Select speed:
Shlok 211
Vedic Rāg
Simple Rāg
બાલ્યાદેવ દૃઢીકુર્યાત્ સેવાવિનમ્રતાદિકમ્।
નિર્બલતાં ભયં ચાઽપિ નૈવ ગચ્છેત્ કદાચન॥૨૧૧॥
Bālyād eva dṛaḍhī-kuryāt
sevā-vinamratādikam ।
Nirbalatām bhayam chā’pi
naiva gachchhet kadāchana ॥211॥
બાળપણથી જ સેવા, વિનમ્રતા વગેરે દૃઢ કરવાં. ક્યારેય નિર્બળ ન થવું અને ભય ન પામવો. (૨૧૧)
Bāḷpaṇthī ja sevā, vinamratā vagere dṛuḍh karavā. Kyārey nirbaḷ na thavu ane bhay na pāmavo. (211)
From childhood, one should strengthen the virtues of sevā, humility and other virtues. One should never lose courage or be fearful. (211)
Shlok 212
Vedic Rāg
Simple Rāg
બાલ્યાદેવ હિ સત્સઙ્ગં કુર્યાદ્ ભક્તિં ચ પ્રાર્થનામ્।
કાર્યા પ્રતિદિનં પૂજા પિત્રોઃ પઞ્ચાઙ્ગવન્દના॥૨૧૨॥
Bālyād eva hi satsangam
kuryād bhaktim cha prārthanām ।
Kāryā prati-dinam pūjā
pitroh panchānga-vandanā ॥212॥
બાળપણથી જ સત્સંગ, ભક્તિ અને પ્રાર્થના કરવાં. પ્રતિદિન પૂજા કરવી તથા માતા-પિતાને પંચાંગ પ્રણામ કરવા. (૨૧૨)
Bāḷpaṇthī ja satsang, bhakti ane prārthanā karavā. Pratidin pūjā karavī tathā mātā-pitāne panchāng praṇām karavā. (212)
From childhood, one should practice satsang, offer devotion and pray. One should daily perform puja and offer panchāng pranāms to one’s mother and father. (212)
Shlok 213
Vedic Rāg
Simple Rāg
વિશેષસંયમઃ પાલ્યઃ કૌમાર્યે યૌવને તથા।
અયોગ્યસ્પર્શદૃશ્યાદ્યાસ્ત્યાજ્યાઃ શક્તિવિનાશકાઃ॥૨૧૩॥
Visheṣha-sanyamah pālyah
kaumārye yauvane tathā ।
Ayogya-sparsha-dṛushyādyās-
tyājyāh shakti-vināshakāhā ॥213॥
કુમાર તથા યુવાન અવસ્થામાં વિશેષ સંયમ પાળવો. શક્તિનો નાશ કરે એવા અયોગ્ય સ્પર્શ, દૃશ્ય વગેરેનો ત્યાગ કરવો. (૨૧૩)
Kumār tathā yuvān avasthāmā visheṣh sanyam pāḷavo. Shaktino nāsh kare evā ayogya sparsh, dṛushya vagereno tyāg karavo. (213)
During adolescence and early adulthood, one should exercise greater self-control and refrain from improper physical contact, sights and other activities that destroy one’s energies [physical, mental and spiritual]. (213)
Shlok 214
Vedic Rāg
Simple Rāg
સત્ફલોન્નાયકં કુર્યાદ્ ઉચિતમેવ સાહસમ્।
ન કુર્યાત્ કેવલં યદ્ધિ સ્વમનોલોકરઞ્જકમ્॥૨૧૪॥
Sat-falonnāyakam kuryād
uchitam eva sāhasam ।
Na kuryāt kevalam yaddhi
sva-mano-loka-ranjakam ॥214॥
સારા ફળને આપે તેવું, ઉન્નતિ કરે તેવું અને ઉચિત હોય તેવું જ સાહસ કરવું. જે કેવળ પોતાના મનનું અને લોકોનું રંજન કરે તેવું સાહસ ન કરવું. (૨૧૪)
Sārā faḷne āpe tevu, unnati kare tevu ane uchit hoy tevu ja sāhas karavu. Je kevaḷ potānā mannu ane lokonu ranjan kare tevu sāhas na karavu. (214)
One should only undertake ventures that are appropriate and lead to good outcomes and development. However, one should not engage in ventures that merely entertain one’s mind or gratify others. (214)
Shlok 215
Vedic Rāg
Simple Rāg
નિયતોદ્યમકર્તવ્યે નાઽઽલસ્યમ્ આપ્નુયાત્ ક્વચિત્।
શ્રદ્ધાં પ્રીતિં હરૌ કુર્યાત્ પૂજાં સત્સઙ્ગમન્વહમ્॥૨૧૫॥
Niyatodyama-kartavye
nā’lasyam āpnuyāt kvachit ।
Shraddhām prītim Harau kuryāt
pūjām satsangam anvaham ॥215॥
પોતાને અવશ્ય કરવાના ઉદ્યમને વિષે ક્યારેય આળસ ન કરવી. ભગવાનને વિષે શ્રદ્ધા અને પ્રીતિ કરવી. પ્રતિદિન પૂજા કરવી અને સત્સંગ કરવો. (૨૧૫)
Potāne avashya karavānā udyamne viṣhe kyārey āḷas na karavī. Bhagwānne viṣhe shraddhā ane prīti karavī. Pratidin pūjā karavī ane satsang karavo. (215)
One should never be lazy in undertaking one’s important tasks. One should have faith in and love towards Bhagwan. One should daily perform puja and do satsang. (215)
Shlok 216
Vedic Rāg
Simple Rāg
સઙ્ગોઽત્ર બલવાઁલ્લોકે યથાસઙ્ગં હિ જીવનમ્।
સતાં સઙ્ગમ્ અતઃ કુર્યાત્ કુસઙ્ગં સર્વથા ત્યજેત્॥૨૧૬॥
Sango’tra balavānl-loke
yathā-sangam hi jīvanam ।
Satām sangam atah kuryāt
kusangam sarvathā tyajet ॥216॥
આ લોકમાં સંગ બળવાન છે. જેવો સંગ હોય તેવું જીવન બને. આથી સારા મનુષ્યોનો સંગ કરવો. કુસંગનો સર્વથા ત્યાગ કરવો. (૨૧૬)
Ā lokmā sang baḷavān chhe. Jevo sang hoy tevu jīvan bane. Āthī sārā manuṣhyono sang karavo. Kusangno sarvathā tyāg karavo. (216)
In this world, the company one keeps has great influence. The type of association molds one’s life accordingly. Therefore, one should always keep the company of virtuous people and totally shun bad company. (216)
Shlok 217
Vedic Rāg
Simple Rāg
કામાઽઽસક્તો ભવેદ્ યો હિ કૃતઘ્નો લોકવઞ્ચકઃ।
પાખણ્ડી કપટી યશ્ચ તસ્ય સઙ્ગં પરિત્યજેત્॥૨૧૭॥
Kāmā’sakto bhaved yo hi
kṛutaghno loka-vanchakaha ।
Pākhaṇḍī kapaṭī yash-cha
tasya sangam pari-tyajet ॥217॥
જે મનુષ્ય કામાસક્ત, કૃતઘ્ની, લોકોને છેતરનાર, પાખંડી તથા કપટી હોય તેનો સંગ ત્યજવો. (૨૧૭)
Je manuṣhya kāmāsakta, kṛutaghnī, lokone chhetarnār, pākhanḍī tathā kapaṭī hoy teno sang tyajavo. (217)
One should renounce the company of those who are lustful, ungrateful, dishonest, hypocritical or deceitful. (217)
Shlok 218
Vedic Rāg
Simple Rāg
હરેસ્તદવતારાણાં ખણ્ડનં વિદધાતિ યઃ।
ઉપાસ્તેઃ ખણ્ડનં યશ્ચ કુરુતે પરમાત્મનઃ॥૨૧૮॥
Hares-tad-avatārāṇām
khaṇḍanam vidadhāti yaha ।
Upāsteh khaṇḍanam yash-cha
kurute Paramātmanaha ॥218 ॥
જે મનુષ્ય ભગવાન અને તેમના અવતારોનું ખંડન કરતો હોય, પરમાત્માની ઉપાસનાનું ખંડન કરતો હોય અને સાકાર ભગવાનને નિરાકાર માનતો હોય તેનો સંગ ન કરવો. તેવા ગ્રંથો ન વાંચવા. (૨૧૮-૨૧૯)
Je manuṣhya Bhagwān ane temanā avatāronu khanḍan karato hoy, Paramātmānī upāsanānu khanḍan karato hoy ane sākār Bhagwānne nirākār mānato hoy teno sang na karavo. Tevā grantho na vānchavā. (218-219)
One should not associate with those who deny Bhagwan and his incarnations, disapprove of upāsanā to Paramatma or believe Bhagwan, who eternally possesses a form, to be formless. Do not read such texts. (218–219)
Shlok 219
Vedic Rāg
Simple Rāg
સાકૃતિકં પરબ્રહ્મ મનુતે યો નિરાકૃતિ।
તસ્ય સઙ્ગો ન કર્તવ્યસ્તાદૃગ્ગ્રન્થાન્ પઠેન્નહિ॥૨૧૯॥
Sākṛutikam Parabrahma
manute yo nirākṛuti ।
Tasya sango na kartavyas-
tādṛug-granthān paṭhen-na hi ॥219॥
જે મનુષ્ય ભગવાન અને તેમના અવતારોનું ખંડન કરતો હોય, પરમાત્માની ઉપાસનાનું ખંડન કરતો હોય અને સાકાર ભગવાનને નિરાકાર માનતો હોય તેનો સંગ ન કરવો. તેવા ગ્રંથો ન વાંચવા. (૨૧૮-૨૧૯)
Je manuṣhya Bhagwān ane temanā avatāronu khanḍan karato hoy, Paramātmānī upāsanānu khanḍan karato hoy ane sākār Bhagwānne nirākār mānato hoy teno sang na karavo. Tevā grantho na vānchavā. (218-219)
One should not associate with those who deny Bhagwan and his incarnations, disapprove of upāsanā to Paramatma or believe Bhagwan, who eternally possesses a form, to be formless. Do not read such texts. (218–219)
Shlok 220
Vedic Rāg
Simple Rāg
ખણ્ડનં મન્દિરાણાં યો મૂર્તીનાં કુરુતે હરેઃ।
સત્યાઽહિંસાદિધર્માણાં તસ્ય સઙ્ગં પરિત્યજેત્॥૨૨૦॥
Khaṇḍanam mandirāṇām yo
mūrtīnām kurute Harehe ।
Satyā’hinsādi-dharmāṇām
tasya sangam pari-tyajet ॥220॥
જે મનુષ્ય મંદિર અને ભગવાનની મૂર્તિઓનું ખંડન કરતો હોય, સત્ય-અહિંસા આદિ ધર્મોનું ખંડન કરતો હોય તેના સંગનો ત્યાગ કરવો. (૨૨૦)
Je manuṣhya mandir ane Bhagwānnī mūrtionu khanḍan karato hoy, satya-ahinsā ādi dharmonu khanḍan karato hoy tenā sangno tyāg karavo. (220)
One should renounce the company of those who decry mandirs and Bhagwan’s murtis or denounce truth, non-violence and other such righteous conduct. (220)