter, with dāsbhāv, males should perform sāshtāng dandvat pranāms and females should sit and offer panchāng pranāms. (69)
Shlok 70
પ્રણામો દણ્ડવચ્ચૈકઃ ક્ષમાયાચનપૂર્વકમ્।
ભક્તદ્રોહનિવારાર્થં કાર્યોઽધિકો હિ પ્રત્યહમ્॥૭૦॥
Praṇāmo daṇḍavach-chaikah
kṣhamā-yāchana-pūrvakam ।
Bhakta-droha-nivārārtham
kāryo’dhiko hi pratyaham ॥70॥
કોઈ ભક્તનો દ્રોહ થયો હોય તેના નિવારણને અર્થે ક્ષમાયાચનાપૂર્વક પ્રતિદિન એક દંડવત્ પ્રણામ અધિક કરવો. (૭૦)
Koī bhaktano droh thayo hoy tenā nivāraṇne arthe kṣhamā-yāchanā-pūrvak pratidin ek danḍavat praṇām adhik karavo. (70)
One should perform an additional dandvat pranām every day to seek forgiveness for hurting or harboring ill-will towards another devotee. (70)
Shlok 71
દિવ્યભાવેન ભક્ત્યા ચ તદનુ પ્રાર્થયેજ્જપન્।
સ્વામિનારાયણં મન્ત્રં શુભસઙ્કલ્પપૂર્તયે॥૭૧॥
Divya-bhāvena bhaktyā cha
tad-anu prārthayej-japan ।
Swāminārāyaṇam mantram
shubha-sankalpa-pūrtaye ॥71॥
ત્યાર બાદ સ્વામિનારાયણ મંત્રનો જપ કરતાં શુભ સંકલ્પોની પૂર્તિ માટે દિવ્યભાવ અને ભક્તિએ સહિત પ્રાર્થના (ધૂન) કરવી. (૭૧)
Tyār bād Swāminārāyaṇ mantrano jap karatā shubh sankalponī pūrti māṭe divyabhāv ane bhaktie sahit prārthanā (dhūn) karavī. (71)
Then, to fulfil one’s noble wishes, one should pray with divyabhāv and devotion while chanting the Swaminarayan mantra (dhun). (71)
Shlok 72
ભક્તિતઃ પૂજયિત્વૈવમ્ અક્ષરપુરુષોત્તમમ્।
પુનરાગમમન્ત્રેણ પ્રસ્થાપયેન્નિજાત્મનિ॥૭૨॥
Bhaktitah pūjayitvaivam
Akṣhara-Puruṣhottamam ।
Punar-āgama-mantreṇa
prasthāpayen-nijātmani ॥72॥
આ રીતે ભક્તિભાવે પૂજા કરીને પુનરાગમન મંત્રથી અક્ષરપુરુષોત્તમ મહારાજને પોતાના આત્માને વિષે પધરાવવા. (૭૨)
Ā rīte bhakti-bhāve pūjā karīne punarāgaman mantrathī Akṣhar-Puruṣhottam Mahārājne potānā ātmāne viṣhe padharāvavā. (72)
After devoutly performing puja in this way, one should re-install Akshar-Purushottam Maharaj within one’s ātmā by reciting the Punaragaman Mantra.12 (72)
12. ‘Punaragaman Mantra’ refers to the verse recited to conclude one’s puja.
Shlok 73
પુનરાગમનમન્ત્રશ્ચૈવંવિધઃ
ભક્ત્યૈવ દિવ્યભાવેન પૂજા તે સમનુષ્ઠિતા।
ગચ્છાઽથ ત્વં મદાત્માનમ્ અક્ષરપુરુષોત્તમ॥૭૩॥
Punar-āgamana-mantrash-chaivam vidhaha:
Bhaktyaiva divya-bhāvena
pūjā te samanuṣhṭhitā ।
Gachchhā’tha tvam mad-ātmānam
Akṣhara-Puruṣhottama ॥73॥
પુનરાગમન મંત્ર આ પ્રમાણે છે:
ભક્ત્યૈવ દિવ્યભાવેન પૂજા તે સમનુષ્ઠિતા।
ગચ્છાથ ત્વં મદાત્માનમ્ અક્ષરપુરુષોત્તમ॥† (૭૩)
†મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે: હે અક્ષરબ્રહ્મ સહિત બિરાજમાન પુરુષોત્તમ નારાયણ! આપની પૂજા ભક્તિભાવથી અને દિવ્યભાવથી જ મેં સંપન્ન કરી છે. હવે આપ મારા આત્માને વિષે વિરાજિત થાઓ.
Punarāgaman mantra ā pramāṇe chhe:
Bhaktyaiva divy-abhāvena pūjā te sam-anuṣhṭhitā ।
Gachchhātha tvam madātmānam Akṣhara-Puruṣhottama ॥† (73)
†Mantra upar lakhyā pramāṇe ja bolavo. Mantrano tātparyārth ā pramāṇe chhe: He Akṣharbrahma sahit birājmān Puruṣhottam Nārāyaṇ! Āpanī pūjā bhakti-bhāvthī ane divya-bhāvthī ja me sampanna karī chhe. Have āp mārā ātmāne viṣhe virājit thāo.
The Punaragaman Mantra is as follows:
Bhaktyaiva divya-bhāvena pujā te sam-anushthitā,
Gachchhā’tha tvam mad-ātmānam Akshara-Purushottama.13 (73)
13. This mantra should be recited as written. The meaning of this mantra is as follows: “O Purushottam Narayan together with Aksharbrahman! I have performed your puja with devotion and divyabhāv. Now, please reside within my ātmā.”
Shlok 74
તતઃ સત્સઙ્ગદાર્ઢ્યાય શાસ્ત્રં પઠ્યં ચ પ્રત્યહમ્।
આદેશાશ્ચોપદેશાશ્ચ યત્ર સન્તિ હરેર્ગુરોઃ॥૭૪॥
Tatah satsanga-dārḍhyāya
shāstram paṭhyam cha pratyaham ।
Ādeshāsh-chopadeshāsh-cha
yatra santi Harer guroho ॥74॥
ત્યાર બાદ સત્સંગની દૃઢતા માટે જેમાં શ્રીહરિ તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રનું રોજ વાંચન કરવું. (૭૪)
Tyār bād satsangnī dṛuḍhatā māṭe jemā Shrīhari tathā gurunā updesho ane ādesho samāyā hoya tevā shāstranu roj vānchan karavu. (74)
To strengthen one’s satsang, one should then daily read shastras that encompass the teachings and instructions of Shri Hari and the gurus. (74)
Shlok 75
તદનુ પ્રણમેદ્ ભક્તાન્ આદરાન્નમ્રભાવતઃ।
એવં પૂજાં સમાપ્યૈવ કુર્યાત્ સ્વવ્યાવહારિકમ્॥૭૫॥
Tad-anu praṇamed bhaktān
ādarān-namra-bhāvatah ।
Evam pūjām samāpyaiva kuryāt
sva-vyāvahārikam ॥75॥
ત્યાર બાદ આદર અને નમ્રભાવે ભક્તોને પ્રણામ કરવા. આ રીતે પૂજા કરીને પછી જ પોતાના વ્યવહારનું કાર્ય કરવું. (૭૫)
Tyār bād ādar ane namrabhāve bhaktone praṇām karavā. Ā rīte pūjā karīne pachhī ja potānā vyavahārnu kārya karavu. (75)
Thereafter, one should bow to devotees with reverence and humility. Only after performing puja in this way should one engage in one’s daily activities. (75)
Shlok 76
ભોજ્યં નૈવ ન પેયં વા વિના પૂજાં જલાદિકમ્।
પ્રવાસગમને ચાઽપિ પૂજાં નૈવ પરિત્યજેત્॥૭૬॥
Bhojyam naiva na peyam vā
vinā pūjām jalādikam ।
Pravāsa-gamane chā’pi
pūjām naiva pari-tyajet ॥76॥
પૂજા કર્યા વિના જમવું નહીં ને પાણી વગેરે પણ ન પીવું. પ્રવાસે ગયા હોઈએ તો પણ પૂજાનો ત્યાગ ન કરવો. (૭૬)
Pūjā karyā vinā jamavu nahī ne pāṇī vagere paṇ na pīvu. Pravāse gayā hoīe to paṇ pūjāno tyāg na karavo. (76)
One should not eat food or even drink water or other liquids without performing puja. One should not give up one’s puja even during outings. (76)
Shlok 77
વાર્ધક્યેન ચ રોગાદ્યૈરન્યાઽઽપદ્ધેતુના તથા।
પૂજાર્થમ્ અસમર્થશ્ચેત્ તદાઽન્યૈઃ કારયેત્ સ તામ્॥૭૭॥
Vārdhakyena cha rogādyair
anyā’paddhetunā tathā ।
Pūjārtham asamarthash-chet
tadā’nyaih kārayet sa tām ॥77॥
વૃદ્ધાવસ્થા, રોગાદિ તથા અન્ય આપત્તિને લીધે પોતે પૂજા કરવા અસમર્થ હોય તેણે અન્ય પાસે તે પૂજા કરાવવી. (૭૭)
Vṛuddhāvasthā, rogādi tathā anya āpattine līdhe pote pūjā karavā asamarth hoy teṇe anya pāse te pūjā karāvavī. (77)
If one is incapable of doing puja because of old age, illness or other difficulties, one should have one’s puja performed by another. (77)
Shlok 78
સ્વીયપૂજા સ્વતન્ત્રા તુ સર્વૈ રક્ષ્યા ગૃહે પૃથક્।
જન્મનો દિવસાદેવ પૂજા ગ્રાહ્યા સ્વસંતતેઃ॥૭૮॥
Svīyapūjā svatantrā tu
sarvai rakṣhyā gṛuhe pṛuthak ।
Janmano divasād eva
pūjā grāhyā sva-santatehe ॥78॥
ઘરમાં પ્રત્યેક સત્સંગીએ પોતાની સ્વતંત્ર પૂજા રાખવી. વળી પુત્ર કે પુત્રીનો જન્મ થાય તે દિવસથી જ સંતાન માટે પૂજા લઈ લેવી. (૭૮)
Gharmā pratyek satsangīe potānī swatantra pūjā rākhavī. Vaḷī putra ke putrīno janma thāy te divasathī ja santān māṭe pūjā laī levī. (78)
Every satsangi in a household should keep their own separate puja. Moreover, one should acquire a puja for a child on the same day that he or she is born. (78)
Shlok 79
ભક્તિપ્રાર્થનસત્સઙ્ગહેતુના પ્રતિવાસરમ્।
સુન્દરં મન્દિરં સ્થાપ્યં સર્વૈઃ સત્સઙ્ગિભિર્ગૃહે॥૭૯॥
Bhakti-prārthana-satsanga-
hetunā prati-vāsaram ।
Sundaram mandiram sthāpyam
sarvaih satsangibhir gṛuhe ॥79॥
નિત્ય પ્રત્યે ભક્તિ, પ્રાર્થના તથા સત્સંગ માટે સર્વે સત્સંગીઓએ ઘરમાં સુંદર મંદિર સ્થાપવું. તેમાં ભક્તિભાવે વિધિવત્ અક્ષર-પુરુષોત્તમ તથા પરંપરામાં આવેલ ગુણાતીત ગુરુઓ પધરાવવા. (૭૯-૮૦)
Nitya pratye bhakti, prārthanā tathā satsang māṭe sarve satsangīoe gharmā sundar mandir sthāpavu. Temā bhakti-bhāve vidhivat Akṣhar-Puruṣhottam tathā paramparāmā āvel guṇātīt guruo padharāvavā. (79-80)
All satsangis should place a beautiful mandir within their homes where they can daily offer devotion, pray and practice satsang. Within the mandir, one should devoutly and ceremonially consecrate the murtis of Akshar-Purushottam and the Gunatit gurus of the tradition. (79–80)
Shlok 80
પ્રસ્થાપ્યૌ વિધિવત્ તસ્મિન્નક્ષરપુરુષોત્તમૌ।
ગુરવશ્ચ ગુણાતીતા ભક્ત્યા પરમ્પરાગતાઃ॥૮૦॥
Prasthāpyau vidhivat tasminn-
Akṣhara-Puruṣhottamau ।
Guravash-cha Guṇātītā
bhaktyā paramparā-gatāhā ॥80॥
નિત્ય પ્રત્યે ભક્તિ, પ્રાર્થના તથા સત્સંગ માટે સર્વે સત્સંગીઓએ ઘરમાં સુંદર મંદિર સ્થાપવું. તેમાં ભક્તિભાવે વિધિવત્ અક્ષર-પુરુષોત્તમ તથા પરંપરામાં આવેલ ગુણાતીત ગુરુઓ પધરાવવા. (૭૯-૮૦)
Nitya pratye bhakti, prārthanā tathā satsang māṭe sarve satsangīoe gharmā sundar mandir sthāpavu. Temā bhakti-bhāve vidhivat Akṣhar-Puruṣhottam tathā paramparāmā āvel guṇātīt guruo padharāvavā. (79-80)
All satsangis should place a beautiful mandir within their homes where they can daily offer devotion, pray and practice satsang. Within the mandir, one should devoutly and ceremonially consecrate the murtis of Akshar-Purushottam and the Gunatit gurus of the tradition. (79–80)
Shlok 81
પ્રાતઃ પ્રતિદિનં સાયં સર્વૈઃ સત્સઙ્ગિભિર્જનૈઃ।
આરાર્તિક્યં વિધાતવ્યં સસ્તુતિ ગૃહમન્દિરે॥૮૧॥
Prātah prati-dinam sāyam
sarvaih satsangibhir janaihi ।
Ārārtikyam vidhātavyam
sa-stuti gṛuha-mandire ॥81॥
સર્વે સત્સંગી જનોએ પ્રાતઃકાળે તથા સાંજે ઘરમંદિરમાં પ્રતિદિન આરતી કરવી ને સાથે સ્તુતિનું ગાન કરવું. (૮૧)
Sarve satsangī janoe prātahkāḷe tathā sānje ghar-mandirmā pratidin ārtī karavī ne sāthe stutinu gān karavu. (81)
Every morning and evening, all satsangis should perform the ārti and sing the stuti before the ghar mandir. (81)
Shlok 82
ઉચ્ચૈઃ સ્વરૈર્જય સ્વામિ-નારાયણેતિ ભક્તિતઃ।
સતાલિવાદનં ગેયં સ્થિરેણ ચેતસા તદા॥૮૨॥
Uchchaih swarair Jaya Swāmi-
nārāyaṇeti bhaktitaha ।
Sa-tāli-vādanam geyam
sthireṇa chetasā tadā ॥82॥
આરતી સમયે ચિત્તને સ્થિર કરી ભક્તિએ સહિત, તાલી વગાડતાં અને ઉચ્ચ સ્વરે ‘જય સ્વામિનારાયણ જય અક્ષરપુરુષોત્તમ...’ એમ આરતીનું ગાન કરવું. (૮૨)
Ārtī samaye chittane sthir karī bhaktie sahit, tālī vagāḍatā ane uchcha sware ‘Jay Swāminārāyaṇ jay Akṣhar-Puruṣhottam...’ em ārtīnu gān karavu. (82)
While performing the ārti, one should devoutly sing aloud the ārti ‘Jay Swaminarayan, Jay Akshar-Purushottam…’ with a steady mind and while clapping. (82)
Shlok 83
યૈવ રસવતી પક્વા મન્દિરે તાં નિવેદયેત્।
ઉચ્ચાર્ય પ્રાર્થનં ભક્ત્યા તતઃ પ્રસાદિતં જમેત્॥૮૩॥
Yaiva rasavatī pakvā
mandire tām nivedayet ।
Uchchārya prārthanam bhaktyā
tatah prasāditam jamet ॥83॥
જે રસોઈ બનાવી હોય તે મંદિરમાં ધરાવવી અને પ્રસાદીભૂત થયેલ ભોજન ભક્તિભાવપૂર્વક પ્રાર્થના બોલીને પછી જમવું. (૮૩)
Je rasoī banāvī hoy te mandirmā dharāvavī ane prasādībhūt thayel bhojan bhakti-bhāv-pūrvak prārthanā bolīne pachhī jamavu. (83)
Offer whatever food has been prepared [to the murtis] in the ghar mandir and after devoutly reciting prayers, eat the sanctified meal. (83)
Shlok 84
હરયેઽનર્પ્ય ન ગ્રાહ્યમ્ અન્નફલજલાદિકમ્।
શુદ્ધૌ શઙ્કિતમન્નાદિ નાઽદ્યાન્નેશે નિવેદયેત્॥૮૪॥
Haraye’narpya na grāhyam
anna-fala-jalādikam ।
Shuddhau shankitam annādi
nā’dyānneshe nivedayet ॥84॥
ભગવાનને અર્પણ કર્યા વગર અન્ન, ફળ કે જલાદિ ગ્રહણ ન કરવું. જેની શુદ્ધિને વિષે શંકા હોય તેવાં અન્નાદિ ભગવાનને ન ધરાવવાં અને ન જમવાં. (૮૪)
Bhagwānne arpaṇ karyā vagar anna, faḷ ke jalādi grahaṇ na karavu. Jenī shuddhine viṣhe shankā hoy tevā annādi Bhagwānne na dharāvavā ane na jamavā. (84)
One should not consume foods, fruits, water and other items without first offering them to Bhagwan. Foods and other items that may be impure should not be offered to Bhagwan nor should they be eaten. (84)
Shlok 85
કીર્તનં વા જપં કુર્યાત્ સ્મૃત્યાદિ વા યથારુચિ।
ગૃહમન્દિરમાસ્થાય ભાવતઃ સ્થિરચેતસા॥૮૫॥
Kīrtanam vā japam kuryāt
smṛutyādi vā yathā-ruchi ।
Gṛuha-mandiram āsthāya
bhāvatah sthira-chetasā ॥85॥
ઘરમંદિરમાં બેસીને ભાવે કરીને સ્થિર ચિત્તે કીર્તન, જપ કે સ્મૃતિ વગેરે પોતાની રુચિ અનુસાર કરવું. (૮૫)
Ghar-mandirmā besīne bhāve karīne sthir chitte kīrtan, jap ke smṛuti vagere potānī ruchi anusār karavu. (85)
While sitting in front of the ghar mandir, one should, with devout feelings and concentration, sing kirtans, chant and engage in smruti or other acts of devotion according to one’s preferences. (85)
Shlok 86
સંભૂય પ્રત્યહં કાર્યા ગૃહસભા ગૃહસ્થિતૈઃ।
કર્તવ્યં ભજનં ગોષ્ઠિઃ શાસ્ત્રપાઠાદિ તત્ર ચ॥૮૬॥
Sambhūya pratyaham kāryā
gṛuha-sabhā gṛuhasthitaihi ।
Kartavyam bhajanam goṣhṭhih
shāstra-pāṭhādi tatra cha ॥86॥
ઘરના સભ્યોએ ભેગા થઈ રોજ ઘરસભા કરવી અને તેમાં ભજન, ગોષ્ઠિ તથા શાસ્ત્રોનું વાંચન ઇત્યાદિ કરવું. (૮૬)
Gharnā sabhyoe bhegā thaī roj ghar-sabhā karavī ane temā bhajan, goṣhṭhi tathā shāstronu vānchan ityādi karavu. (86)
Family members should gather daily for ghar sabhā and engage in bhajan, discussions, scriptural reading and other devotional activities. (86)