Shloks 151-160


Select speed:

0.5x   0.75x   1.0x   1.5x

Shlok 151

Vedic Rāg

Simple Rāg

 

પ્રત્યહમનુસન્ધેયા જગતો નાશશીલતા।

સ્વાત્મનો નિત્યતા ચિન્ત્યા સચ્ચિદાનન્દરૂપતા॥૧૫૧॥

Pratyaham anusandheyā

jagato nāsha-shīlatā ।

Svātmano nityatā chintyā

sach-chid-ānanda-rūpatā ॥151॥

દરરોજ જગતના નાશવંતપણાનું અનુસંધાન કરવું અને પોતાના આત્માની નિત્યતા તથા સચ્ચિદાનંદપણાનું ચિંતવન કરવું. (૧૫૧)

Dar-roj jagatnā nāshavant-paṇānu anusandhān karavu ane potānā ātmānī nityatā tathā sachchidānand-paṇānu chintavan karavu. (151)

Daily, one should reflect on the impermanent nature of the world and on one’s ātmā as eternal and sachchidānand. (151)


Shlok 152

Vedic Rāg

Simple Rāg

 

ભૂતં યચ્ચ ભવદ્યચ્ચ યદેવાઽગ્રે ભવિષ્યતિ।

સર્વં તન્મે હિતાયૈવ સ્વામિનારાયણેચ્છયા॥૧૫૨॥

Bhūtam yach-cha bhavad yach-cha

yad-evā’gre bhaviṣhyati ।

Sarvam tan me hitāyaiva

Swāminārāyaṇechchhayā ॥152॥

જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કાંઈ આગળ થશે તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી મારા હિત માટે જ થયું છે એમ માનવું. (૧૫૨)

Je thaī gayu chhe, thaī rahyu chhe ane je kānī āgaḷ thashe te badhu ja Swāminārāyaṇ Bhagwānnī ichchhāthī mārā hit māṭe ja thayu chhe em mānavu. (152)

One should understand that all which has happened, which is happening, and which will happen is solely due to Swaminarayan Bhagwan’s will and only for my benefit. (152)


Shlok 153

Vedic Rāg

Simple Rāg

 

પ્રાર્થનં પ્રત્યહં કુર્યાદ્ વિશ્વાસભક્તિભાવતઃ।

ગુરોર્બ્રહ્મસ્વરૂપસ્ય સ્વામિનારાયણપ્રભોઃ॥૧૫૩॥

Prārthanam pratyaham kuryād

vishvāsa-bhakti-bhāvataha ।

Guror Brahmaswarūpasya Swāminārāyaṇa-Prabhoho ॥153॥

સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મસ્વરૂપ ગુરુને પ્રતિદિન વિશ્વાસ અને ભક્તિભાવથી પ્રાર્થના કરવી. (૧૫૩)

Swāminārāyaṇ Bhagwān tathā brahmaswarūp gurune pratidin vishvās ane bhakti-bhāvthī prārthanā karavī. (153)

One should daily pray to Swaminarayan Bhagwan and the Brahmaswarup guru with faith and devotion. (153)


Shlok 154

Vedic Rāg

Simple Rāg

 

માનેર્ષ્યાકામક્રોધાદિ-દોષાઽઽવેગો ભવેત્ તદા।

અક્ષરમહમિત્યાદિ શાન્તમના વિચિન્તયેત્॥૧૫૪॥

Mānerṣhyā-kāma-krodhādi

doṣhā’vego bhavet tadā ।

Akṣharam-aham ityādi

shānta-manā vichintayet ॥154॥

માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ ઇત્યાદિ દોષોનો આવેગ આવે ત્યારે ‘હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું’ એમ શાંત મને ચિંતવન કરવું. (૧૫૪)

Mān, īrṣhyā, kām, krodh ityādi doṣhono āveg āve tyāre ‘Hu Akṣhar chhu, Puruṣhottamno dās chhu’ em shānt mane chintavan karavu. (154)

When one experiences impulses of egotism, jealousy, lust, anger, and other base instincts, one should calmly reflect: ‘I am akshar; I am a servant of Purushottam.’ (154)


Shlok 155

Vedic Rāg

Simple Rāg

 

મયા સહ સદૈવાઽસ્તિ સર્વદોષનિવારકઃ।

સ્વામિનારાયણઃ સાક્ષાદ્ એવં બલં ચ ધારયેત્॥૧૫૫॥

Mayā saha sadaivā’sti

sarva-doṣha-nivārakaha ।

Swāminārāyaṇah sākṣhād

evam balam cha dhārayet ॥155॥

અને સર્વ દોષોનું નિવારણ કરનારા સાક્ષાત્ સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે એમ બળ રાખવું. (૧૫૫)

Ane sarva doṣhonu nivāraṇ karanārā sākṣhāt Swāminārāyaṇ Bhagwān sadaiv mārī sāthe chhe em baḷ rākhavu. (155)

Also, one should remain strong in the belief that Swaminarayan Bhagwan himself, who is the destroyer of all base instincts, is always with me. (155)


Shlok 156

Vedic Rāg

Simple Rāg

 

સ્વધર્મં પાલયેન્નિત્યં પરધર્મં પરિત્યજેત્।

સ્વધર્મો ભગવદ્‌ગુર્વોરાજ્ઞાયાઃ પરિપાલનમ્॥૧૫૬॥

Sva-dharmam pālayen-nityam

para-dharmam pari-tyajet ।

Sva-dharmo Bhagavad-gurvor

āgnāyāh pari-pālanam ॥156॥

સ્વધર્મનું સદા પાલન કરવું. પરધર્મનો ત્યાગ કરવો. ભગવાન અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું તે સ્વધર્મ છે. તેમની આજ્ઞાનો ત્યાગ કરી પોતાના મનનું ધાર્યું કરવામાં આવે તેને વિવેકી મુમુક્ષુએ પરધર્મ જાણવો. (૧૫૬-૧૫૭)

Swadharmanu sadā pālan karavu. Par-dharmano tyāg karavo. Bhagwān ane gurunī āgnānu pālan karavu te swadharma chhe. Temanī āgnāno tyāg karī potānā mannu dhāryu karavāmā āve tene vivekī mumukṣhue par-dharma jāṇavo. (156-157)

One should always observe swadharma and renounce pardharmaSwadharma means to observe the commands of Bhagwan and the guru. The wise mumukshu should realize that pardharma is disregarding their instructions and acting willfully. (156–157)


Shlok 157

Vedic Rāg

Simple Rāg

 

તદાજ્ઞાં યત્ પરિત્યજ્ય ક્રિયતે સ્વમનોધૃતમ્।

પરધર્મઃ સ વિજ્ઞેયો વિવેકિભિર્મુમુક્ષુભિઃ॥૧૫૭॥

Tad-āgnām yat pari-tyajya

kriyate sva-mano-dhṛutam ।

Para-dharmah sa vigneyo

vivekibhir mumukṣhubhihi ॥157॥

સ્વધર્મનું સદા પાલન કરવું. પરધર્મનો ત્યાગ કરવો. ભગવાન અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું તે સ્વધર્મ છે. તેમની આજ્ઞાનો ત્યાગ કરી પોતાના મનનું ધાર્યું કરવામાં આવે તેને વિવેકી મુમુક્ષુએ પરધર્મ જાણવો. (૧૫૬-૧૫૭)

Swadharmanu sadā pālan karavu. Par-dharmano tyāg karavo. Bhagwān ane gurunī āgnānu pālan karavu te swadharma chhe. Temanī āgnāno tyāg karī potānā mannu dhāryu karavāmā āve tene vivekī mumukṣhue par-dharma jāṇavo. (156-157)

One should always observe swadharma and renounce pardharmaSwadharma means to observe the commands of Bhagwan and the guru. The wise mumukshu should realize that pardharma is disregarding their instructions and acting willfully. (156–157)


Shlok 158

Vedic Rāg

Simple Rāg

 

સત્સઙ્ગનિયમાદ્ યદ્ધિ વિરુદ્ધં ધર્મલોપકમ્।

ફલદમપિ નાઽઽચર્યં ભવેદ્ યદ્ ભક્તિબાધકમ્॥૧૫૮॥

Satsanga-niyamād yaddhi

viruddham dharma-lopakam ।

Fala-dam api nā’charyam

bhaved yad bhakti-bādhakam ॥158॥

જે કર્મ ફળ આપે તેવું હોય તેમ છતાં ભક્તિમાં બાધ કરતું હોય, સત્સંગના નિયમથી વિરુદ્ધ હોય તથા જે આચરવાથી ધર્મનો લોપ થતો હોય તેવા કર્મનું આચરણ ન કરવું. (૧૫૮)

Je karma faḷ āpe tevu hoy tem chhatā bhaktimā bādh karatu hoy, satsangnā niyamthī viruddha hoy tathā je ācharavāthī dharmano lop thato hoy tevā karmanu ācharaṇ na karavu. (158)

One should avoid even [apparently] beneficial actions that impede devotion, transgress the niyams of satsang or cause one to lapse from dharma. (158)


Shlok 159

Vedic Rāg

Simple Rāg

 

આદરેણ પ્રણામૈશ્ચ મધુરવચનાદિભિઃ।

યથોચિતં હિ સમ્માન્યા વૃદ્ધા જ્ઞાનવયોગુણૈઃ॥૧૫૯॥

Ādareṇa praṇāmaish-cha

madhura-vachanādibhihi ।

Yatho-chitam hi sanmānyā

vṛuddhā gnāna-vayo-guṇaihi ॥159॥

વયે કરીને, જ્ઞાને કરીને કે ગુણે કરીને જે મોટા હોય તેમનું આદર થકી પ્રણામ તથા મધુરવચનાદિકે કરીને યથોચિત સન્માન કરવું. (૧૫૯)

Vaye karīne, gnāne karīne ke guṇe karīne je moṭā hoy temanu ādar thakī praṇām tathā madhur-vachanādike karīne yathochit sanmān karavu. (159)

One should offer appropriate respect to those who are senior in age, possess greater wisdom or are more virtuous by bowing reverently, using polite speech and expressing other forms of regard. (159)


Shlok 160

Vedic Rāg

Simple Rāg

 

સદૈવાઽઽદરણીયા હિ વિદ્વદ્વરિષ્ઠશિક્ષકાઃ।

યથાશક્તિ ચ સત્કાર્યાઃ સાધુવાદાદિકર્મણા॥૧૬૦॥

Sadaivā’daraṇīyā hi

vidvad-variṣhṭha-shikṣhakāhā ।

Yathā-shakti cha sat-kāryāh

sādhu-vādādi-karmaṇā ॥160॥

વિદ્વાનો, વડીલો તથા અધ્યાપકોને સદા આદર આપવો. સારાં વચન આદિ ક્રિયાઓ દ્વારા પોતાની શક્તિ પ્રમાણે તેમનો સત્કાર કરવો. (૧૬૦)

Vidvāno, vaḍīlo tathā adhyāpakone sadā ādar āpavo. Sārā vachan ādi kriyāo dvārā potānī shakti pramāṇe temano satkār karavo. (160)

One should always respect the learned, seniors and teachers. According to one’s capacity, one should honor them with good words and other such deeds. (160)