Shloks 271-280


Select speed:

0.5x   0.75x   1.0x   1.5x

Shlok 271

Vedic Rāg

Simple Rāg

 

આપત્તૌ પ્રાણનાશિન્યાં પ્રાપ્તાયાં તુ વિવેકિના।

ગુર્વાદેશાઽનુસારેણ પ્રાણાન્ રક્ષેત્ સુખં વસેત્॥૨૭૧॥

Āpattau prāṇa-nāshinyām

prāptāyām tu vivekinā ।

Gurvādeshā’nusāreṇa

prāṇān rakṣhet sukham vaset ॥271॥

વિવેકી મનુષ્યે પ્રાણનો નાશ થાય તેવી આપત્તિ આવી પડે ત્યારે ગુરુના આદેશોને અનુસરીને પ્રાણની રક્ષા કરવી અને સુખે રહેવું. (૨૭૧)

Vivekī manuṣhye prāṇno nāsh thāy tevī āpatti āvī paḍe tyāre gurunā ādeshone anusarīne prāṇnī rakṣhā karavī ane sukhe rahevu. (271)

When faced with circumstances that may result in death, one who is wise should act according to the guru’s teachings to protect one’s life and live peacefully. (271)


Shlok 272

Vedic Rāg

Simple Rāg

 

સત્સઙ્ગરીતિમાશ્રિત્ય ગુર્વાદેશાઽનુસારતઃ।

પરિશુદ્ધેન ભાવેન સર્વૈઃ સત્સઙ્ગિભિર્જનૈઃ॥૨૭૨॥

Satsanga-rītim-āshritya

gurvādeshā’nusārataha ।

Pari-shuddhena bhāvena

sarvaih satsangibhir janaihi ॥272॥

સર્વે સત્સંગી જનોએ સત્સંગની રીત પ્રમાણે, ગુરુના આદેશ અનુસાર, પરિશુદ્ધ ભાવથી દેશ, કાળ, અવસ્થા તથા પોતાની શક્તિ પ્રમાણે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત કરવાં. (૨૭૨-૨૭૩)

Sarve satsangī janoe satsangnī rīt pramāṇe, gurunā ādesh anusār, parishuddha bhāvthī desh, kāḷ, avasthā tathā potānī shakti pramāṇe āchār, vyavahār ane prāyashchit karavā. (272-273)

As per their prevailing location, time, age and abilities, all satsangis should genuinely act, atone and engage in dealings according to the traditions of the Satsang and the guru’s instructions. (272–273)


Shlok 273

Vedic Rāg

Simple Rāg

 

દેશં કાલમવસ્થાં ચ સ્વશક્તિમનુસૃત્ય ચ।

આચારો વ્યવહારશ્ચ પ્રાયશ્ચિત્તં વિધીયતામ્॥૨૭૩॥

Desham kālam avasthām cha

sva-shaktim anusṛutya cha ।

Āchāro vyavahārash-cha

prāyash-chittam vidhīyatām ॥273॥

સર્વે સત્સંગી જનોએ સત્સંગની રીત પ્રમાણે, ગુરુના આદેશ અનુસાર, પરિશુદ્ધ ભાવથી દેશ, કાળ, અવસ્થા તથા પોતાની શક્તિ પ્રમાણે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત કરવાં. (૨૭૨-૨૭૩)

Sarve satsangī janoe satsangnī rīt pramāṇe, gurunā ādesh anusār, parishuddha bhāvthī desh, kāḷ, avasthā tathā potānī shakti pramāṇe āchār, vyavahār ane prāyashchit karavā. (272-273)

As per their prevailing location, time, age and abilities, all satsangis should genuinely act, atone and engage in dealings according to the traditions of the Satsang and the guru’s instructions. (272–273)


Shlok 274

Vedic Rāg

Simple Rāg

 

જીવનમ્ ઉન્નતિં યાતિ ધર્મનિયમપાલનાત્।

અન્યશ્ચાઽપિ સદાચારપાલને પ્રેરિતો ભવેત્॥૨૭૪॥

Jīvanam unnatim yāti

dharma-niyama-pālanāt ।

Anyashchā’pi sadāchāra-

pālane prerito bhavet ॥274॥

ધર્મ-નિયમ પાળવાથી જીવન ઉન્નત થાય છે અને અન્યને પણ સદાચાર પાળવાની પ્રેરણા મળે છે. (૨૭૪)

Dharma-niyam pāḷavāthī jīvan unnat thāy chhe ane anyane paṇ sadāchār pāḷavānī preraṇā maḷe chhe. (274)

Observing dharma and niyams elevates the quality of one’s life and also inspires others to live righteously. (274)


Shlok 275

Vedic Rāg

Simple Rāg

 

ભૂતપ્રેતપિશાચાદેર્ભયં કદાપિ નાઽઽપ્નુયાત્।

ઈદૃક્શઙ્કાઃ પરિત્યજ્ય હરિભક્તઃ સુખં વસેત્॥૨૭૫॥

Bhūta-preta-pishāchāder

bhayam kadāpi nā’pnuyāt ।

Īdṛuk shankāh pari-tyajya

haribhaktah sukham vaset ॥275॥

ભગવાનના ભક્તે ક્યારેય ભૂત, પ્રેત, પિશાચ આદિની બીક ન રાખવી. આવી આશંકાઓનો ત્યાગ કરીને સુખે રહેવું. (૨૭૫)

Bhagwānnā bhakte kyārey bhūt, pret, pishāch ādinī bīk na rākhavī. Āvī āshankāono tyāg karīne sukhe rahevu. (275)

Devotees of Bhagwan should never fear evil spirits, such as bhuts, prets or pishāchas. They should give up such apprehensions and live happily. (275)


Shlok 276

Vedic Rāg

Simple Rāg

 

શુભાઽશુભપ્રસઙ્ગેષુ મહિમસહિતં જનઃ।

પવિત્રાં સહજાનન્દ-નામાવલિં પઠેત્ તથા॥૨૭૬॥

Shubhā’shubha-prasangeṣhu

mahima-sahitam janaha ।

Pavitrām Sahajānanda-

Nāmāvalim paṭhet tathā ॥276॥

શુભ તથા અશુભ પ્રસંગોને વિષે મહિમાએ સહિત પવિત્ર સહજાનંદ નામાવલીનો પાઠ કરવો. (૨૭૬)

Shubh tathā ashubh prasangone viṣhe mahimāe sahit pavitra Sahajānand Nāmāvalīno pāṭh karavo. (276)

On auspicious and inauspicious occasions, one should recite the sacred ‘Sahajanand Namavali’ while understanding its glory. (276)


Shlok 277

Vedic Rāg

Simple Rāg

 

કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કર્હિચિત્।

અનિષ્ટકરણે નૂનં સત્સઙ્ગાઽઽશ્રયશાલિનામ્॥૨૭૭॥

Kālo vā karma vā māyā

prabhaven-naiva karhichit ।

Aniṣhṭa-karaṇe nūnam

satsangā’shraya-shālinām ॥277॥

જેઓને સત્સંગનો આશ્રય થયો છે તેમનું કાળ, કર્મ કે માયા ક્યારેય અનિષ્ટ કરવા સમર્થ થતાં જ નથી. (૨૭૭)

Jeone satsangno āshray thayo chhe temanu kāḷ, karma ke māyā kyārey aniṣhṭ karavā samarth thatā ja nathī. (277)

Kāl, karma and māyā can never harm those who have taken refuge in satsang. (277)


Shlok 278

Vedic Rāg

Simple Rāg

 

અયોગ્યવિષયાશ્ચૈવમ્ અયોગ્યવ્યસનાનિ ચ।

આશઙ્કાઃ સંપરિત્યાજ્યાઃ સત્સઙ્ગમાશ્રિતૈઃ સદા॥૨૭૮॥

Ayogya-viṣhayāsh-chaivam

ayogya-vyasanāni cha ।

Āshankāh sampari-tyājyāh

satsangam āshritaih sadā ॥278॥

સત્સંગીઓએ અયોગ્ય વિષયો, વ્યસનો તથા વહેમનો સદાય ત્યાગ કરવો. (૨૭૮)

Satsangīoe ayogya viṣhayo, vyasano tathā vahemno sadāy tyāg karavo. (278)

Satsangis should always renounce inappropriate indulgence in the sense pleasures, addictions and superstitions. (278)


Shlok 279

Vedic Rāg

Simple Rāg

 

નૈવ મન્યેત કર્તૃત્વં કાલકર્માદિકસ્ય તુ।

મન્યેત સર્વકર્તારમ્ અક્ષરપુરુષોત્તમમ્॥૨૭૯॥

Naiva manyeta kartṛutvam

kāla-karmādikasya tu ।

Manyeta sarva-kartāram

Akṣhara-Puruṣhottamam ॥279॥

કાળ, કર્મ આદિનું કર્તાપણું ન માનવું. અક્ષરપુરુષોત્તમ મહારાજને સર્વકર્તા માનવા. (૨૭૯)

Kāḷ, karma ādinu kartāpaṇu na mānavu. Akṣhar-Puruṣhottam Mahārājne sarva-kartā mānavā. (279)

Do not believe kāl, karma and other factors to be the doers. One should realize Akshar-Purushottam Maharaj as the all-doer. (279)


Shlok 280

Vedic Rāg

Simple Rāg

 

વિપત્તિષુ ધરેદ્ધૈર્યં પ્રાર્થનં યત્નમાચરેત્।

ભજેત દૃઢવિશ્વાસમ્ અક્ષરપુરુષોત્તમે॥૨૮૦॥

Vipattiṣhu dhared dhairyam

prārthanam yatnam ācharet ।

Bhajeta dṛaḍha-vishvāsam

Akṣhara-Puruṣhottame ॥280॥

વિપત્તિ આવે ત્યારે ધીરજ રાખવી, પ્રાર્થના કરવી, પ્રયત્ન કરવો અને અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે દૃઢ વિશ્વાસ રાખવો. (૨૮૦)

Vipatti āve tyāre dhīraj rākhavī, prārthanā karavī, prayatna karavo ane Akṣhar-Puruṣhottam Mahārājne viṣhe dṛuḍh vishvās rākhavo. (280)

In difficult times, one should remain patient, offer prayers, persevere and keep firm faith in Akshar-Purushottam Maharaj. (280)