Shloks 21-30


Select speed:

0.5x   0.75x   1.0x   1.5x

Shlok 21

Vedic Rāg

Simple Rāg

 

કાષ્ઠજાં દ્વિગુણાં માલાં કણ્ઠે સદૈવ ધારયેત્।

સત્સઙ્ગં હિ સમાશ્રિત્ય સત્સઙ્ગનિયમાંસ્તથા॥૨૧॥

Kāṣhṭha-jām dvi-guṇām mālām
kaṇṭhe sadaiva dhārayet ।

Satsangam hi samāshritya
satsanga-niyamāns-tathā ॥21॥

સત્સંગનો આશરો કરી સદાય કંઠને વિષે કાષ્ઠની બેવડી માળા ધારણ કરવી તથા સત્સંગના નિયમો ધારણ કરવા. (૨૧)

Satsangno āsharo karī sadāy kanṭhne viṣhe kāṣhṭhnī bevaḍī māḷā dhāraṇ karavī tathā satsangnā niyamo dhāraṇ karavā. (21)

Upon taking the refuge of satsang, one should always wear a double-stranded wooden kanthi around the neck and accept the niyams of satsang. (21)


Shlok 22

Vedic Rāg

Simple Rāg

 

ગુરું બ્રહ્મસ્વરૂપં તુ વિના ન સંભવેદ્ ભવે।

તત્ત્વતો બ્રહ્મવિદ્યાયાઃ સાક્ષાત્કારો હિ જીવને॥૨૨॥

Gurum Brahmaswarūpam tu
vinā na sambhaved bhave ।

Tattvato brahmavidyāyāh
sākṣhātkāro hi jīvane ॥22॥

આ સંસારમાં બ્રહ્મસ્વરૂપ ગુરુ વિના જીવનમાં બ્રહ્મવિદ્યાનો તત્ત્વે કરીને સાક્ષાત્કાર ન થઈ શકે. (૨૨)

Ā sansārmā brahmaswarūp guru vinā jīvanmā brahma-vidyāno tattve karīne sākṣhātkār na thaī shake. (22)

In this world, brahmavidyā cannot be fully realized in life without the Brahmaswarup guru.6 (22)

6. ‘Brahmaswarup guru’ refers to the Aksharbrahman guru.


Shlok 23

Vedic Rāg

Simple Rāg

 

નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચયઃ પરમાત્મનઃ।

ન સ્વાત્મબ્રહ્મભાવોઽપિ બ્રહ્માઽક્ષરં ગુરું વિના॥૨૩॥

Nottamo nirvikalpash-cha
nishchayah Paramātmanaha ।

Na svātma-brahma-bhāvo’pi
Brahmā’kṣharam gurum vinā ॥23॥

અક્ષરબ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે તથા પોતાના આત્માને વિષે બ્રહ્મભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે. (૨૩)

Akṣharbrahma guru vinā Paramātmāno uttam nirvikalp nishchay na thaī shake tathā potānā ātmāne viṣhe brahmabhāv paṇ prāpta na thaī shake. (23)

Without the Aksharbrahman guru, supreme, unwavering conviction (nishchay) in Paramatma cannot be attained and one’s ātmā also cannot acquire brahmabhāv. (23)


Shlok 24

Vedic Rāg

Simple Rāg

 

નૈવાઽપિ તત્ત્વતો ભક્તિઃ પરમાનન્દપ્રાપણમ્।

નાઽપિ ત્રિવિધતાપાનાં નાશો બ્રહ્મગુરું વિના॥૨૪॥

Naivā’pi tattvato bhaktih
paramānanda-prāpaṇam ।

Nā’pi trividha-tāpānām
nāsho Brahma-gurum vinā ॥24॥

બ્રહ્મસ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ આનંદની પ્રાપ્તિ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય. (૨૪)

Brahmaswarūp guru vinā yathārth bhakti paṇ na thaī shake, param ānandnī prāpti na thāy ane trividh tāpano nāsh paṇ na thāy. (24)

Without the Brahmaswarup guru, perfect devotion also cannot be offered, ultimate bliss cannot be attained and the three types of misery7 also cannot be eradicated. (24)

7. The three types of misery are those that stem from other beings, the deities and personal shortcomings.


Shlok 25

Vedic Rāg

Simple Rāg

 

અતઃ સમાશ્રયેન્નિત્યં પ્રત્યક્ષમક્ષરં ગુરુમ્।

સર્વસિદ્ધિકરં દિવ્યં પરમાત્માઽનુભાવકમ્॥૨૫॥

Atah samāshrayen-nityam
pratyakṣham Akṣharam gurum ।

Sarva-siddhi-karam divyam
Paramātmā’nubhāvakam ॥25॥

આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો. (૨૫)

Āthī sarva arthnī siddhi kare tathā Paramātmāno anubhav karāve tevā pratyakṣh Akṣharbrahma guruno āsharo sadāy karavo. (25)

Therefore, one should always take the refuge of the manifest Aksharbrahman guru, who enables one to attain all objectives and experience Paramatma. (25)


Shlok 26

Vedic Rāg

Simple Rāg

 

સર્વં દુર્વ્યસનં ત્યાજ્યં સર્વૈઃ સત્સઙ્ગિભિઃ સદા।

અનેકરોગદુઃખાનાં કારણં વ્યસનં યતઃ॥૨૬॥

Sarvam dur-vyasanam tyājyam
sarvaih satsangibhih sadā ।

Aneka-roga-dukhānām
kāraṇam vyasanam yataha ॥26॥

સર્વ સત્સંગીઓએ સર્વે દુર્વ્યસનોનો સદાય ત્યાગ કરવો. કારણ કે વ્યસન અનેક રોગોનું તથા દુઃખોનું કારણ બને છે. (૨૬)

Sarva satsangīoe sarve durvyasanono sadāy tyāg karavo. Kāraṇ ke vyasan anek rogonu tathā dukhonu kāraṇ bane chhe. (26)

All satsangis should always renounce all harmful addictions, as addictions cause numerous illnesses and miseries. (26)


Shlok 27

Vedic Rāg

Simple Rāg

 

સુરાભઙ્ગાતમાલાદિ યદ્ યદ્ ભવેદ્ધિ માદકમ્।

તદ્ ભક્ષયેત્ પિબેન્નૈવ ધૂમ્રપાનમપિ ત્યજેત્॥૨૭॥

Surā-bhangā-tamālādi
yad yad bhaveddhi mādakam ।

Tad bhakṣhayet piben-naiva

dhūmra-pānam api tyajet ॥27॥

સુરા, ભાંગ તથા તમાકુ ઇત્યાદિ જે જે પદાર્થો માદક હોય તે ક્યારેય ખાવા કે પીવા નહીં તથા ધૂમ્રપાનનો પણ ત્યાગ કરવો. (૨૭)

Surā, bhāng tathā tamāku ityādi je je padārtho mādak hoy te kyārey khāvā ke pīvā nahī tathā dhūmra-pānno paṇ tyāg karavo. (27)

One should never consume intoxicating substances, such as alcohol, bhang and tobacco. One should also refrain from smoking. (27)


Shlok 28

Vedic Rāg

Simple Rāg

 

પરિત્યાજ્યં સદા દ્યૂતં સર્વૈઃ સર્વપ્રકારકમ્।

ત્યક્તવ્યો વ્યભિચારશ્ચ નારીભિઃ પુરુષૈસ્તથા॥૨૮॥

Pari-tyājyam sadā dyūtam

sarvaih sarva-prakārakam ।

Tyaktavyo vyabhichārash-cha

nārībhih puruṣhais-tathā ॥28॥

સર્વે સ્ત્રી તથા પુરુષોએ સર્વ પ્રકારના જુગારનો તથા વ્યભિચારનો ત્યાગ કરવો. (૨૮)

Sarve strī tathā puruṣhoe sarva prakārnā jugārno tathā vyabhichārno tyāg karavo. (28)

All women and men should never engage in any form of gambling or adultery. (28)


Shlok 29

Vedic Rāg

Simple Rāg

 

માંસં મત્સ્યં તથાઽણ્ડાનિ ભક્ષયેયુર્ન કર્હિચિત્।

પલાણ્ડું લશુનં હિઙ્ગુ ન ચ સત્સઙ્ગિનો જનાઃ॥૨૯॥

Mānsam matsyam tathā’ṇḍāni

bhakṣhayeyur na karhichit ।

Palāṇḍum lashunam hingu

na cha satsangino janāhā ॥29॥

સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડાં તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવાં. (૨૯)

Satsangī janoe kyārey māns, māchhalī, īnḍā tathā ḍungaḷī, lasaṇ, hing na khāvā. (29)

Satsangis should never eat meat, fish, eggs, onions, garlic or hing. (29)


Shlok 30

Vedic Rāg

Simple Rāg

 

પાતવ્યં ગાલિતં પેયં જલં દુગ્ધાદિકં તથા।

ખાદ્યં પાનમશુદ્ધં યદ્ ગૃહ્ણીયાદ્ વસ્તુ તન્નહિ॥૩૦॥

Pātavyam gālitam peyam

jalam dugdhādikam tathā ।

Khādyam pānam ashuddham yad

gṛahṇīyād vastu tan-nahi ॥30॥

પાણી તથા દૂધ ઇત્યાદિ પેય પદાર્થો ગાળેલા ગ્રહણ કરવા. જે ખાદ્ય વસ્તુ તથા પીણાં અશુદ્ધ હોય તે ક્યારેય ગ્રહણ ન કરવાં. (૩૦)

Pāṇī tathā dūdh ityādi peya padārtho gāḷelā grahaṇ karavā. Je khādya vastu tathā pīṇā ashuddha hoya te kyārey grahaṇ na karavā. (30)

One should consume water, milk and other drinkable items [only] after they have been filtered. Food items and beverages that are forbidden should never be consumed. (30)