Shloks 191-200


Select speed:

0.5x   0.75x   1.0x   1.5x

Shlok 191

Vedic Rāg

Simple Rāg

 

ન કાર્યો વ્યવહારશ્ચ દુષ્ટૈર્જનૈઃ સહ ક્વચિત્।

દીનજનેષુ ભાવ્યં ચ સત્સઙ્ગિભિર્દયાઽન્વિતૈઃ॥૧૯૧॥

Na kāryo vyavahārash-cha

duṣhṭair janaih saha kvachit ।

Dīna-janeṣhu bhāvyam cha

satsangibhir dayā’nvitaihi ॥191॥

સત્સંગીઓએ ક્યારેય દુર્જન સાથે વ્યવહાર ન કરવો અને દીનજનને વિષે દયાવાન થવું. (૧૯૧)

Satsangīoe kyārey durjan sāthe vyavahār na karavo ane dīn-janne viṣhe dayāvān thavu. (191)

Satsangis should never engage in dealings with immoral persons and should be compassionate towards those who are meek and disadvantaged. (191)


Shlok 192

Vedic Rāg

Simple Rāg

 

લૌકિકં ત્વવિચાર્યૈવ સહસા કર્મ નાઽઽચરેત્।

ફલાદિકં વિચાર્યૈવ વિવેકેન તદ્ આચરેત્॥૧૯૨॥

Laukikam tvavichāryaiva

sahasā karma nā’charet ।

Falādikam vichāryaiva

vivekena tad ācharet ॥192॥

લૌકિક કાર્ય ક્યારેય વિચાર્યા વગર તત્કાળ ન કરવું પરંતુ ફળ વગેરેનો વિચાર કરીને વિવેકપૂર્વક કરવું. (૧૯૨)

Laukik kārya kyārey vichāryā vagar tatkāḷ na karavu parantu faḷ vagereno vichār karīne vivek-pūrvak karavu. (192)

Worldly deeds should never be performed in haste without due deliberation. They should, however, be performed with due judgment, after reflecting on their consequences and other such considerations. (192)


Shlok 193

Vedic Rāg

Simple Rāg

 

લુઞ્ચા કદાપિ ન ગ્રાહ્યા કૈશ્ચિદપિ જનૈરિહ।

નૈવ કાર્યો વ્યયો વ્યર્થઃ કાર્યઃ સ્વાઽઽયાઽનુસારતઃ॥૧૯૩॥

Lunchā kadāpi na grāhyā

kaishchid api janair iha ।

Naiva kāryo vyayo vyarthah

kāryah svā’yā’nusārataha ॥193॥

કોઈ પણ મનુષ્યે ક્યારેય લાંચ ન લેવી. ધનનો વ્યર્થ વ્યય ન કરવો. પોતાની આવકને અનુસારે ધનનો વ્યય કરવો. (૧૯૩)

Koī paṇ manuṣhye kyārey lānch na levī. Dhanno vyarth vyay na karavo. Potānī āvakne anusāre dhanno vyay karavo. (193)

No one should ever accept bribes. Wealth should not be spent wastefully. One should spend according to one’s income. (193)


Shlok 194

Vedic Rāg

Simple Rāg

 

કર્તવ્યં લેખનં સમ્યક્ સ્વસ્યાઽઽયસ્ય વ્યયસ્ય ચ।

નિયમાનનુસૃત્યૈવ પ્રશાસનકૃતાન્ સદા॥૧૯૪॥

Kartavyam lekhanam samyak

svasyā’yasya vyayasya cha ।

Niyamān anusṛutyaiva

prashāsana-kṛutān sadā ॥194॥

પ્રશાસનના નિયમોને અનુસરી હંમેશાં પોતાનાં આવક અને ખર્ચની નોંધ વ્યવસ્થિત કરવી. (૧૯૪)

Prashāsannā niyamone anusarī hammeshā potānā āvak ane kharchanī nondh vyavasthit karavī. (194)

One should always accurately keep accounts of one’s income and expenditure in accordance with government laws. (194)


Shlok 195

Vedic Rāg

Simple Rāg

 

સ્વાઽઽયાદ્ધિ દશમો ભાગો વિંશોઽથવા સ્વશક્તિતઃ।

અર્પ્યઃ સેવાપ્રસાદાર્થં સ્વામિનારાયણપ્રભોઃ॥૧૯૫॥

Svā’yāddhi dashamo bhāgo

vinsho’thavā sva-shaktitaha ।

Arpyah sevā-prasādārtham

Swāminārāyaṇa-Prabhoho ॥195॥

પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી પોતાની શક્તિ પ્રમાણે દશમો કે વીશમો ભાગ સ્વામિનારાયણ ભગવાનની સેવા-પ્રસન્નતા માટે અર્પણ કરવો. (૧૯૫)

Potāne prāpt thatī āvakmāthī potānī shakti pramāṇe dashmo ke vīshmo bhāg Swāminārāyaṇ Bhagwānnī sevā-prasannatā māṭe arpaṇ karavo. (195)

According to one’s means, one should give one-tenth or one-twentieth of one’s income in Swaminarayan Bhagwan’s service and to attain his blessings. (195)


Shlok 196

Vedic Rāg

Simple Rāg

 

સ્વોપયોગાઽનુસારેણ પ્રકુર્યાત્ સઙ્ગ્રહં ગૃહી।

અન્નદ્રવ્યધનાદીનાં કાલશક્ત્યનુસારતઃ॥૧૯૬॥

Svopayogā’nusāreṇa

prakuryāt sangraham gṛuhī ।

Anna-dravya-dhanādīnām

kāla-shaktyanusārataha ॥196॥

ગૃહસ્થ પોતાના ઉપયોગને અનુસારે તથા સમય-શક્તિ અનુસાર અનાજ, દ્રવ્ય કે ધનાદિનો સંગ્રહ કરે. (૧૯૬)

Gṛuhasth potānā upyogne anusāre tathā samay-shakti anusār anāj, dravya ke dhanādino sangrah kare. (196)

Householders should save provisions, money and other possessions according to their needs, circumstances and means. (196)


Shlok 197

Vedic Rāg

Simple Rāg

 

અન્નફલાદિભિશ્ચૈવ યથાશક્તિ જલાદિભિઃ।

પાલિતાઃ પશુપક્ષ્યાદ્યાઃ સંભાવ્યા હિ યથોચિતમ્॥૧૯૭॥

Anna-falādibhish-chaiva

yathā-shakti jalādibhihi ।

Pālitāh pashu-pakṣhyādyāh

sambhāvyā hi yathochitam ॥197॥

પાળેલાં પશુ-પક્ષી વગેરેની અન્ન, ફળ, જળ ઇત્યાદિ વડે યથાશક્તિ ઉચિત સંભાવના કરવી. (૧૯૭)

Pāḷelā pashu-pakṣhī vagerenī anna, faḷ, jaḷ ityādi vaḍe yathāshakti uchit sambhāvanā karavī. (197)

According to one’s means, one should provide suitable food, fruits, water and other sustenance for one’s domesticated animals and birds. (197)


Shlok 198

Vedic Rāg

Simple Rāg

 

 

ધનદ્રવ્યધરાદીનાં પ્રદાનાઽઽદાનયોઃ પુનઃ।

વિશ્વાસહનનં નૈવ કાર્યં ન કપટં તથા॥૧૯૮॥

Dhana-dravya-dharādīnām

pradānā’dānayoh punaha ।

Vishvāsa-hananam naiva

kāryam na kapaṭam tathā ॥198॥

ધન, દ્રવ્ય કે ભૂમિ વગેરેની લેણ-દેણમાં વિશ્વાસઘાત તથા કપટ ન કરવાં. (૧૯૮)

Dhan, dravya ke bhūmi vagerenī leṇ-deṇmā vishvāsghāt tathā kapaṭ na karavā. (198)

One should not betray the trust of or deceive others in transactions involving wealth, objects, land or other commodities. (198)


Shlok 199

Vedic Rāg

Simple Rāg

 

પ્રદાતું કર્મકારિભ્યઃ પ્રતિજ્ઞાતં ધનાદિકમ્।

યથાવાચં પ્રદેયં તત્ નોનં દેયં કદાચન॥૧૯૯॥

Pradātum karma-kāribhyah

pratignātam dhanādikam ।

Yathā-vācham pradeyam tat

nonam deyam kadāchana ॥199॥

કર્મચારીઓને જેટલું ધન આદિ આપવાનું વચન આપ્યું હોય તે વચન પ્રમાણે તે ધન આદિ આપવું પણ ક્યારેય ઓછું ન આપવું. (૧૯૯)

Karmachārīone jeṭalu dhan ādi āpavānu vachan āpyu hoy te vachan pramāṇe te dhan ādi āpavu paṇ kyārey ochhu na āpavu. (199)

One should pay employees the amount of money or other forms of remuneration agreed upon, but should never give less. (199)


Shlok 200

Vedic Rāg

Simple Rāg

 

નૈવ વિશ્વાસઘાતં હિ કુર્યાત્ સત્સઙ્ગમાશ્રિતઃ।

પાલયેદ્ વચનં દત્તં પ્રતિજ્ઞાતં ન લઙ્ઘયેત્॥૨૦૦॥

Naiva vishvāsa-ghātam hi

kuryāt satsangam āshritaha ।

Pālayed vachanam dattam

pratignātam na langhayet ॥200॥

સત્સંગીએ વિશ્વાસઘાત ન કરવો. આપેલું વચન પાળવું. પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. (૨૦૦)

Satsangīe vishvāsghāt na karavo. Āpelu vachan pāḷavu. Pratignānu ullanghan na karavu. (200)

satsangi should not commit betrayal. One should uphold one’s promise. A pledge should not be broken. (200)