Select speed:
Shlok 171
Vedic Rāg
Simple Rāg
વચને વર્તને ક્વાપિ વિચારે લેખને તથા।
કઠોરતાં ભજેન્નૈવ જનઃ કોઽપિ કદાચન॥૧૭૧॥
Vachane vartane kvāpi
vichāre lekhane tathā ।
Kaṭhoratām bhajen-naiva
janah ko’pi kadāchana ॥171॥
કોઈ પણ મનુષ્યે પોતાનાં વચન, વર્તન, વિચાર તથા લખાણમાં કઠોરતા ક્યારેય ન રાખવી. (૧૭૧)
Koī paṇ manuṣhye potānā vachan, vartan, vichār tathā lakhāṇmā kaṭhortā kyārey na rākhavī. (171)
One should never be harsh in speech, action, thought or writing. (171)
Shlok 172
Vedic Rāg
Simple Rāg
સેવાં માતુઃ પિતુઃ કુર્યાદ્ ગૃહી સત્સઙ્ગમાશ્રિતઃ।
પ્રતિદિનં નમસ્કારં તત્પાદેષુ નિવેદયેત્॥૧૭૨॥
Sevām mātuh pituh kuryād
gṛuhī satsangam āshritaha ।
Prati-dinam namaskāram
tat-pādeṣhu nivedayet ॥172॥
ગૃહસ્થ સત્સંગીએ માતા-પિતાની સેવા કરવી. પ્રતિદિન તેમનાં ચરણોમાં નમસ્કાર કરવા. (૧૭૨)
Gṛuhasth satsangīe mātā-pitānī sevā karavī. Pratidin temanā charaṇomā namaskār karavā. (172)
Householder satsangis should serve their mother and father. They should bow to their feet every day. (172)
Shlok 173
Vedic Rāg
Simple Rāg
શ્વશુરઃ પિતૃવત્ સેવ્યો વધ્વા શ્વશ્રૂશ્ચ માતૃવત્।
સ્વપુત્રીવત્ સ્નુષા પાલ્યા શ્વશ્ર્વાપિ શ્વશુરેણ ચ॥૧૭૩॥
Shvashurah pitṛuvat sevyo
vadhvā shvashrūsh-cha mātṛuvat ।
Sva-putrīvat snuṣhā pālyā
shvashrvā’pi shvashureṇa cha ॥173॥
વહુએ સસરાની સેવા પિતાતુલ્ય ગણી અને સાસુની સેવા માતાતુલ્ય ગણી કરવી. સાસુ-સસરાએ પણ પુત્રવધૂનું પોતાની પુત્રીની જેમ પાલન કરવું. (૧૭૩)
Vahue sasarānī sevā pitātulya gaṇī ane sāsunī sevā mātātulya gaṇī karavī. Sāsu-sasarāe paṇ putra-vadhūnu potānī putrīnī jem pālan karavu. (173)
A wife should serve her father-in-law as her own father and mother-in-law as her own mother. A father- and mother-in-law should care for their daughter-in-law as they would for their own daughter. (173)
Shlok 174
Vedic Rāg
Simple Rāg
સંપાલ્યાઃ પુત્રપુત્ર્યશ્ચ સત્સઙ્ગશિક્ષણાદિના।
અન્યે સમ્બન્ધિનઃ સેવ્યા યથાશક્તિ ચ ભાવતઃ॥૧૭૪॥
Sampālyāh putra-putryash-cha
satsanga-shikṣhaṇādinā ।
Anye sambandhinah sevyā
yathā-shakti cha bhāvataha ॥174॥
ગૃહસ્થોએ દીકરા-દીકરીઓનું સત્સંગ, શિક્ષણ વગેરેથી સારી રીતે પોષણ કરવું. અન્ય સંબંધીઓની પોતાની શક્તિ પ્રમાણે ભાવથી સેવા કરવી. (૧૭૪)
Gṛuhasthoe dīkarā-dīkarīonu satsang, shikṣhaṇ vagerethī sārī rīte poṣhaṇ karavu. Anya sambandhīonī potānī shakti pramāṇe bhāvthī sevā karavī. (174)
Householders should diligently nurture their sons and daughters through satsang, education and other activities. They should affectionately care for their other relatives according to their means. (174)
Shlok 175
Vedic Rāg
Simple Rāg
ગૃહે હિ મધુરાં વાણીં વદેદ્ વાચં ત્યજેત્ કટુમ્।
કમપિ પીડિતં નૈવ પ્રકુર્યાદ્ મલિનાઽઽશયાત્॥૧૭૫॥
Gṛuhe hi madhurām vāṇīm
vaded vācham tyajet kaṭum ।
Kam api pīḍitam naiva
prakuryād malinā’shayāt ॥175॥
ઘરમાં મધુર વાણી બોલવી. કડવી વાણીનો ત્યાગ કરવો અને મલિન આશયથી કોઈને પીડા ન પહોંચાડવી. (૧૭૫)
Gharmā madhur vāṇī bolavī. Kaḍavī vāṇīno tyāg karavo ane malin āshaythī koīne pīḍā na pahonchāḍavī. (175)
One should speak pleasantly at home. One should renounce bitter speech and not harm others with malicious intent. (175)
Shlok 176
Vedic Rāg
Simple Rāg
મિલિત્વા ભોજનં કાર્યં ગૃહસ્થૈઃ સ્વગૃહે મુદા।
અતિથિર્હિ યથાશક્તિ સંભાવ્ય આગતો ગૃહમ્॥૧૭૬॥
Militvā bhojanam kāryam
gṛuhasthaih sva-gṛuhe mudā ।
Atithir hi yathā-shakti
sambhāvya āgato gṛuham ॥176॥
ગૃહસ્થોએ પોતાના ઘરમાં ભેગા મળી આનંદે ભોજન કરવું અને ઘરે પધારેલા અતિથિની પોતાની શક્તિ પ્રમાણે સંભાવના કરવી. (૧૭૬)
Gṛuhasthoe potānā gharmā bhegā maḷī ānande bhojan karavu ane ghare padhārelā atithinī potānī shakti pramāṇe sambhāvanā karavī. (176)
Householders should joyously eat meals together at home and provide hospitality to guests according to their means. (176)
Shlok 177
Vedic Rāg
Simple Rāg
મરણાદિપ્રસઙ્ગેષુ કથાભજનકીર્તનમ્।
કાર્યં વિશેષતઃ સ્માર્યો હ્યક્ષરપુરુષોત્તમઃ॥૧૭૭॥
Maraṇādi-prasangeṣhu
kathā-bhajana-kīrtanam ।
Kāryam visheṣhatah smāryo
hyakṣhara-Puruṣhottamah ॥177॥
મરણ આદિ પ્રસંગોમાં વિશેષ ભજન-કીર્તન કરવું, કથા કરવી, અક્ષરપુરુષોત્તમ મહારાજનું સ્મરણ કરવું. (૧૭૭)
Maraṇ ādi prasangomā visheṣh bhajan-kīrtan karavu, kathā karavī, Akṣhar-Puruṣhottam Mahārājnu smaraṇ karavu. (177)
In the event of a death or other sad occasions, one should perform additional acts of devotion, sing kirtans, engage in discourses and remember Akshar-Purushottam Maharaj. (177)
Shlok 178
Vedic Rāg
Simple Rāg
પુત્રીપુત્રાત્મિકા સ્વસ્ય સંસ્કાર્યા સંતતિઃ સદા।
સત્સઙ્ગદિવ્યસિદ્ધાન્તૈઃ સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ॥૧૭૮॥
Putrī-putrātmikā svasya
sanskāryā santatih sadā ।
Satsanga-divya-siddhāntaih
sad-āchāraish-cha sadguṇaihi ॥178॥
દીકરી કે દીકરા એવાં પોતાનાં સંતાનોને સત્સંગના દિવ્ય સિદ્ધાંતો, સારાં આચરણો અને સદ્ગુણો વડે સદા સંસ્કાર આપવા. (૧૭૮)
Dīkarī ke dīkarā evā potānā santānone satsangnā divya siddhānto, sārā ācharaṇo ane sadguṇo vaḍe sadā sanskār āpavā. (178)
One should always impart sanskārs to one’s sons and daughters by teaching them the divine principles of satsang, good conduct and virtues. (178
Shlok 179
Vedic Rāg
Simple Rāg
સત્સઙ્ગશાસ્ત્રપાઠાદ્યૈર્ગર્ભસ્થામેવ સંતતિમ્।
સંસ્કુર્યાત્ પૂરયેન્ નિષ્ઠામ્ અક્ષરપુરુષોત્તમે॥૧૭૯॥
Satsanga-shāstra-pāṭhādyair
garbha-sthām eva santatim ।
Sanskuryāt pūrayen-niṣhṭhām
Akṣhara-Puruṣhottame ॥179॥
સંતાન જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન વગેરે કરીને સંસ્કાર આપવા અને અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે નિષ્ઠા પૂરવી. (૧૭૯)
Santān jyāre garbhamā hoy tyārthī ja tene satsang sambandhī shāstronu vānchan vagere karīne sanskār āpavā ane Akṣhar-Puruṣhottam Mahārājne viṣhe niṣhṭhā pūravī. (179)
From when a child is in the womb, one should instill sanskārs and conviction in Akshar-Purushottam Maharaj by reading the sacred texts of satsang and through other [noble] acts. (179)
Shlok 180
Vedic Rāg
Simple Rāg
કુદૃષ્ટ્યા પુરુષૈર્નૈવ સ્ત્રિયો દૃશ્યાઃ કદાચન।
એવમેવ કુદૃષ્ટ્યા ચ સ્ત્રીભિર્દૃશ્યા ન પૂરુષાઃ॥૧૮૦॥
Kudṛaṣhṭyā puruṣhair naiva
striyo dṛushyāh kadāchana ।
Evam eva kudṛuṣhṭyā cha
strībhir dṛushyā na pūruṣhāhā ॥180॥
પુરુષો ક્યારેય કુદૃષ્ટિએ કરીને સ્ત્રીઓને ન જુએ. તે જ રીતે સ્ત્રીઓ પણ કુદૃષ્ટિએ કરીને પુરુષોને ન જુએ. (૧૮૦)
Puruṣho kyārey kudṛuṣhṭie karīne strīone na jue. Te ja rīte strīo paṇ kudṛuṣhṭie karīne puruṣhone na jue. (180)
Men should never look at women with a wrong intent. In the same manner, women should also never look at men with a wrong intent. (180)