Shloks 11-20

Select speed:

0.5x   0.75x   1.0x   1.5x

Shlok 11

Vedic Rāg

Simple Rāg

શાસ્ત્રેઽસ્મિઞ્જ્ઞાપિતા સ્પષ્ટમ્ આજ્ઞોપાસનપદ્ધતિઃ।

પરમાત્મ-પરબ્રહ્મ-સહજાનન્દ-દર્શિતા॥૧૧॥

Shāstre’smin gnāpitā spaṣhṭam
āgnopāsana-paddhatihi ।

Paramātma-Parabrahma-
Sahajānanda-darshitā ॥11॥

આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે. (૧૧)

Ā shāstramā Parabrahma Sahajānand Paramātmāe darshāvel āgnā tathā upāsanānī paddhatine spaṣhṭa rīte jaṇāvī chhe. (11)

The methods of āgnā and upāsanā revealed by Parabrahman Sahajanand Paramatma are clearly expressed in this shastra. (11)

Shlok 12

Vedic Rāg

Simple Rāg

સત્સઙ્ગાઽધિકૃતઃ સર્વે સર્વે સુખાઽધિકારિણઃ।

સર્વેઽર્હા બ્રહ્મવિદ્યાયાં નાર્યશ્ચૈવ નરાસ્તથા॥૧૨॥

Satsangā’dhikṛutah sarve
sarve sukhā’dhi-kāriṇaha ।

Sarve’rhā brahmavidyāyām
nāryash-chaiva narās-tathā ॥12॥

પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે અને સર્વે બ્રહ્મવિદ્યાના અધિકારી છે. (૧૨)

Puruṣho tathā strīo sarve satsangnā adhikārī chhe, sarve sukhnā adhikārī chhe ane sarve brahma-vidyānā adhikārī chhe. (12)

All males and females are entitled to satsang, all are entitled to happiness and all are entitled to brahmavidyā. (12)

Shlok 13

Vedic Rāg

Simple Rāg

નૈવ ન્યૂનાધિકત્વં સ્યાત્ સત્સઙ્ગે લિઙ્ગભેદતઃ।

સ્વસ્વમર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિં સમાપ્નુયુઃ॥૧૩॥

Naiva nyūnādhikatvam syāt
satsange linga-bhedataha ।

Sva-sva-maryādayā sarve
bhaktyā muktim samāpnuyuhu ॥13॥

સત્સંગમાં લિંગભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું. બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. (૧૩)

Satsangmā ling-bhedthī nyūnādhikpaṇu na ja samajavu. Badhā pot-potānī maryādāmā rahī bhakti vaḍe muktine pāmī shake chhe. (13)

In Satsang, superiority or inferiority should never be understood to be based on gender. All can attain moksha through devotion while observing the dharma prescribed for them. (13)

Shlok 14

Vedic Rāg

Simple Rāg

સર્વવર્ણગતાઃ સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા।

સત્સઙ્ગે બ્રહ્મવિદ્યાયાં મોક્ષે સદાઽધિકારિણઃ॥૧૪॥

Sarva-varṇa-gatāh sarvā
nāryah sarve narās-tathā ।

Satsange brahmavidyāyām
mokṣhe sadā’dhikāriṇaha ॥14॥

સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિકભાવ ન કરવો. સર્વ જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત-જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. (૧૪-૧૬)

Sarva varṇanā sarva strīo tathā sarva puruṣho sadāy satsang, brahma-vidyā ane mokṣhanā adhikārī chhe. Varṇanā ādhāre kyārey nyūnādhik-bhāv na karavo. Sarva janoe potānā varṇanu mān tyajīne paraspar sevā karavī. Jātie karīne koī mahān nathī ane koī nyūn paṇ nathī. Tethī nāt-jātne laīne klesh na karavo ne sukhe satsang karavo. (14-16)

All men and women of all castes are forever entitled to satsang, brahmavidyā and moksha. Do not attribute notions of superiority and inferiority based on varna. All persons should shun their ego based on their caste and serve one another. No one is superior and no one is inferior by birth. Therefore, one should not quarrel based on caste or class and should joyfully practice satsang. (14–16)

Shlok 15

Vedic Rāg

Simple Rāg

ન ન્યૂનાઽધિકતા કાર્યા વર્ણાઽઽધારેણ કર્હિચિત્।

ત્યક્ત્વા સ્વવર્ણમાનં ચ સેવા કાર્યા મિથઃ સમૈઃ॥૧૫॥

Na nyūnā’dhikatā kāryā
varṇā’dhāreṇa karhichit ।

Tyaktvā sva-varṇa-mānam cha
sevā kāryā mithah samaihi ॥15॥

સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિકભાવ ન કરવો. સર્વ જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત-જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. (૧૪-૧૬)

Sarva varṇanā sarva strīo tathā sarva puruṣho sadāy satsang, brahma-vidyā ane mokṣhanā adhikārī chhe. Varṇanā ādhāre kyārey nyūnādhik-bhāv na karavo. Sarva janoe potānā varṇanu mān tyajīne paraspar sevā karavī. Jātie karīne koī mahān nathī ane koī nyūn paṇ nathī. Tethī nāt-jātne laīne klesh na karavo ne sukhe satsang karavo. (14-16)

All men and women of all castes are forever entitled to satsang, brahmavidyā and moksha. Do not attribute notions of superiority and inferiority based on varna. All persons should shun their ego based on their caste and serve one another. No one is superior and no one is inferior by birth. Therefore, one should not quarrel based on caste or class and should joyfully practice satsang. (14–16)

Shlok 16

Vedic Rāg

Simple Rāg

જાત્યા નૈવ મહાન્ કોઽપિ નૈવ ન્યૂનસ્તથા યતઃ।

જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ સુખં સત્સઙ્ગમાચરેત્॥૧૬॥

Jātyā naiva mahān ko’pi
naiva nyūnas-tathā yataha ।

Jātyā klesho na kartavyah

sukham satsangam ācharet ॥16॥

સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિકભાવ ન કરવો. સર્વ જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત-જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. (૧૪-૧૬)

Sarva varṇanā sarva strīo tathā sarva puruṣho sadāy satsang, brahma-vidyā ane mokṣhanā adhikārī chhe. Varṇanā ādhāre kyārey nyūnādhik-bhāv na karavo. Sarva janoe potānā varṇanu mān tyajīne paraspar sevā karavī. Jātie karīne koī mahān nathī ane koī nyūn paṇ nathī. Tethī nāt-jātne laīne klesh na karavo ne sukhe satsang karavo. (14-16)

All men and women of all castes are forever entitled to satsang, brahmavidyā and moksha. Do not attribute notions of superiority and inferiority based on varna. All persons should shun their ego based on their caste and serve one another. No one is superior and no one is inferior by birth. Therefore, one should not quarrel based on caste or class and should joyfully practice satsang. (14–16)

Shlok 17

Vedic Rāg

Simple Rāg

સર્વેઽધિકારિણો મોક્ષે ગૃહિણસ્ત્યાગિનોઽપિ ચ।

ન ન્યૂનાઽધિકતા તત્ર સર્વે ભક્તા યતઃ પ્રભોઃ॥૧૭॥

Sarve’dhikāriṇo mokṣhe
gṛuhiṇas-tyāgino’pi cha ।

Na nyūnā’dhikatā tatra sarve
bhaktā yatah Prabhoho ॥17॥

ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે. તેમાં ન્યૂનાધિકભાવ નથી, કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે. (૧૭)

Gṛuhasth tathā tyāgī sarve mokṣhanā adhikārī chhe. Temā nyūnādhik-bhāv nathī, kāraṇ ke gṛuhasth ke tyāgī badhā Bhagwānnā bhakto chhe. (17)

Householders and renunciants are all entitled to moksha. Between them neither is inferior or superior, because householders and renunciants are all devotees of Bhagwan. (17)

Shlok 18

Vedic Rāg

Simple Rāg

સ્વામિનારાયણેઽનન્ય-દૃઢપરમભક્તયે।

ગૃહીત્વાઽઽશ્રયદીક્ષાયા મન્ત્રં સત્સઙ્ગમાપ્નુયાત્॥૧૮॥

Swāminārāyaṇe’nanya-
dṛaḍha-parama-bhaktaye ।

Gṛuhītvā’shraya-dīkṣhāyā
mantram satsangam āpnuyāt ॥18॥

સ્વામિનારાયણ ભગવાનને વિષે અનન્ય, દૃઢ અને પરમ ભક્તિ માટે આશ્રયદીક્ષામંત્ર ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો. (૧૮)

Swāminārāyaṇ Bhagwānne viṣhe ananya, dṛuḍh ane param bhakti māṭe āshraya-dīkṣhā-mantra grahaṇ karī satsang prāpta karavo. (18)

To offer singular, resolute and supreme devotion to Bhagwan Swaminarayan, one should receive the Ashray Diksha Mantra3 and affiliate with the Satsang. (18)

3. ‘Ashray Diksha Mantra’ refers to a specific mantra recited when one first takes refuge in Satsang.

Shlok 19

Vedic Rāg

Simple Rāg

આશ્રયદીક્ષામન્ત્રશ્ચૈવંવિધઃ

ધન્યોઽસ્મિ પૂર્ણકામોઽસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી।

અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાઽઽશ્રયાત્ ॥૧૯॥

Āshraya-dīkṣhā-mantrash-chaivam vidhaha:

Dhanyo’smi pūrṇakāmo’smi
niṣhpāpo nirbhayah sukhī ।

Akṣhara-guru-yogena
Swāminārāyaṇā’shrayāt ॥19॥

આશ્રયદીક્ષા મંત્ર આ પ્રમાણે છે:

ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી।

અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત્॥ (૧૯)

મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે: અક્ષરબ્રહ્મ ગુરુના યોગે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી હું ધન્ય છું, પૂર્ણકામ છું, નિષ્પાપ, નિર્ભય અને સુખી છું.

Āshraya-dīkṣhā mantra ā pramāṇe chhe:

Dhanyosmi pūrṇakāmosmi niṣhpāpo nirbhayah sukhī ।

Akṣhara-guru-yogena Swāminārāyaṇ-āshrayāt ॥ (19)

Mantra upar lakhyā pramāṇe ja bolavo. Mantrano tātparyārth ā pramāṇe chhe: Akṣharbrahma gurunā yoge Swāminārāyaṇ Bhagwānno āsharo karavāthī hu dhanya chhu, pūrṇakām chhu, niṣhpāp, nirbhay ane sukhī chhu.

The Ashray Diksha Mantra is as follows:

Dhanyo’smi purna-kāmo’smi

nishpāpo nirbhayah sukhi;

Akshara-guru-yogena

Swaminārāyan-āshrayat.4 (19)

4. This mantra should be recited as written. The meaning of this mantra is as follows: “Having taken refuge in Swaminarayan Bhagwan through the association of the Aksharbrahman guru, I am blessed, I am fulfilled, I am without sins, I am fearless and I am blissful.”

Shlok 20

Vedic Rāg

Simple Rāg

આશ્રયેત્ સહજાનન્દં હરિં બ્રહ્માઽક્ષરં તથા।

ગુણાતીતં ગુરું પ્રીત્યા મુમુક્ષુઃ સ્વાત્મમુક્તયે॥૨૦॥

Āshrayet Sahajānandam
Harim Brahmā’kṣharam tathā ।

Guṇātītam gurum prītyā
mumukṣhuh svātma-muktaye ॥20॥

મુમુક્ષુ પોતાના આત્માની મુક્તિ માટે સહજાનંદ શ્રીહરિ તથા અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો પ્રીતિએ કરીને આશરો કરે. (૨૦)

Mumukṣhu potānā ātmānī mukti māṭe Sahajānand Shrīhari tathā Akṣharbrahma swarūp guṇātīt guruno prītie karīne āsharo kare. (20)

For the moksha of one’s ātmā, a mumukshu should lovingly take refuge of Sahajanand Shri Hari and the Aksharbrahman Gunatit guru.5 (20)

5. ‘Gunatit guru’ refers to the Aksharbrahman guru, who is beyond māyā.