Shloks 201-210


Select speed:

0.5x   0.75x   1.0x   1.5x

Shlok 201

Vedic Rāg

Simple Rāg

 

પ્રશાસ્તા પાલયેદ્ ધર્માન્ નિયતા યે સુશાસને।

લોકાનાં ભરણં પુષ્ટિં કુર્યાત્ સંસ્કારરક્ષણમ્॥૨૦૧॥

Prashāstā pālayed dharmān

niyatā ye sushāsane ।

Lokānām bharaṇam puṣhṭim

kuryāt sanskāra-rakṣhaṇam ॥201॥

સુશાસન માટે અવશ્યપણે જોઈએ તે ધર્મોને પ્રશાસકે પાળવા. લોકોનું ભરણ-પોષણ કરવું. સંસ્કારોની રક્ષા કરવી. સર્વેનો અભ્યુદય થાય તે માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષણ, વીજળી, અનાજ, જળ વગેરે દ્વારા સારી રીતે વ્યવસ્થા કરવી. (૨૦૧-૨૦૨)

Sushāsan māṭe avashyapaṇe joīe te dharmone prashāsake pāḷavā. Lokonu bharaṇ-poṣhaṇ karavu. Sanskāronī rakṣhā karavī. Sarveno abhyuday thāy te māṭe swāsthya, shikṣhaṇ, sanrakṣhaṇ, vījaḷī, anāj, jaḷ vagere dvārā sārī rīte vyavasthā karavī. (201-202)

Rulers should follow dharma that is necessary to govern well. They should provide for the people, foster their growth and safeguard sanskārs. They should suitably arrange services for health, education, defense, electricity, food, water and other resources for the benefit of all. (201–202)


Shlok 202

Vedic Rāg

Simple Rāg

 

સ્વાસ્થ્યશિક્ષણસંરક્ષા-વિદ્યુદન્નજલાદિકૈઃ।

સુવ્યવસ્થા વિધાતવ્યા સર્વાઽભ્યુદયહેતુના॥૨૦૨॥

Svāsthya-shikṣhaṇa-samrakṣhā

vidyud-anna-jalādikaihi ।

Su-vyavasthā vidhātavyā

sarvā’bhyudaya-hetunā ॥202॥

સુશાસન માટે અવશ્યપણે જોઈએ તે ધર્મોને પ્રશાસકે પાળવા. લોકોનું ભરણ-પોષણ કરવું. સંસ્કારોની રક્ષા કરવી. સર્વેનો અભ્યુદય થાય તે માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષણ, વીજળી, અનાજ, જળ વગેરે દ્વારા સારી રીતે વ્યવસ્થા કરવી. (૨૦૧-૨૦૨)

Sushāsan māṭe avashyapaṇe joīe te dharmone prashāsake pāḷavā. Lokonu bharaṇ-poṣhaṇ karavu. Sanskāronī rakṣhā karavī. Sarveno abhyuday thāy te māṭe swāsthya, shikṣhaṇ, sanrakṣhaṇ, vījaḷī, anāj, jaḷ vagere dvārā sārī rīte vyavasthā karavī. (201-202)

Rulers should follow dharma that is necessary to govern well. They should provide for the people, foster their growth and safeguard sanskārs. They should suitably arrange services for health, education, defense, electricity, food, water and other resources for the benefit of all. (201–202)


Shlok 203

Vedic Rāg

Simple Rāg

 

ગુણસામર્થ્યરુચ્યાદિ વિદિત્વૈવ જનસ્ય તુ।

તદુચિતેષુ કાર્યેષુ યોજનીયો વિચાર્ય સઃ॥૨૦૩॥

Guṇa-sāmarthya-ruchyādi

viditvaiva janasya tu ।

Yad-uchiteṣhu kāryeṣhu

yojanīyo vichārya saha ॥203॥

કોઈ પણ મનુષ્યના ગુણ, સામર્થ્ય, રુચિ વગેરે જાણીને; વિચાર કરી તેના માટે ઉચિત એવાં કાર્યોમાં તેને જોડવો. (૨૦૩)

Koī paṇ manuṣhyanā guṇ, sāmarthya, ruchi vagere jāṇīne; vichār karī tenā māṭe uchit evā kāryomā tene joḍavo. (203)

A person should be assigned suitable tasks after knowing and considering their qualities, abilities, inclinations and other such factors. (203)


Shlok 204

Vedic Rāg

Simple Rāg

 

શક્યા ભગવતો યત્ર ભક્તિઃ સ્વધર્મપાલનમ્।

તસ્મિન્ દેશે નિવાસો હિ કરણીયઃ સુખેન ચ॥૨૦૪॥

Shakyā Bhagavato yatra

bhaktih sva-dharma-pālanam ।

Tasmin deshe nivāso hi

karaṇīyah sukhena cha ॥204॥

જે દેશને વિષે ભગવાનની ભક્તિ થઈ શકે તથા પોતાના ધર્મનું પાલન થઈ શકે તેવા દેશને વિષે સુખે નિવાસ કરવો. (૨૦૪)

Je deshne viṣhe Bhagwānnī bhakti thaī shake tathā potānā dharmanu pālan thaī shake tevā deshne viṣhe sukhe nivās karavo. (204)

One should happily reside in a country where one can worship Bhagwan and observe one’s dharma. (204)


Shlok 205

Vedic Rāg

Simple Rāg

 

વિદ્યાધનાદિકં પ્રાપ્તું દેશાન્તરં ગતેઽપિ ચ।

સત્સઙ્ગમાદરાત્ તત્ર કુર્યાન્નિયમપાલનમ્॥૨૦૫॥

Vidyā-dhanādikam prāptum

deshāntaram gate’pi cha ।

Satsangam ādarāt tatra

kuryān-niyama-pālanam ॥205॥

વિદ્યા, ધન આદિની પ્રાપ્તિ માટે દેશાંતરમાં જાય ત્યારે ત્યાં પણ આદરથી સત્સંગ કરવો અને નિયમોનું પાલન કરવું. (૨૦૫)

Vidyā, dhan ādinī prāpti māṭe deshāntarmā jāy tyāre tyā paṇ ādarthī satsang karavo ane niyamonu pālan karavu. (205)

A person who migrates elsewhere for educational, economic or other gains should continue to reverently practice satsang and observe niyams. (205)


Shlok 206

Vedic Rāg

Simple Rāg

 

યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્ તદ્દેશનિયમાશ્ચ યે।

સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસનસંમતાઃ॥૨૦૬॥

Yad-deshe hi sva-vāsah syāt

tad-desha-niyamāsh-cha ye ।

Sarvathā pālanīyāste

tat-prashāsana-sammatāhā ॥206॥

જે દેશમાં પોતે રહેતા હોય તે દેશના પ્રશાસનને સંમત નિયમોનું સર્વ રીતે પાલન કરવું. (૨૦૬)

Je deshmā pote rahetā hoy te deshnā prashāsanne sammat niyamonu sarva rīte pālan karavu. (206)

In the country one resides, one should observe the prescribed laws of that country in every way. (206)


Shlok 207

Vedic Rāg

Simple Rāg

 

સંજાતે દેશકાલાદેર્વૈપરીત્યે તુ ધૈર્યતઃ।

અન્તર્ભજેત સાનન્દમ્ અક્ષરપુરુષોત્તમમ્॥૨૦૭॥

Sanjāte desha-kālāder

vaiparītye tu dhairyataha ।

Antar-bhajet sānandam

Akṣhara-Puruṣhottamam ॥207॥

જ્યારે દેશકાળાદિનું વિપરીતપણું થઈ આવે ત્યારે ધીરજ રાખી અક્ષરપુરુષોત્તમ મહારાજનું આનંદ સાથે અંતરમાં ભજન કરવું. (૨૦૭)

Jyāre desh-kāḷādinu viparītpaṇu thaī āve tyāre dhīraj rākhī Akṣhar-Puruṣhottam Mahārājnu ānand sāthe antarmā bhajan karavu. (207)

During adverse times, one should keep patience and joyously worship Akshar-Purushottam Maharaj within. (207)


Shlok 208

Vedic Rāg

Simple Rāg

 

આપત્કાલે તુ સમ્પ્રાપ્તે સ્વીયવાસસ્થલે તદા।

તં દેશં હિ પરિત્યજ્ય સ્થેયં દેશાન્તરે સુખમ્॥૨૦૮॥

Āpat-kāle tu samprāpte

svīya-vāsa-sthale tadā ।

Tam desham hi pari-tyajya

stheyam deshāntare sukham ॥208॥

પોતે જે સ્થાનમાં રહેતા હોય તે સ્થળે આપત્કાળ આવી પડે ત્યારે તે દેશનો ત્યાગ કરી અન્ય દેશને વિષે સુખે નિવાસ કરવો. (૨૦૮)

Pote je sthānmā rahetā hoy te sthaḷe āpatkāḷ āvī paḍe tyāre te deshno tyāg karī anya deshne viṣhe sukhe nivās karavo. (208)

If unfavorable circumstances arise where one lives, one should leave that place and live happily elsewhere. (208)


Shlok 209

Vedic Rāg

Simple Rāg

 

કાર્યં બાલૈશ્ચ બાલાભિર્બાલ્યાદ્ વિદ્યાઽભિપ્રાપણમ્।

દુરાચારઃ કુસઙ્ગશ્ચ ત્યાજ્યાનિ વ્યસનાનિ ચ॥૨૦૯॥

Kāryam bālaish-cha bālābhir

bālyād vidyā’bhi-prāpaṇam ।

Durāchārah kusangash-cha

tyājyāni vyasanāni cha ॥209॥

નાના બાળકો તથા બાલિકાઓએ બાળપણથી જ વિદ્યા પ્રાપ્ત કરવી. દુરાચાર, કુસંગ અને વ્યસનોનો ત્યાગ કરવો. (૨૦૯)

Nānā bāḷako tathā bālikāoe bāḷpaṇthī ja vidyā prāpt karavī. Durāchār, kusang ane vyasanono tyāg karavo. (209)

Young boys and girls should acquire education from childhood. They should avoid inappropriate behaviour, bad company and addictions. (209)


Shlok 210

Vedic Rāg

Simple Rāg

 

ઉત્સાહાદ્ આદરાત્ કુર્યાત્ સ્વાઽભ્યાસં સ્થિરચેતસા।

વ્યર્થતાં ન નયેત્કાલં વિદ્યાર્થી વ્યર્થકર્મસુ॥૨૧૦॥

Utsāhād ādarāt kuryāt

svā’bhyāsam sthira-chetasā ।

Vyarthatām na nayet kālam

vidyārthī vyartha-karmasu ॥210॥

વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો. સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં. (૨૧૦)

Vidyārthīe potāno abhyās sthir chitte, utsāhthī ane ādar thakī karavo. Samayne vyarth karmomā bagāḍavo nahī. (210)

Students should study with concentration, enthusiasm and respect. They should not waste their time in useless activities. (210)