Select speed:
Shlok 61
Vedic Rāg
Simple Rāg
મધ્યે તુ સ્થાપયેત્તત્ર હ્યક્ષરપુરુષોત્તમૌ।
સ્વામિનં હિ ગુણાતીતં મહારાજં ચ તત્પરમ્॥૬૧॥
Madhye tu sthāpayet tatra
hyakṣhara-Puruṣhottamau ।
Swāminam hi Guṇātītam
Mahārājam cha tat param ॥61॥
તેમાં મધ્યમાં અક્ષર તથા પુરુષોત્તમની મૂર્તિ પધરાવવી એટલે કે ગુણાતીતાનંદ સ્વામી તથા તેમનાથી પર એવા મહારાજને પધરાવવા. (૬૧)
Temā madhyamā Akṣhar tathā Puruṣhottamnī mūrti padharāvavī eṭale ke Guṇātītānand Swāmī tathā temanāthī par evā Mahārājne padharāvavā. (61)
In the center, one should arrange the murtis of Akshar and Purushottam, that is, Gunatitanand Swami and the one who transcends him, [Shriji] Maharaj. (61)
Shlok 62
Vedic Rāg
Simple Rāg
પ્રમુખસ્વામિપર્યન્તં પ્રત્યેકગુરુમૂર્તયઃ।
પ્રસ્થાપ્યાઃ સેવિતાનાં ચ પ્રત્યક્ષં મૂર્તયઃ સ્વયમ્॥૬૨॥
Pramukha-Swāmi-paryantam
pratyeka-guru-mūrtayaha ।
Prasthāpyāh sevitānām cha
pratyakṣham mūrtayah svayam ॥62॥
ત્યાર બાદ પ્રમુખસ્વામી મહારાજ પર્યંત પ્રત્યેક ગુરુઓની મૂર્તિઓ પધરાવવી તથા પોતે પ્રત્યક્ષ સેવ્યા હોય તે ગુરુઓની મૂર્તિઓ પધરાવવી. (૬૨)
Tyār bād Pramukh Swāmī Mahārāj paryant pratyek guruonī mūrtio padharāvavī tathā pote pratyakṣh sevyā hoya te guruonī mūrtio padharāvavī. (62)
One should then place the murtis of each guru up to Pramukh Swami Maharaj and the murtis of the gurus whom one has personally served. (62)
Shlok 63
Vedic Rāg
Simple Rāg
આહ્વાનશ્લોકમુચ્ચાર્ય હરિં ચ ગુરુમાહ્વયેત્।
હસ્તૌ બદ્ધ્વા નમસ્કારં કુર્યાદ્ધિ દાસભાવતઃ॥૬૩॥
Āhvāna-Shlokm uchchārya
Harim cha gurum āhvayet ।
Hastau baddhvā namaskāram
kuryāddhi dāsa-bhāvataha ॥63॥
ત્યાર બાદ આહ્વાન શ્લોક બોલીને મહારાજ તથા ગુરુઓનું આહ્વાન કરવું. બે હાથ જોડી દાસભાવે નમસ્કાર કરવા. (૬૩)
Tyār bād āhvān shlok bolīne Mahārāj tathā Guruonu āhvān karavu. Be hāth joḍī dāsbhāve namaskār karavā. (63)
Thereafter, one should invite [Shriji] Maharaj and the gurus by reciting the Ahvan Mantra.10 One should bow with folded hands and with dāsbhāv. (63)
10. The Ahvan Mantra is a verse recited to invite Bhagwan into one’s puja.
Shlok 64
Vedic Rāg
Simple Rāg
આહ્વાનમન્ત્રશ્ચૈવંવિધઃ
ઉત્તિષ્ઠ સહજાનન્દ શ્રીહરે પુરુષોત્તમ।
ગુણાતીતાઽક્ષર બ્રહ્મન્નુત્તિષ્ઠ કૃપયા ગુરો॥૬૪॥
Āhvāna-mantrash-chaivam vidhaha:
Uttiṣhṭha Sahajānanda
Shrī-Hare Puruṣhottama ।
Guṇātītā’kṣhara Brahmann-
uttiṣhṭha kṛupayā guro ॥64॥
આહ્વાન મંત્ર આ પ્રમાણે છે:
ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।
ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો॥
આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।
સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥ (૬૪-૬૫)
Āhvān mantra ā pramāṇe chhe:
Uttiṣhṭha Sahajānanda Shrī-Hare Puruṣhottama ।
Guṇātītākṣhara brahmann-uttiṣhṭha kṛupayā guro ॥
Āgamyatām hi pūjārtham āgamyatām mad-ātmatah ।
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama ॥ (64-65)
The Ahvan Mantra is as follows:
Uttishtha Sahajānanda Shri-Hare Purushottama;
Gunātitā’kshara brahmann-uttishtha krupayā guro.
Āgamyatām hi pujārtham āgamyatām mad-ātmataha;
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama. (64–65)
Shlok 65
Vedic Rāg
Simple Rāg
આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।
સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥૬૫॥
Āgamyatām hi pūjārtham āgamyatām mad-ātmataha ।
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama ॥65॥
આહ્વાન મંત્ર આ પ્રમાણે છે:
ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।
ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો॥
આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।
સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥† (૬૪-૬૫)
†મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે: હે સહજાનંદ શ્રીહરિ! હે પુરુષોત્તમ! કૃપા કરીને ઉઠો. હે અક્ષરબ્રહ્મ ગુણાતીત ગુરુ! કૃપા કરીને ઉઠો. મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્મામાંથી પધારો. આપના દિવ્ય સાંનિધ્ય અને દર્શનથી મારું સૌભાગ્ય વધે છે.
Āhvān mantra ā pramāṇe chhe:
Uttiṣhṭha Sahajānanda Shrī-Hare Puruṣhottama ।
Guṇātītākṣhara brahmann-uttiṣhṭha kṛupayā guro ॥
Āgamyatām hi pūjārtham āgamyatām mad-ātmatah ।
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama ॥ (64-65)
The Ahvan Mantra is as follows:
Uttishtha Sahajānanda Shri-Hare Purushottama;
Gunātitā’kshara brahmann-uttishtha krupayā guro.
Āgamyatām hi pujārtham āgamyatām mad-ātmataha;
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mama.11 (64–65)
11. This mantra should be recited as written. The meaning of this mantra is as follows: “O Sahajanand Shri Hari! O Purushottam! O Aksharbrahman Gunatit gurus! Please shower compassion [upon me] and awaken. Please come forth from my ātmā, to accept my puja. I become more blessed due to your divine presence and darshan.”
Shlok 66
Vedic Rāg
Simple Rāg
માલામાવર્તયેદ્ મન્ત્રં સ્વામિનારાયણં જપન્।
મહિમ્ના દર્શનં કુર્વન્ મૂર્તીનાં સ્થિરચેતસા॥૬૬॥
Mālām āvartayed mantram
Swāminārāyaṇam japan ।
Mahimnā darshanam kurvan
mūrtīnām sthira-chetasā ॥66॥
ત્યાર બાદ સ્થિર ચિત્તે તથા મહિમા સાથે મૂર્તિઓનાં દર્શન કરતાં કરતાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં માળા ફેરવવી. ત્યાર બાદ એક પગે ઊભા રહી, હાથ ઊંચા રાખી મૂર્તિઓનાં દર્શન કરતાં તપની માળા ફેરવવી. (૬૬-૬૭)
Tyār bād sthir chitte tathā mahimā sāthe mūrtionā darshan karatā karatā Swāminārāyaṇ mantrano jāp karatā māḷā feravavī. Tyār bād ek page ūbhā rahī, hāth ūnchā rākhī mūrtionā darshan karatā tapnī māḷā feravavī. (66-67)
Thereafter, with mahimā and a steady mind, one should perform mālā while chanting the Swaminarayan mantra and having darshan of the murtis. Afterwards, while continuing to do darshan of the murtis, one should stand on one leg with arms raised and perform tapni mālā. (66–67)
Shlok 67
Vedic Rāg
Simple Rāg
એકપાદોત્થિતો ભૂત્વા માલામ્ આવર્તયેત્ તતઃ।
તપસ ઊર્ધ્વહસ્તઃ સન્ કુર્વાણો મૂર્તિદર્શનમ્॥૬૭॥
Eka-pādotthito bhūtvā
mālām āvartayet tataha ।
Tapasa ūrdhva-hastah san
kurvāṇo mūrti-darshanam ॥67॥
ત્યાર બાદ સ્થિર ચિત્તે તથા મહિમા સાથે મૂર્તિઓનાં દર્શન કરતાં કરતાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં માળા ફેરવવી. ત્યાર બાદ એક પગે ઊભા રહી, હાથ ઊંચા રાખી મૂર્તિઓનાં દર્શન કરતાં તપની માળા ફેરવવી. (૬૬-૬૭)
Tyār bād sthir chitte tathā mahimā sāthe mūrtionā darshan karatā karatā Swāminārāyaṇ mantrano jāp karatā māḷā feravavī. Tyār bād ek page ūbhā rahī, hāth ūnchā rākhī mūrtionā darshan karatā tapnī māḷā feravavī. (66-67)
Thereafter, with mahimā and a steady mind, one should perform mālā while chanting the Swaminarayan mantra and having darshan of the murtis. Afterwards, while continuing to do darshan of the murtis, one should stand on one leg with arms raised and perform tapni mālā. (66–67)
Shlok 68
Vedic Rāg
Simple Rāg
તતઃ સંચિન્તયન્ કુર્યાદ્ અક્ષરપુરુષોત્તમમ્।
વ્યાપકં સર્વકેન્દ્રં ચ પ્રતિમાનાં પ્રદક્ષિણાઃ॥૬૮॥
Tatah sanchintayan kuryād
Akṣhara-Puruṣhottamam ।
Vyāpakam sarva kendram cha
pratimānām pradakṣhiṇāhā ॥68॥
ત્યાર બાદ સર્વના કેન્દ્ર સમાન અને વ્યાપક એવા અક્ષરપુરુષોત્તમ મહારાજને સંભારતાં પ્રતિમાઓની પ્રદક્ષિણા કરવી. (૬૮)
Tyār bād sarvanā kendra samān ane vyāpak evā Akṣhar-Puruṣhottam Mahārājne sambhāratā pratimāonī pradakṣhiṇā karavī. (68)
One should then perform pradakshinās of the murtis while contemplating upon Akshar- Purushottam Maharaj, who is pervasive and the focus of all. (68)
Shlok 69
Vedic Rāg
Simple Rāg
સાષ્ટાઙ્ગા દણ્ડવત્ કાર્યાઃ પ્રણામાઃ પુરુષૈસ્તતઃ।
નારીભિસ્તૂપવિશ્યૈવ પઞ્ચાઙ્ગા દાસભાવતઃ॥૬૯॥
Sāṣhṭāngā daṇḍavat kāryāh
praṇāmāh puruṣhais-tatah ।
Nārībhis-tūpavishyaiva
panchāngā dāsa-bhāvataha ॥69॥
ત્યાર બાદ દાસભાવે પુરુષોએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા અને સ્ત્રીઓએ બેસીને પંચાંગ પ્રણામ કરવા. (૬૯)
Tyār bād dāsbhāve puruṣhoe sāṣhṭāng danḍavat praṇām karavā ane strīoe besīne panchāng praṇām karavā. (69)
Thereafter, with dāsbhāv, males should perform sāshtāng dandvat pranāms and females should sit and offer panchāng pranāms. (69)
Shlok 70
Vedic Rāg
Simple Rāg
પ્રણામો દણ્ડવચ્ચૈકઃ ક્ષમાયાચનપૂર્વકમ્।
ભક્તદ્રોહનિવારાર્થં કાર્યોઽધિકો હિ પ્રત્યહમ્॥૭૦॥
Praṇāmo daṇḍavach-chaikah
kṣhamā-yāchana-pūrvakam ।
Bhakta-droha-nivārārtham
kāryo’dhiko hi pratyaham ॥70॥
કોઈ ભક્તનો દ્રોહ થયો હોય તેના નિવારણને અર્થે ક્ષમાયાચનાપૂર્વક પ્રતિદિન એક દંડવત્ પ્રણામ અધિક કરવો. (૭૦)
Koī bhaktano droh thayo hoy tenā nivāraṇne arthe kṣhamā-yāchanā-pūrvak pratidin ek danḍavat praṇām adhik karavo. (70)
One should perform an additional dandvat pranām every day to seek forgiveness for hurting or harboring ill-will towards another devotee. (70)