Shloks 161-170


Select speed:

0.5x   0.75x   1.0x   1.5x

Shlok 161

Vedic Rāg

Simple Rāg

 

જનસંબોધનં કુર્યાદ્ યથાકાર્યગુણાદિકમ્।

સંવર્ધયેત્ તદુત્સાહં યથાશક્તિ સુકર્મસુ॥૧૬૧॥

Jana-sambodhanam kuryād

yathā-kārya-guṇādikam ।

Samvardhayet tad-utsāham

yathā-shakti su-karmasu ॥161॥

વ્યક્તિના ગુણ તથા કાર્ય આદિને અનુસારે તેનું સંબોધન કરવું. યથાશક્તિ તેને સારાં કાર્યોમાં પ્રોત્સાહન આપવું. (૧૬૧)

Vyaktinā guṇ tathā kārya ādine anusāre tenu sambodhan karavu. Yathāshakti tene sārā kāryomā protsāhan āpavu. (161)

One should address each individual according to their virtues, achievements and other merits. One should encourage them in noble works according to their abilities. (161)


Shlok 162

Vedic Rāg

Simple Rāg

 

સત્યાં વદેદ્ હિતાં ચૈવ વદેદ્ વાણીં પ્રિયાં તથા।

મિથ્યાઽઽરોપ્યોઽપવાદો ન કસ્મિંશ્ચિત્ કર્હિચિજ્જને॥૧૬૨॥

Satyām vaded hitām chaiva

vaded vāṇīm priyām tathā ।

Mithyā’ropyo’pavādo na

kasminsh-chit karhichij-jane ॥162॥

સત્ય, હિત અને પ્રિય વાણી બોલવી. કોઈ મનુષ્યની ઉપર ક્યારેય મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું. (૧૬૨)

Satya, hit ane priya vāṇī bolavī. Koī manuṣhyanī upar kyārey mithyā apavādnu āropaṇ na karavu. (162)

One should speak words which are true, beneficial and loving. One should never falsely accuse any individual. (162)


Shlok 163

Vedic Rāg

Simple Rāg

 

ન વદેત્ કુત્સિતાં વાચમ્ અપશબ્દકલઙ્કિતામ્।

શ્રોતૃદુઃખકરીં નિન્દ્યાં કઠોરાં દ્વેષગર્ભિણીમ્॥૧૬૩॥

Na vadet kutsitām vācham

apa-shabda-kalankitām ।

Shrotṛu-dukha-karīm nindyām

kaṭhorām dveṣha-garbhiṇīm ॥163॥

અપશબ્દોથી યુક્ત, સાંભળનારને દુઃખ કરે તેવી, નિંદ્ય, કઠોર અને દ્વેષ ભરેલી કુત્સિત વાણી ન બોલવી. (૧૬૩)

Apshabdothī yukta, sāmbhaḷnārne dukh kare tevī, nindya, kaṭhor ane dveṣh bharelī kutsit vāṇī na bolavī. (163)

One should never utter unpleasant speech that is offensive, hurts its listener and is defamatory, harsh or hateful. (163)


Shlok 164

Vedic Rāg

Simple Rāg

 

અસત્યં ન વદેત્ ક્વાપિ વદેત્ સત્યં હિતાઽઽવહમ્।

સત્યમપિ વદેન્નૈવ યત્ સ્યાદન્યાઽહિતાઽઽવહમ્॥૧૬૪॥

Asatyam na vadet kvāpi

vadet satyam hitā’vaham ।

Satyam api vaden-naiva

yat syād anyā’hitā’vaham ॥164॥

અસત્ય ક્યારેય ન બોલવું. હિત કરે તેવું સત્ય બોલવું. અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું. (૧૬૪)

Asatya kyārey na bolavu. Hit kare tevu satya bolavu. Anyanu ahit kare tevu satya paṇ na bolavu. (164)

One should never speak untruth. One should express truth that is beneficial, but not utter even truth that may harm others. (164)


Shlok 165

Vedic Rāg

Simple Rāg

 

અન્યાઽવગુણદોષાદિવાર્તાં કદાઽપિ નોચ્ચરેત્।

તથાકૃતે ત્વશાન્તિઃ સ્યાદ્ અપ્રીતિશ્ચ હરેર્ગુરોઃ॥૧૬૫॥

Anyā’vaguṇa-doṣhādi

vārtām kadā’pi nochcharet ।

Tathā kṛute tvashāntih syād

aprītish-cha Harer guroho ॥165॥

ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત ન કરવી. એમ કરવાથી અશાંતિ થાય અને ભગવાન તથા ગુરુનો કુરાજીપો થાય. (૧૬૫)

Kyārey koīnā avaguṇ ke doṣhnī vāt na karavī. Em karavāthī ashānti thāy ane Bhagwān tathā guruno kurājīpo thāy. (165)

One should never speak of another’s drawbacks or flaws. Doing so causes unrest and results in the displeasure of Bhagwan and the guru. (165)


Shlok 166

Vedic Rāg

Simple Rāg

 

અત્યન્તાઽઽવશ્યકે નૂનં પરિશુદ્ધેન ભાવતઃ।

સત્યપ્રોક્તૌ ન દોષઃ સ્યાદ્ અધિકારવતાં પુરઃ॥૧૬૬॥

Atyantā’vashyake nūnam

pari-shuddhena bhāvataha ।

Satya-proktau na doṣhah syād

adhikāra-vatām puraha ॥166॥

અત્યંત આવશ્યક હોય તો પરિશુદ્ધ ભાવનાથી અધિકૃત વ્યક્તિને સત્ય કહેવામાં દોષ નથી. (૧૬૬)

Atyant āvashyak hoy to parishuddha bhāvanāthī adhikṛut vyaktine satya kahevāmā doṣh nathī. (166)

If extremely necessary, it is acceptable to convey the truth with pure intent to an authorized person. (166)


Shlok 167

Vedic Rāg

Simple Rāg

 

આચારો વા વિચારો વા તાદૃક્ કાર્યો ન કર્હિચિત્।

અન્યેષામ્ અહિતં દુઃખં યેન સ્યાત્ ક્લેશવર્ધનમ્॥૧૬૭॥

Āchāro vā vichāro vā

tādṛuk kāryo na karhichit ।

Anyeṣhām ahitam dukham

yena syāt klesha-vardhanam ॥167॥

જેણે કરીને અન્યનું અહિત થાય, તેને દુઃખ થાય કે ક્લેશ વધે તેવા આચાર કે વિચાર ક્યારેય ન કરવા. (૧૬૭)

Jeṇe karīne anyanu ahit thāy, tene dukh thāy ke klesh vadhe tevā āchār ke vichār kyārey na karavā. (167)

One should never act or think in a way that is hurtful or damaging to others or that increases conflict. (167)


Shlok 168

Vedic Rāg

Simple Rāg

 

સુહૃદ્ભાવેન ભક્તાનાં શુભગુણગણાન્ સ્મરેત્।

ન ગ્રાહ્યોઽવગુણસ્તેષાં દ્રોહઃ કાર્યો ન સર્વથા॥૧૬૮॥

Suhṛad-bhāvena bhaktānām

shubha-guṇa-gaṇān smaret ।

Na grāhyo’vaguṇas-teṣhām

drohah kāryo na sarvathā ॥168॥

સુહૃદયભાવ રાખી ભક્તોના શુભ ગુણોને સંભારવા. તેમનો અવગુણ ન લેવો અને કોઈ રીતે દ્રોહ ન કરવો. (૧૬૮)

Suhṛudaybhāv rākhī bhaktonā shubh guṇone sambhāravā. Temano avaguṇ na levo ane koī rīte droh na karavo. (168)

With suhradaybhāv, recollect the virtues of devotees. One should never view their flaws or offend them in any way. (168)


Shlok 169

Vedic Rāg

Simple Rāg

 

સુખે નોચ્છૃઙ્ખલો ભૂયાદ્ દુઃખે નોદ્વેગમાપ્નુયાત્।

સ્વામિનારાયણેચ્છાતઃ સર્વં પ્રવર્તતે યતઃ॥૧૬૯॥

Sukhe noch-chhṛunkhalo bhūyād

dukhe nodvegam āpnuyāt ।

Swāminārāyaṇechchhātah

sarvam pravartate yataha ॥169॥

સુખમાં છકી ન જવું અને દુઃખમાં ઉદ્વેગ ન પામવો. કારણ કે બધું સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી પ્રવર્તે છે. (૧૬૯)

Sukhmā chhakī na javu ane dukhmā udveg na pāmavo. Kāraṇ ke badhu Swāminārāyaṇ Bhagwānnī ichchhāthī pravarte chhe. (169)

In happy times do not get carried away and in unhappy times do not become discouraged, since everything occurs by Swaminarayan Bhagwan’s wish. (169)


Shlok 170

Vedic Rāg

Simple Rāg

 

વિવાદઃ કલહો વાઽપિ નૈવ કાર્યઃ કદાચન।

વર્તિતવ્યં વિવેકેન રક્ષ્યા શાન્તિશ્ચ સર્વદા॥૧૭૦॥

Vivādah kalaho vā’pi

naiva kāryah kadāchana ।

Vartitavyam vivekena

rakṣhyā shāntish-cha sarvadā ॥170॥

ક્યારેય પણ કોઈની સાથે વિવાદ કે કલહ ન જ કરવો. હંમેશાં વિવેકથી વર્તવું અને શાંતિ રાખવી. (૧૭૦)

Kyārey paṇ koīnī sāthe vivād ke kalah na ja karavo. Hammeshā vivekthī vartavu ane shānti rākhavī. (170)

One should never argue or quarrel with anyone. One should always be well-mannered and remain calm. (170)