Shloks 91-100


Select speed:

0.5x   0.75x   1.0x   1.5x

Shlok 91

Vedic Rāg

Simple Rāg

 

પુરુષોત્તમમૂર્ત્યા તદ્-મધ્યખણ્ડે યથાવિધિ।

સહિતં સ્થાપ્યતે મૂર્તિરક્ષરસ્યાઽપિ બ્રહ્મણઃ॥૯૧॥

Puruṣhottama-mūrtyā tad-

madhya-khaṇḍe yathā-vidhi ।

Sahitam sthāpyate mūrtir-

Akṣharasyā’pi Brahmaṇaha ॥91॥

તે આજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે અને તેના મધ્યખંડમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સાથે અક્ષરબ્રહ્મની મૂર્તિ પણ વિધિવત્ સ્થાપવામાં આવે છે. (૯૦-૯૧)

Te āgnāne anusarīne sarvanu kalyāṇ thāy te hetuthī divya mandironu nirmāṇ bhakti-bhāvthī karavāmā āve chhe ane tenā madhya-khanḍmā Puruṣhottam Bhagwānnī mūrtinī sāthe Akṣharbrahmanī mūrti paṇ vidhivat sthāpavāmā āve chhe. (90-91)

To fulfill this ordinance and to grant moksha all, divine mandirs are devoutly constructed and the murti of Aksharbrahman is also ceremoniously consecrated with Purushottam Bhagwan in the central shrines [of these mandirs]. (90–91)


Shlok 92

Vedic Rāg

Simple Rāg

 

એવમેવ ગૃહાદ્યેષુ કૃતેષુ મન્દિરેષ્વપિ।

મધ્યે પ્રસ્થાપ્યતે નિત્યં સાઽક્ષરઃ પુરુષોત્તમઃ॥૯૨॥

Evam eva gṛuhādyeṣhu

kṛuteṣhu mandireṣhvapi ।

Madhye prasthāpyate nityam

sā’kṣharah Puruṣhottamaha ॥92॥

એ જ રીતે ઘર આદિ સ્થળોને વિષે કરેલ મંદિરોમાં પણ મધ્યમાં હંમેશાં અક્ષરબ્રહ્મ સહિત પુરુષોત્તમ ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવે છે. (૯૨)

E ja rīte ghar ādi sthaḷone viṣhe karel mandiromā paṇ madhyamā hammeshā Akṣharbrahma sahit Puruṣhottam Bhagwānne prasthāpit karavāmā āve chhe. (92)

Similarly, Aksharbrahman and Purushottam Bhagwan are also always consecrated in the central shrines of mandirs in homes and other places. (92)


Shlok 93

Vedic Rāg

Simple Rāg

 

પ્રાતઃ સાયં યથાકાલં સર્વસત્સઙ્ગિભિર્જનૈઃ।

નિકટં મન્દિરં ગમ્યં ભક્ત્યા દર્શાય પ્રત્યહમ્॥૯૩॥

Prātah sāyam yathā-kālam

sarva-satsangibhir janaihi ।

Nikaṭam mandiram gamyam

bhaktyā darshāya pratyaham ॥93॥

સર્વે સત્સંગીઓએ સવારે, સાંજે અથવા પોતાના અનુકૂળ સમયે પ્રતિદિન ભક્તિએ કરીને સમીપે આવેલ મંદિરે દર્શને જવું. (૯૩)

Sarve satsangīoe savāre, sānje athavā potānā anukūḷ samaye pratidin bhaktie karīne samīpe āvel mandire darshane javu. (93)

Daily, in the morning, evening or at another convenient time, all satsangis should devoutly go to a nearby mandir for darshan. (93)


Shlok 94

Vedic Rāg

Simple Rāg

 

યથા સ્વધર્મરક્ષા સ્યાત્ તથૈવ વસ્ત્રધારણમ્।

સત્સઙ્ગિનરનારીભિઃ કરણીયં હિ સર્વદા॥૯૪॥

Yathā sva-dharma-rakṣhā syāt

tathaiva vastra-dhāraṇam ।

Satsangi-nara-nārībhih

karaṇīyam hi sarvadā ॥94॥

સર્વે સત્સંગી નર-નારીઓએ સદાય જે રીતે પોતાના ધર્મની રક્ષા થાય તે જ રીતે વસ્ત્રો ધારવાં. (૯૪)

Sarve satsangī nar-nārīoe sadāy je rīte potānā dharmanī rakṣhā thāya te ja rīte vastro dhāravā. (94)

All satsangi men and women should always dress in a manner that safeguards their dharma. (94)


Shlok 95

Vedic Rāg

Simple Rāg

 

સત્સઙ્ગદૃઢતાર્થં હિ સભાર્થમન્તિકે સ્થિતમ્।

ગન્તવ્યં પ્રતિસપ્તાહં મન્દિરં વાઽપિ મણ્ડલમ્॥૯૫॥

Satsanga-dṛaḍhatārtham hi

sabhārtham antike sthitam ।

Gantavyam prati-saptāham

mandiram vā’pi maṇḍalam ॥95॥

સત્સંગની દૃઢતા માટે દર અઠવાડિયે સમીપ આવેલ મંદિરમાં કે મંડળમાં સભા ભરવા જવું. (૯૫)

Satsangnī dṛuḍhatā māṭe dar aṭhavāḍiye samīp āvel mandirmā ke manḍaḷmā sabhā bharavā javu. (95)

To strengthen one’s satsang, one should attend the weekly assemblies held at a nearby mandir or center. (95)


Shlok 96

Vedic Rāg

Simple Rāg

 

સ્વામિનારાયણઃ સાક્ષાદક્ષરાધિપતિર્હરિઃ।

પરમાત્મા પરબ્રહ્મ ભગવાન્ પુરુષોત્તમઃ॥૯૬॥

Swāminārāyaṇah sākṣhād-

Akṣharādhipatir-Harihi ।

Paramātmā Parabrahma

Bhagavān Puruṣhottamaha ॥96॥

અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ હરિ છે. (૯૬)

Akṣharādhipati Swāminārāyaṇ Bhagwān sākṣhāt Paramātmā Parabrahma Puruṣhottam Hari chhe. (96)

Swaminarayan Bhagwan, the sovereign of Akshar, is the manifest form of Paramatma Parabrahman Purushottam Hari. (96)


Shlok 97

Vedic Rāg

Simple Rāg

 

સ એકઃ પરમોપાસ્ય ઇષ્ટદેવો હિ નઃ સદા।

તસ્યૈવ સર્વદા ભક્તિઃ કર્તવ્યાઽનન્યભાવતઃ॥૯૭॥

Sa ekah paramopāsya

iṣhṭa-devo hi nah sadā ।

Tasyaiva sarvadā bhaktih

kartavyā’nanya-bhāvataha ॥97॥

એ એક જ આપણા સદા પરમ ઉપાસ્ય ઇષ્ટદેવ છે. તેમની જ અનન્ય ભાવે સદા ભક્તિ કરવી. (૯૭)

E ek ja āpaṇā sadā param upāsya iṣhṭadev chhe. Temanī ja ananya bhāve sadā bhakti karavī. (97)

He alone is forever our ishtadev worthy of supreme upāsanā. One should always offer singular devotion to him only. (97)


Shlok 98

Vedic Rāg

Simple Rāg

 

સાક્ષાદ્ બ્રહ્માઽક્ષરં સ્વામી ગુણાતીતઃ સનાતનમ્।

તસ્ય પરમ્પરાઽદ્યાઽપિ બ્રહ્માઽક્ષરસ્ય રાજતે॥૯૮॥

Sākṣhād Brahmā’kṣharam Swāmī

Guṇātītah sanātanam ।

Tasya paramparā’dyā’pi

Brahmā’kṣharasya rājate ॥98॥

ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત્ સનાતન અક્ષરબ્રહ્મ છે. એ અક્ષરબ્રહ્મની પરંપરા આજે પણ વિરાજમાન છે. (૯૮)

Guṇātītānand Swāmī sākṣhāt sanātan Akṣharbrahma chhe. E Akṣharbrahmanī paramparā āje paṇ virājamān chhe. (98)

Gunatitanand Swami is the manifest form of the eternal Aksharbrahman. This Aksharbrahman paramparā is manifest even today. (98)


Shlok 99

Vedic Rāg

Simple Rāg

 

ગુણાતીતસમારબ્ધ-પરમ્પરાપ્રતિષ્ઠિતઃ।

પ્રકટાઽક્ષરબ્રહ્મૈકઃ સંપ્રદાયેઽસ્તિ નો ગુરુઃ॥૯૯॥

Guṇātīta-samārabdha-

paramparā-pratiṣhṭhitaha ।

Prakaṭā’kṣhara-brahmaikah

sampradāye’sti no guruhu ॥99॥

સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીથી આરંભાયેલ ગુરુપરંપરામાં આવેલ પ્રગટ અક્ષરબ્રહ્મ એ એક જ આપણા ગુરુ છે. (૯૯)

Sampradāymā Guṇātītānand Swāmīthī ārambhāyel guru-paramparāmā āvel pragaṭ Akṣharbrahma e ek ja āpaṇā guru chhe. (99)

In the Sampraday’s tradition of gurus that began with Gunatitanand Swami, only the present form of Aksharbrahman is our guru. (99)


Shlok 100

Vedic Rāg

Simple Rāg

 

એક એવેષ્ટદેવો નઃ એક એવ ગુરુસ્તથા।

એકશ્ચૈવાઽપિ સિદ્ધાન્ત એવં નઃ એકતા સદા॥૧૦૦॥

Ek eveṣhṭa-devo nah

ek eva gurus-tathā ।

Ekash-chaivā’pi siddhānta evam nah ekatā sadā ॥100॥

આપણા ઇષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે એમ આપણી સદા એકતા છે. (૧૦૦)

Āpaṇā iṣhṭadev ek ja chhe, guru ek ja chhe ane siddhānt paṇ ek ja chhe em āpaṇī sadā ekatā chhe. (100)

Our ishtadev is the same, our guru is the same and our siddhānt is also the same – thus, we are always united. (100)