Select speed:
Shlok 41
Vedic Rāg
Simple Rāg
આત્મઘાતોઽપિ હિંસૈવ ન કાર્યોઽતઃ કદાચન।
પતનગલબન્ધાદ્યૈર્વિષભક્ષાદિભિસ્તથા॥૪૧॥
Ātma-ghāto’pi hinsaiva
na kāryo’tah kadāchana ।
Patana-gala-bandhādyair
viṣha-bhakṣhādibhis-tathā ॥41॥
આત્મહત્યા કરવી તે પણ હિંસા જ છે. આથી પડતું મૂકવું, ગળે ટૂંપો ખાવો, ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે આત્મહત્યા ક્યારેય ન કરવી. (૪૧)
Ātma-hatyā karavī te paṇ hinsā ja chhe. Āthī paḍatu mūkavu, gaḷe ṭūnpo khāvo, zer khāvu ityādi koī rīte ātma-hatyā kyārey na karavī. (41)
Suicide is also a form of violence. Therefore, never commit suicide by falling from heights, hanging oneself, consuming poison or any other means. (41)
Shlok 42
Vedic Rāg
Simple Rāg
દુઃખલજ્જાભયક્રોધ-રોગાદ્યાપત્તિકારણાત્।
ધર્માઽર્થમપિ કશ્ચિદ્ધિ હન્યાન્ન સ્વં ન વા પરમ્॥૪૨॥
Dukha-lajjā-bhaya-krodha-
rogādyāpatti kāraṇāt ।
Dharmā’rtham api kashchiddhi
hanyān-na swam na vā param ॥42॥
દુઃખ, લજ્જા, ભય, ક્રોધ તથા રોગ ઇત્યાદિ આપત્તિને કારણે, કે પછી ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી. (૪૨)
Dukh, lajjā, bhay, krodh tathā rog ityādi āpattine kāraṇe, ke pachhī dharmane arthe paṇ koīe potānī ke anyanī hatyā na karavī. (42)
No one should kill oneself or others out of grief, shame, fear, anger or due to illness and other adversities, not even for the sake of dharma. (42)
Shlok 43
Vedic Rāg
Simple Rāg
તીર્થેઽપિ નૈવ કર્તવ્ય આત્મઘાતો મુમુક્ષુભિઃ।
નૈવાઽપિ મોક્ષપુણ્યાપ્તિભાવાત્ કાર્યઃ સ તત્ર ચ॥૪૩॥
Tīrthe’pi naiva kartavya
ātma-ghāto mumukṣhubhihi ।
Naivā’pi mokṣha-puṇyāpti
bhāvāt kāryah sa tatra cha ॥43॥
મુમુક્ષુએ તીર્થને વિષે પણ આત્મહત્યા ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવાની ભાવનાથી પણ તીર્થને વિષે આપઘાત ન જ કરવો. (૪૩)
Mumukṣhue tīrthane viṣhe paṇ ātma-hatyā na ja karavī. Mokṣha ke puṇya pāmavānī bhāvanāthī paṇ tīrthane viṣhe āpghāt na ja karavo. (43)
A mumukshu should never commit suicide even at a place of pilgrimage. One should never commit suicide at pilgrimage places even with the hope of attaining moksha or merits. (43)
Shlok 44
Vedic Rāg
Simple Rāg
ભગવાન્ સર્વકર્તાઽસ્તિ દયાલુઃ સર્વરક્ષકઃ।
સ એવ નાશકઃ સર્વ-સઙ્કટાનાં સદા મમ॥૪૪॥
Bhagavān sarva-kartā’sti
dayāluh sarva-rakṣhakaha ।
Sa eva nāshakah
sarva-sankaṭānām sadā mama ॥44॥
ભગવાન સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારાં સર્વે સંકટોના ટાળનારા છે. (૪૪)
Bhagwān sarva-kartā chhe, dayāḷu chhe, sarvanu rakṣhaṇ karanārā chhe ane e ja sadā mārā sarve sankaṭonā ṭāḷanārā chhe. (44)
Bhagwan is the all-doer, compassionate and the protector of all; at all times, he alone is the resolver of all my adversities. (44)
Shlok 45
Vedic Rāg
Simple Rāg
ભગવાન્ કુરુતે યદ્ધિ હિતાર્થમેવ તત્સદા।
પ્રારબ્ધં મે તદિચ્છૈવ સ એવ તારકો મમ॥૪૫॥
Bhagavān kurute yaddhi
hitārtham eva tat sadā ।
Prārabdham me tad ichchhaiva
sa eva tārako mama ॥45॥
ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઇચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. તેઓ જ મારા તારક છે. (૪૫)
Bhagwān je kare te sadāy sārā māṭe hoy. Temanī ichchhā e ja māru prārabdha chhe. Teo ja mārā tārak chhe. (45)
Whatever Bhagwan does is always beneficial. His wish alone is my prārabdh. He alone is my liberator. (45)
Shlok 46
Vedic Rāg
Simple Rāg
નૂનં નઙ્ક્ષ્યન્તિ મે વિઘ્નાઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ।
નૂનં પ્રાપ્સ્યામ્યહં શાન્તિમાનન્દં પરમં સુખમ્॥૪૬॥
Nūnam nankṣhyanti me vighnāh
pāpa-doṣhāsh-cha dur-guṇāhā ।
Nūnam prāpsyāmyaham shāntim
ānandam paramam sukham ॥46॥
મારાં વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ. (૪૬)
Mārā vighno, pāp, doṣh tathā durguṇo avashya nāsh pāmashe. Hu avashya shānti, param ānand ane sukh pāmīsh. (46)
My hindrances, sins, flaws and bad qualities will certainly be destroyed. I will surely attain peace, supreme bliss and happiness. (46)
Shlok 47
Vedic Rāg
Simple Rāg
યતો માં મિલિતઃ સાક્ષાદ્ અક્ષરપુરુષોત્તમઃ।
નિશ્ચયેન તરિષ્યામિ દુઃખજાતં હિ તદ્બલાત્॥૪૭॥
Yato mām militah sākṣhād
Akṣhara-Puruṣhottamaha ।
Nishchayena tariṣhyāmi
dukha-jātam hi tad balāt ॥47॥
કારણ કે મને સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ મળ્યા છે. તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ. (૪૭)
Kāraṇ ke mane sākṣhāt Akṣhar-Puruṣhottam Mahārāj maḷyā chhe. Temanā baḷe hu jarūr dukhne tarī jaīsh. (47)
This is because I have attained the manifest form of Akshar-Purushottam Maharaj. With his strength, I will surely overcome misery. (47)
Shlok 48
Vedic Rāg
Simple Rāg
વિચાર્યૈવં બલં રક્ષેદ્ નાઽઽશ્રિતો નિર્બલો ભવેત્।
આનન્દિતો ભવેન્નિત્યં ભગવદ્બલવૈભવાત્॥૪૮॥
Vichāryaivam balam rakṣhed
nā’shrito nirbalo bhavet ।
Ānandito bhaven-nityam
Bhagavad bala vaibhavāt ॥48॥
આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે. (૪૮)
Ā rīte vichārnu baḷ rākhī āshrit bhakta kyārey himmat na hāre ane Bhagwānnā baḷe ānandmā rahe. (48)
With the strength of such thoughts, a devotee who has taken refuge never loses courage and remains joyous due to the strength of Bhagwan. (48)
Shlok 49
Vedic Rāg
Simple Rāg
ષ્ઠીવનં મલમૂત્રાદિવિસર્જનં સ્થલેષુ ચ।
શાસ્ત્રલોકનિષિદ્ધેષુ ન કર્તવ્યં કદાચન॥૪૯॥
Ṣhṭhīvanam mala-mūtrādi-
visarjanam sthaleṣhu cha ।
Shāstra-loka-niṣhiddheṣhu
na kartavyam kadāchana ॥49॥
શાસ્ત્રમાં તથા લોકમાં નિષેધ કર્યો હોય તેવાં સ્થાનોને વિષે ક્યારેય થૂંકવું નહીં તથા મળ-મૂત્રાદિ ન કરવું. (૪૯)
Shāstramā tathā lokmā niṣhedh karyo hoy tevā sthānone viṣhe kyārey thūnkavu nahī tathā maḷ-mūtrādi na karavu. (49)
One should never spit, urinate or defecate in places prohibited by the shastras and society. (49)
Shlok 50
Vedic Rāg
Simple Rāg
શુદ્ધિઃ સર્વવિધા પાલ્યા બાહ્યા ચાઽઽભ્યન્તરા સદા।
શુદ્ધિપ્રિયઃ પ્રસીદેચ્ચ શુદ્ધિમતિ જને હરિઃ॥૫૦॥
Shuddhih sarvavidhā pālyā
bāhyā chā’bhyantarā sadā ।
Shuddhi-priyah prasīdech-cha
shuddhi-mati jane Harihi ॥50॥
બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું. શ્રીહરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે. (૫૦)
Bāhya ane āntarik em sarva prakārnī shuddhinu pālan karavu. Shrīharine shuddhi priya chhe ane shuddhivāḷā manuṣhyanī upar teo prasanna thāy chhe. (50)
One should observe all forms of external and internal purity. Shri Hari8 loves purity and is pleased with those who are pure. (50)
8. ‘Shri Hari’ is another name for Bhagwan Swaminarayan.