Select speed:
Shlok 261
Vedic Rāg
Simple Rāg
મર્યાદા પાલનીયૈવ સર્વૈર્મન્દિરમાગતૈઃ।
નાર્યો નૈવ નરૈઃ સ્પૃશ્યા નારીભિશ્ચ નરાસ્તથા॥૨૬૧॥
Maryādā pālanīyaiva
sarvair mandiram āgataihi ।
Nāryo naiva naraih spṛushyā
nārībhish-cha narās-tathā ॥261॥
મંદિરમાં આવેલ સૌ કોઈએ મર્યાદાનું પાલન અવશ્ય કરવું. મંદિરને વિષે આવેલ પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. (૨૬૧)
Mandirmā āvel sau koīe maryādānu pālan avashya karavu. Mandirne viṣhe āvel puruṣhoe strīno sparsh na karavo tathā strīoe puruṣhno sparsh na karavo. (261)
After arriving at the mandir, all should certainly follow its disciplines. Males should not touch females and females should not touch males. (261)
Shlok 262
Vedic Rāg
Simple Rāg
નિયમમનુસૃત્યૈવ સત્સઙ્ગસ્ય તુ મન્દિરે।
વસ્ત્રાણિ પરિધેયાનિ સ્ત્રીભિઃ પુમ્ભિશ્ચ સર્વદા॥૨૬૨॥
Niyamam anusṛutyaiva
satsangasya tu mandire ।
Vastrāṇi pari-dheyāni
strībhih pumbhish-cha sarvadā ॥262॥
સ્ત્રીઓ તથા પુરુષોએ હંમેશાં સત્સંગના નિયમ અનુસાર મંદિરને વિષે વસ્ત્રો પહેરવાં. (૨૬૨)
Strīo tathā puruṣhoe hammeshā satsangnā niyam anusār mandirne viṣhe vastro paheravā. (262)
At the mandir, males and females should always dress according to the norms of satsang. (262)
Shlok 263
Vedic Rāg
Simple Rāg
ગચ્છેદ્ યદા દર્શનાર્થં ભક્તજનો હરેર્ગુરોઃ।
રિક્તેન પાણિના નૈવ ગચ્છેત્ તદા કદાચન॥૨૬૩॥
Gachchhed yadā darshanārtham
bhakta-jano Harer guroho ।
Riktena pāṇinā naiva gachchhet
tadā kadāchana ॥263॥
ભક્તજને ભગવાન કે ગુરુનાં દર્શને ક્યારેય ખાલી હાથે ન જવું. (૨૬૩)
Bhaktajane Bhagwān ke gurunā darshane kyārey khālī hāthe na javu. (263)
A devotee should never go empty-handed for the darshan of Bhagwan or the guru. (263)
Shlok 264
Vedic Rāg
Simple Rāg
આદિત્યચન્દ્રયોર્ગ્રાહ-કાલે સત્સઙ્ગિભિઃ સમૈઃ।
પરિત્યજ્ય ક્રિયાઃ સર્વાઃ કર્તવ્યં ભજનં હરેઃ॥૨૬૪॥
Āditya-chandrayor grāha-
kāle satsangibhih samaihi ।
Pari-tyajya kriyāhā sarvāh
kartavyam bhajanam Harehe ॥264॥
સર્વે સત્સંગીઓએ સૂર્ય કે ચન્દ્રના ગ્રહણ કાળે સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું. તે સમયે નિદ્રા તથા ભોજનનો ત્યાગ કરીને એક સ્થળે બેસીને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ભગવત્કીર્તનાદિ કરવું. (૨૬૪-૨૬૫)
Sarve satsangīoe sūrya ke chandranā grahaṇ kāḷe sarva kriyāono tyāg karī Bhagwānnu bhajan karavu. Te samaye nidrā tathā bhojanno tyāg karīne ek sthaḷe besīne grahaṇ pūrṇa thāy tyā sudhī bhagwat-kīrtanādi karavu. (264-265)
During a solar or lunar eclipse, all satsangis should discontinue all activities and engage in Bhagwan’s bhajan. During that time, one should not sleep or eat, but sit in one place to sing kirtans dedicated to Bhagwan and undertake other forms of devotion until the eclipse is over. (264– 265)
Shlok 265
Vedic Rāg
Simple Rāg
નિદ્રાં ચ ભોજનં ત્યક્ત્વા તદૈકત્રોપવિશ્ય ચ।
કર્તવ્યં ગ્રાહમુક્ત્યન્તં ભગવત્કીર્તનાદિકમ્॥૨૬૫॥
Nidrām cha bhojanam tyaktvā
tadaikatropavishya cha ।
Kartavyam grāha-muktyantam
Bhagavat-kīrtanādikam ॥265॥
સર્વે સત્સંગીઓએ સૂર્ય કે ચન્દ્રના ગ્રહણ કાળે સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું. તે સમયે નિદ્રા તથા ભોજનનો ત્યાગ કરીને એક સ્થળે બેસીને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ભગવત્કીર્તનાદિ કરવું. (૨૬૪-૨૬૫)
Sarve satsangīoe sūrya ke chandranā grahaṇ kāḷe sarva kriyāono tyāg karī Bhagwānnu bhajan karavu. Te samaye nidrā tathā bhojanno tyāg karīne ek sthaḷe besīne grahaṇ pūrṇa thāy tyā sudhī bhagwat-kīrtanādi karavu. (264-265)
During a solar or lunar eclipse, all satsangis should discontinue all activities and engage in Bhagwan’s bhajan. During that time, one should not sleep or eat, but sit in one place to sing kirtans dedicated to Bhagwan and undertake other forms of devotion until the eclipse is over. (264– 265)
Shlok 266
Vedic Rāg
Simple Rāg
ગ્રાહમુક્તૌ સવસ્ત્રં હિ કાર્યં સ્નાનં સમૈર્જનૈઃ।
ત્યાગિભિશ્ચ હરિઃ પૂજ્યો દેયં દાનં ગૃહસ્થિતૈઃ॥૨૬૬॥
Grāha-muktau sa-vastram hi
kāryam snānam samair janaihi ।
Tyāgibhish-cha Harihi pūjyo
deyam dānam gṛuhasthitaihi ॥266॥
ગ્રહણની મુક્તિ થયે સર્વ જનોએ સવસ્ત્ર સ્નાન કરવું. ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી અને ગૃહસ્થોએ દાન કરવું. (૨૬૬)
Grahaṇnī mukti thaye sarva janoe savastra snān karavu. Tyāgīoe Bhagwānnī pūjā karavī ane gṛuhasthoe dān karavu. (266)
When the eclipse is over, all should bathe and soak the clothes they are wearing. Thereafter, renunciants should perform puja and householder devotees should give donations. (266)
Shlok 267
Vedic Rāg
Simple Rāg
જન્મનો મરણસ્યાઽપિ વિધયઃ સૂતકાદયઃ।
સત્સઙ્ગરીતિમાશ્રિત્ય પાલ્યાઃ શ્રાદ્ધાદયસ્તથા॥૨૬૭॥
Janmano maraṇasyā’pi
vidhayah sūtakādayaha ।
Satsanga-rītim-āshritya
pālyāh shrāddhā-dayas-tathā ॥267॥
જન્મ-મરણની સૂતક તથા શ્રાદ્ધ વગેરે વિધિઓ સત્સંગની રીતને અનુસરી પાળવી. (૨૬૭)
Janma-maraṇnī sūtak tathā shrāddha vagere vidhio satsangnī rītne anusarī pāḷavī. (267)
One should perform rituals related to birth, death and shrāddh according to the Satsang tradition. (267)
Shlok 268
Vedic Rāg
Simple Rāg
પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્યવર્તને।
પરમાત્મપ્રસાદાર્થં શુદ્ધેન ભાવતસ્તદા॥૨૬૮॥
Prāyash-chittam anuṣhṭheyam
jāte tvayogya-vartane ।
Paramātma-prasādārtham
shuddhena bhāvatas-tadā ॥268॥
કોઈ અયોગ્ય આચરણ થઈ જાય ત્યારે ભગવાનને રાજી કરવા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત્ત કરવું. (૨૬૮)
Koī ayogya ācharaṇ thaī jāy tyāre Bhagwānne rājī karavā shuddha bhāve prāyashchitta karavu. (268)
If one has acted immorally, one should piously atone to please Bhagwan. (268)
Shlok 269
Vedic Rāg
Simple Rāg
આપત્કાલે તુ સત્યેવ હ્યાપદો ધર્મમાચરેત્।
અલ્પાપત્તિં મહાપત્તિં મત્વા ધર્મં ન સંત્યજેત્॥૨૬૯॥
Āpat-kāle tu satyeva
hyāpado dharmam ācharet ।
Alpāpattim mahāpattim
matvā dharmam na san-tyajet ॥269॥
આપત્કાળમાં જ આપદ્ધર્મ આચરવો. અલ્પ આપત્તિને મોટી આપત્તિ માની લઈ ધર્મનો ત્યાગ ન કરવો. (૨૬૯)
Āpatkāḷmā ja āpaddharma ācharavo. Alp āpattine moṭī āpatti mānī laī dharmano tyāg na karavo. (269)
One should follow the rules described for emergencies only in times of crisis. Do not give up one’s dharma by considering minor difficulties to be major. (269)
Shlok 270
Vedic Rāg
Simple Rāg
આપત્તૌ કષ્ટદાયાં તુ રક્ષા સ્વસ્ય પરસ્ય ચ।
યથૈવ સ્યાત્ તથા કાર્યં રક્ષતા ભગવદ્બલમ્॥૨૭૦॥
Āpattau kaṣhṭa-dāyām tu
rakṣhā svasya parasya cha ।
Yathaiva syāt tathā kāryam
rakṣhatā Bhagavad-balam ॥270॥
કષ્ટ આપે તેવી આપત્તિ આવી પડે ત્યારે ભગવાનનું બળ રાખી જે રીતે પોતાની તથા અન્યની રક્ષા થાય તેમ કરવું. (૨૭૦)
Kaṣhṭ āpe tevī āpatti āvī paḍe tyāre Bhagwānnu baḷ rākhī je rīte potānī tathā anyanī rakṣhā thāy tem karavu. (270)
When agonizing calamities arise, one should derive strength from Bhagwan and act to protect oneself and others. (270)